Home /News /ahmedabad /જુડેગા ઇન્ડિયા અને જીતેગા ઇન્ડિયા: આવતીકાલથી બે દિવસ માટે PM મોદી ગુજરાતમાં, 36મી નેશનલ ગેમ્સનો પ્રારંભ કરાવશે

જુડેગા ઇન્ડિયા અને જીતેગા ઇન્ડિયા: આવતીકાલથી બે દિવસ માટે PM મોદી ગુજરાતમાં, 36મી નેશનલ ગેમ્સનો પ્રારંભ કરાવશે

(ફાઇલ તસવીર)

PM Modi Gujarat visit: આગામી વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને પીએમ મોદીની ગુજરાત વિઝીટ લગાતાર વધી રહી છે. આવતીકાલથી બે દિવસ માટે પીએમ મોદી ગુજરાતની મુલાકાતે છે અને ત્યાર બાદ 10મી ઓક્ટોબરે ફરીથી તેઓ ગુજરાતના મહેમાન બનશે.

ગાંધીનગર: આગામી વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને પીએમ મોદીની ગુજરાત વિઝીટ લગાતાર વધી રહી છે. આવતીકાલથી બે દિવસ માટે પીએમ મોદી ગુજરાતની મુલાકાતે છે અને ત્યાર બાદ 10મી ઓક્ટોબરે ફરીથી તેઓ ગુજરાતના મહેમાન બનશે. આવતીકાલે પીએમ મોદી દ્વારા નેશનલ ગેમ્સનો પ્રારંભ નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી કરાવવામાં આવશે. વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં પહેલીવાર આ પ્રકારે નેશનસ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશભરના 5 હજારથી વધુ રમતવીરો ભાગ લેશે. ગુજરાતના આંગણે રમાનારી નેશનલ ગેમ્સ 2022ની ઈવેન્ટ ખાસ બની રહેશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ 36મી નેશનલ ગેઈમ્સના પ્રારંભ માટેની અંતિમ તબક્કાની તૈયારીઓનું નિરીક્ષણ ગત રવિવારે સ્થળ મુલાકાત લઈને કર્યું હતું. ત્યાર બાદ મુખ્યમંત્રી કક્ષાએથી સમીક્ષા બેઠક યોજી જરૂરી સૂચનો પણ કર્યા હતા. સમગ્ર આયોજન પાર પાડવા માટે થઈને ઉચ્ચ અધિકારીઓની ટીમને કામે લગાડવામાં આવી છે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 36ની નેશનલ ગેમ્સનો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરાવશે આ માટે ભારત સરકાર દ્વારા 530 કરોડની ફાળવણી કરવામાં આવી છે. ત્યારે રાજય સરકાર 70 કરોડની રકમનો ખર્ચ કરવા જઈ રહી છે. આમ કુલ 700 કરોડની માતબર રકમ આ રમતોત્સવ પાછળ ખર્ચ કરવામા આવશે.

આ પણ વાંચો: કેન્દ્ર સરકારે મફત અનાજ વિતરણ યોજના વધુ 3 મહિના લંબાવી

જુડેગા ઇન્ડિયા અને જીતેગા ઇન્ડિયાના નારા સાથે દેશભરના અલગ-અલગ રાજ્યના ખેલાડીઓ ગુજરાતમાં આવશે. અગાઉ 2002માં સ્પોર્ટ્સમાં અઢી કરોડનું બજેટ હતું અને આજે 2022માં અઢીસો કરોડનું બજેટ છે. સ્પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું ગુજરાતમાં ડેવલોપિંગ થયું છે. અમદાવાદ, રાજકોટ જેવા શહેરોમાં સ્પોર્ટના વિકાસથી આ આયોજન શક્ય બન્યું છે. ગુજરાતમાં 36મી નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે. 29 સપ્ટેમ્બરથી નેશનલ ગેમ્સનું ગુજરાતમાં આયોજન થશે. ઇન્ડિયન ઓલમ્પિક એસો., ગુજરાત ઓલમ્પિક એસો અને ગુજરાત સરકાર વચ્ચે સમજૂતી કરાર થયા છે. આ વખતની નેશનલ ગેમ્સને અત્યાર સુધીની શ્રેષ્ઠ નેશનલ ગેમ્સ બનાવવામાં ગુજરાત કોઈ કસર છોડશે નહીં. ગુજરાતના સિંહોને પણ નેશનલ ગેમના લોગોમાં સ્થાન મળ્યું છે. ઇન્ડિયન ઓલમ્પિક એસો.,ગુજરાત ઓલમ્પિક એસો અને ગુજરાત સરકાર વચ્ચે MOU થયા છે. 36મી નેશનલ ગેમનું યજમાન ગુજરાત બન્યું છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Gujarat News, Narendra modi gujarat visit, PM Modi પીએમ મોદી

विज्ञापन
विज्ञापन