PM મોદી ફરી એકવાર આવી શકે છે ગુજરાતના પ્રવાસે

અગાઉ પીએમ મોદી 23 ઓગસ્ટે ગુજરાત પ્રવાસે આવ્યા હતા. તે સમયે મોદીએ વલસાડમાં બે પ્રોજેક્ટનું લોકાર્પણ અર્થ તેઓ વલસાડ ગયા હતા

News18 Gujarati
Updated: September 11, 2018, 7:44 PM IST
PM મોદી ફરી એકવાર આવી શકે છે ગુજરાતના પ્રવાસે
અગાઉ પીએમ મોદી 23 ઓગસ્ટે ગુજરાત પ્રવાસે આવ્યા હતા. તે સમયે મોદીએ વલસાડમાં બે પ્રોજેક્ટનું લોકાર્પણ અર્થ તેઓ વલસાડ ગયા હતા
News18 Gujarati
Updated: September 11, 2018, 7:44 PM IST
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાત પ્રવાસ આવશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. પ્રધાનમંત્રી આ પહેલા ઓગષ્ટ મહિનામાં જ ગુજરાત પ્રવાસે આવ્યા હતા, હવે તે ફરી ઓક્ટોબર મહિનામાં ગુજરાતની મુલાકાત લે તેવી પ્રબળ શક્યતા દર્શાવવામાં આવી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ઓક્ટેબર મહિનાના પ્રથમ સપ્તાહમાં દેશની પ્રખ્યાત દૂધ બ્રાંન્ડ અમુલની ચોકલેટ ફેક્ટરીનું ઉદ્ધાટન છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપે તેવી શક્યતા છે. હાલમાં સરકાર તરફથી રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ સરકારી કાર્યક્રમો ઘડાઈ રહ્યા છે. આ બધુ જોતા પીએમ મોદી અમુલના ઉદ્ધાટન સહિત અન્ય કાર્યક્રમમોમાં પોતાની હાજરી આવે તેવી શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ પીએમ મોદી 23 ઓગસ્ટે ગુજરાત પ્રવાસે આવ્યા હતા. તે સમયે મોદીએ વલસાડમાં બે પ્રોજેક્ટનું લોકાર્પણ અર્થ તેઓ વલસાડ ગયા હતા, ત્યારબાદ આવાસ યોજના હેઠળ ગરીબ લોકોને મકાનો લાભાર્થીઓને ફાવ્યા હતા. ધરમપુરમાં પણ પાણી પુરવઠા જૂથ યોજનાનું લોકાર્પણ પણ કર્યું હતું. આ સિવાય જૂનાગઢમાં મેડિકલ કોલેજનું ઊદ્ધાટન કર્યું હતું, ત્યારબાદ ગાંધીનગર ખાતે યોજાનાર પદવીદાન કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી. સાથે ફોરેન્સિક સાયન્સ યુનિ.ના પદવીદાન કાર્યક્રમમાં આપી હતી.

તમને જણાવી દઈએ કે, આગામી સમયમાં 2019ની લોકસભાની ચૂંટણી યોજાનાર છે. હાલમાં ગુજરાતમાં હાર્દિક પટેલ છેલ્લા 18 દિવસથી ઉપવાસ આંદોલન કરી રહ્યો છે. પાટીદારોની નારાજગી દુર કરવા અને ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર કબજો જણાવવા પીએમ મોદીની આગેવાનીમાં તખ્તો ઘડાઈ શકે છે.
First published: September 11, 2018
વધુ વાંચો
अगली ख़बर