દલિત મહિલા સાથે ગેંગરેપ બાદ નરાધમોએ તેણીના હાથ પગ કાપ્યા

Haresh Suthar | News18 Gujarati
Updated: April 24, 2017, 8:59 AM IST
દલિત મહિલા સાથે ગેંગરેપ બાદ નરાધમોએ તેણીના હાથ પગ કાપ્યા
ઉત્તરપ્રદેશના સત્તા પરિવર્તન થયા બાદ પણ જાણે કે અસામાજિક તત્વો, ગૂંડાઓ બેખોફ છે અને પોલીસ જાણે મજબુર જોવા મળી રહી છે. પીલીભીત જિલ્લાનો સામે આવેલો કિસ્સો રૂવાડા ઉભા કરી દેનારો છે. સાસરીમાંથી પિયર આવી રહેલી એક દલિત મહિલાને દબંગોએ બંધક બનાવી એની પર ગેંગ રેપ કર્યો અને બાદમાં નરાધમોએ એક હાથ અને એક પગ કાપીને એને રેલવે ટ્રેક પર ફેંકી દીધી
Haresh Suthar | News18 Gujarati
Updated: April 24, 2017, 8:59 AM IST
લખનૌ #ઉત્તરપ્રદેશના સત્તા પરિવર્તન થયા બાદ પણ જાણે કે અસામાજિક તત્વો, ગૂંડાઓ બેખોફ છે અને પોલીસ જાણે મજબુર જોવા મળી રહી છે. પીલીભીત જિલ્લાનો સામે આવેલો કિસ્સો રૂવાડા ઉભા કરી દેનારો છે. સાસરીમાંથી પિયર આવી રહેલી એક દલિત મહિલાને દબંગોએ બંધક બનાવી એની પર ગેંગ રેપ કર્યો અને બાદમાં નરાધમોએ એક હાથ અને એક પગ કાપીને એને રેલવે ટ્રેક પર ફેંકી દીધી

ચકચારી આ ઘટનાની વિગત એવી છે કે માઘોટાંડા વિસ્તારના મેનકોટથી આ પરિણીતા આવી રહી હતી ત્યારે કેટલાક શખ્સોએ તેણીનું અપહરણ કર્યું હતું. અપરહરણ બાદ તેણીને બંધક બનાવી સામુહિક દુષ્પ્રેરણ કરવામાં આવ્યું હતું. ગામ લોકોને આ ઘટનાની જાણ થતાં મહિલાને સારવાર માટે ખસેડવામાં આવી હતી.

જોકે અહીં નોંધનિય છે કે, આ ઘટનામાં પોલીસની કામગીરી પણ શંકાસ્પદ હોવાનું જાણવા મળી રહ્યું છે. મહિલાની સ્થિતિ ગંભીર હોવા છતાં શરૂઆતમાં ફરિયાદ માટે પણ આનાકાની થઇ હતી.
First published: April 24, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर