Home /News /ahmedabad /

PM Modi Gujarat Visit: પીએમ મોદી પાવાગઢ પહોંચ્યા; સદીઓ બાદ મંદિર પર ફરકશે ધજા

PM Modi Gujarat Visit: પીએમ મોદી પાવાગઢ પહોંચ્યા; સદીઓ બાદ મંદિર પર ફરકશે ધજા

પાવાગઢ મંદિર.

PM Modi Gujarat Visit : પીએમ મોદી 18મી તારીખે પાવાગઢ મંદિર (PM Modi Pavagadh) માં (Pavagadh Temple) દર્શન અને ધજા ચઢાવવાના છે. પાવાગઢના ઇતિહાસમાં આવતી કાલનો દિવસ હંમેશા યાદ રહેશે, કારણ કે સદીઓ બાદ પાવાગઢના માતાજીના મંદિરની ઉપર PM મોદીના હસ્તે ધજારોહણ કરવામાં આવશે

વધુ જુઓ ...
  ગાંધીનગર:  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)17 અને 18 એમ બે દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યા છે.  શનિવારે સવારે તેઓ માતાના આશીર્વાદ લઈને પાવાગઢ જવા માટે રવાના થયા હતા. શુક્રવારે સાંજે  પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પર પહોંચ્યા હતા. રાત્રે રાજભવન ખાતે રાત્રી રોકાણ કરીને તેઓ પાવાગઢ જવા રવાના થયા છે.

  વડાપ્રધાન મોદી (PM Modi) 17 અને 18મી તારીખે બે દિવસના ગુજરાતના પ્રવાસે (PM Modi Gujarat Visit) આવી ગયા છે. પીએમ મોદી આજે સાંજે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા, જ્યાં તેમનું ગુજરાત ભાજપા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે. જ્યારે આવતીકાલે એટલે 18મી તારીખે પાવાગઢ મંદિરમાં (Pavagadh Temple) દર્શન અને ધજા ચઢાવવાના છે. પાવાગઢના ઇતિહાસમાં આવતી કાલનો દિવસ હંમેશા યાદ રહેશે, કારણ કે સદીઓ બાદ પાવાગઢના માતાજીના મંદિરની ઉપર PM મોદીના હસ્તે ધજારોહણ કરવામાં આવશે.

  પીએમ મોદીનો ગુજરાત પ્રવાસનો કાર્યક્રમ

  PM Modi Gujarat Visit


  આપને જણાવીએ કે, પાવાગઢમાં 121 કરોડ રૂપિયાના ખર્ચે મંદિર પરિસરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. તથા મંદિરમાં શિખરનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. જોકે, શિખર ન હોવાના કારણે મંદિરની ઉપર ધજા પણ ચડાવી શકાતી ન હતી. મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, સદીઓ બાદ પાવાગઢના મંદિરમાં ફરીથી ધજા લહેરાશે. મંદિરની ઉપર બનાવવામાં આવેલા કોરિડોરમાં 2000 શ્રદ્ધાળુઓ આવી શકે તે રીતે નિર્માણ કરવામાં આવ્યું છે. આ સાથે જ મંદિર સુધી પહોંચવા માટેની સીડીઓને પણ પહોળી કરી દેવામાં આવી છે.

  પાવાગઢ મંદિર


  આ અંગે મંદિરના ટ્રસ્ટી અશોક પંડ્યાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 15મી સદીમાં સુલતાન મોહમ્મદ બેગડા દ્વારા પાવાગઢ પર વિજય મેળવ્યો ત્યારે મંદિરમાં તોડફોડના કારણે 'શિખર'ને ખૂબ જ નુકસાન થયું હતું. શિખરની ઉપર એક દરગાહ પણ બનાવી દીધી હતી. જેના કારણે ત્યાં ધ્વજા ફરકાવવી શકાય તેવી જગ્યા નહોતી. તેમણે વધુમાં કહ્યું કે ''દરગાહ પણ તે જ સમયે અસ્તિત્વમાં આવી હશે જ્યારે મુસ્લિમ આક્રાંતાઓએ અહીં હુમલો કરીને પાવાગઢને જીતી લીધું હતું. તેને સદનશાહ પીરની દરગાહ કહેવાય છે. આ દરગાહ વિશે અનેક જુદી જુદી કહાની ઘડી કાઢવામાં આવી છે. જોકે, મારી પાસે તેના વિશે કોઈ નક્કર માહિતી નથી

  આ પણ વાંચોપાકિસ્તાનઃ શાહબાઝ-ઈમરાન કરતાં પણ તેમની પત્નીઓ અમીર, જાણો કોની પાસે છે કેટલી સંપત્તિ

  નોંધનીય છે કે, નવનિર્મિત મહાકાળી મંદિરમાં ગર્ભગૃહ, કળશ અને ધજાદંડ સંપૂર્ણપણે સોનામાંથી બનાવવામાં આવ્યો છે. મંદિરની ઉપર 7.5 કરોડ રૂપિયાના ખર્ચે કળશ અને ધજા દંડની સ્થાપના કરવામાં આવી છે જેની ઉપર PM મોદીના હસ્તે ધજા ચડાવવામાં આવશે. પાવાગઢમાં માતાજીના મંદિરનું શિખર સદીઓથી ખંડિત હાલતમાં હતું અને હિન્દુ માન્યતાઓ અનુસાર ખંડિત શિખરની ઉપર ધજા ચડાવી શકાય નહીં. જોકે હવે નવા મંદિરમાં ખૂબ જ ભવ્ય શિખર તૈયાર કરવામાં આવ્યું છે. પાવાગઢમાં માતાજીના મંદિરની ઉપર જ એક દરગાહ આવી છે. જેના કારણે સદીઓથી ત્યાં શિખર બની શક્યું નહોતું. આ વિવાદ કોર્ટમાં પણ ગયો હતો, જોકે હવે વિવાદનો સુખદ અંત આવ્યો છે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Pm modi in gujarat, પીએમ મોદી, પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ

  આગામી સમાચાર