Home /News /ahmedabad /19મીએ રાજકોટમાં PM મોદીનો રોડ શો-જનસભા, જાણો ગુજરાત પ્રવાસના કાર્યક્રમો

19મીએ રાજકોટમાં PM મોદીનો રોડ શો-જનસભા, જાણો ગુજરાત પ્રવાસના કાર્યક્રમો

PM મોદી

PM Modi Gujarat visit: વડાપ્રધાન મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવશે. PM મોદી 19 ઓક્ટોબરના રોજ રાજકોટના પ્રવાસે આવશે. તેઓ રાજકોટને ત્રણ ઓવરબ્રિજની ભેટ આપશે.

અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ કેન્દ્રીય નેતાઓના પ્રવાસ પણ વધી ગયા છે, ત્યારે વડાપ્રધાન મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવશે. PM મોદી 19 ઓક્ટોબરના રોજ રાજકોટના પ્રવાસે આવશે. તેઓ રાજકોટને ત્રણ ઓવરબ્રિજની ભેટ આપશે. 19 ઓક્ટોબરે રાજકોટમાં PM મોદીનો રોડ શો યોજાશે. રાજકોટ એરપોર્ટથી રેસકોર્ષ સુધી PM મોદીનો રોડ શો યોજાશે. સાથે રાજકોટવાસીઓને વિકાસની ભેટ પણ આપશે. રાજકોટમાં વડાપ્રધાન વિશાળ જનસભાને સંબોધશે.

જૂનાગઢમાં સભા સંબોધિત કર્યા બાદ આવશે રાજકોટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 19મી ઓક્ટોબરના રોજ જૂનાગઢ અને રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે જૂનાગઢમાં સભા સંબોધિત કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ શહેરની મુલાકાતે આવશે. રાજકોટ શહેરની મુલાકાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે ત્યારે તેઓ રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે મોટી જનસભા પણ સંબોધવાના છે. અંદાજિત દોઢ લાખ લોકો બેસી શકે તે માટે જુદા જુદા પાંચ જેટલા જર્મન ટેકનોલોજીના ઉપયોગથી ડોમ પણ બનાવવામાં આવ્યા છે. ત્યારે આજ રોજ સંગઠન મહામંત્રી વિનોદ ચાવડા, રાજ્ય સરકારના મંત્રી અરવિંદ રૈયાણી, સાંસદ રામભાઈ મોકરીયા, સૌરાષ્ટ્ર ભાજપ પ્રવક્તા રાજુ ધ્રુવે તેમજ કલેકટર અરુણ મહેશ બાબુ સહિતનાઓએ સભા સ્થળની મુલાકાત લીધી હતી.

આ પણ વાંચો: ગુજરાતની રાજનીતિ અંગે સૌથી મોટા સમાચાર, કોંગ્રેસ-NCP વચ્ચે ગઠબંધનની શક્યતા

સવા કિલોમીટરનો વડાપ્રધાન મોદીનો રોડ શો

મીડિયા સાથેની વાતચીતમાં અરવિંદ રૈયાણીએ જણાવ્યું હતું કે, જૂનાગઢથી સભા પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંદાજિત 5 વાગ્યા આસપાસ રાજકોટ આવી પહોંચશે. રાજકોટ એરપોર્ટ ખાતેથી રાજકોટ પોલીસ હેડ ક્વાર્ટર સુધી અંદાજિત સવા કિલોમીટરનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો રહેશે. જ્યારે મનિષ સિસોદિયાએ કરેલા ટ્વિટ અંગે પ્રશ્ન પૂછતા અરવિંદ રૈયાણીએ નિવેદન આપવાનું ટાળ્યું હતું. ઉપરાંત સૌરાષ્ટ્ર પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડાએ વડાપ્રધાનના પ્રવાસ અંગે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીના કાર્યક્રમથી સૌરાષ્ટ્ર-કચ્છને ફાયદો પહોંચશે. હાલ ભરોસાની ભાજપ સરકાર જે સૂત્ર આપવામાં આવ્યું છે તે લોકોએ જ આપ્યું છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ દ્વારા તાજેતરમાં જ ભાજપ દ્વારા જે ભરોસાની ભાજપ સરકાર સૂત્રો આપવામાં આવ્યું છે તેને લઈને કહ્યું હતું કે, ભરોસાની ભેંસે પાડો જણ્યો.

19 ઓક્ટોબરના કાર્યક્રમ

PM મોદીનો ગુજરાત પ્રવાસ
19 ઓક્ટોબરે 9.30 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચશે
એરપોર્ટથી મહાત્મા મંદિર જશે
PM મોદી ડિફેન્સ એક્સપોની કરાવશે શરૂઆત
અડાલજ મંદિરની લેશે મુલાકાત
મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગતના કાર્યક્રમમાં લેશે ભાગ
અમદાવાદ એરપોર્ટથી રાજકોટ જશે
રાજકોટથી જૂનાગઢ જશે PM મોદી
જૂનાગઢમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ, ખાતમૂહુર્ત કરશે
જૂનાગઢમાં જંગી જનસભાને સંબોધશે PM
જૂનાગઢથી રાજકોટ જશે PM મોદી
રાજકોટમાં રોડ શો કરશે
સરકારી કાર્યક્રમમાં હાજરી આપશે PM
રાજકોટથી ગાંધીનગર રાજભવન આવશે
રાત્રી રોકાણ રાજભવનમાં કરશે

20 ઓક્ટોબરના કાર્યક્રમ

20 ઓક્ટોબરે સવારે કેવડિયા જશે
વિદેશ મંત્રાલયના વાર્ષિક કોન્ફરન્સમાં લેશે ભાગ
સંયુક્ત રાષ્ટ્રના મહામંત્રીની હાજરીમાં યોજાનારા કાર્યક્રમમાં આપશે હાજરી
PM કેવડિયાથી વ્યારા જશે
વ્યારામાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ, ખાતમૂહુર્ત કરશે
વ્યારા ખાતે જનસભા સંબોધશે
PM વ્યારાથી સુરત એરપોર્ટ જવા રવાના થશે
સુરતથી દિલ્હી જશે PM
First published:

Tags: BJP Guajrat, Gujarat Assembly Elections 2022, PM Modi પીએમ મોદી

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો