વાહનોનું પ્રદુષણ ઘટાડવા હાઇકોર્ટમાં PIL: CNG વાહનોને સબસિડી આપવા દાદ મગાઇ

News18 Gujarati
Updated: July 11, 2018, 8:03 PM IST
વાહનોનું પ્રદુષણ ઘટાડવા હાઇકોર્ટમાં PIL: CNG વાહનોને સબસિડી આપવા દાદ મગાઇ
News18 Gujarati
Updated: July 11, 2018, 8:03 PM IST
રાજ્યના વિવિધ શહેરોમાં સરકારી અને ખાનગી વાહનો દ્વારા વધી રહેલા પ્રદુષણ મામલે આજે બુધવારે ગુજરાત હાઇકોર્ટમાં પર્યાવરણ મિત્ર સંસ્થા દ્વારા એક જાહરે હિતની અરજી કરવામાં આવી છે.

આ જાહેર હિતની અરજીમાં રજુઆત કરાઇ છે કે, ગુજરાતના તમામ મોટા શહેરો જેવા કે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં વાહનોમાંથી નિકળતા ધૂમાડાને કારણે હવાનું પ્રદુષણ વધી રહ્યુ છે અને અમદાવાદનું પ્રદુષણ હવે દિલ્હીના પ્રદુષણના તોલે આવે છે.

આ મામલે પર્યાવરણ મિત્ર સાથે જોડાયેલા મહેશ પંડ્યાએ માર્ચ, 2018માં ગુજરાત સરકારના વાહન વ્યવહાર કમિશ્નર વગેરેને નોટિસ આપી વાહનોથી થતા પ્રદુષણ અટકાવવા જણાવેલ. જેમાં વાહન વ્યવહાર કમિશ્નરે જણાવેલ કે, રાજ્યમાં નોંધાયેલ 4, 21,094 ઓટો રિક્ષામાંથી 65 ટકા ઓટો રિક્ષા સી.એન.જી પર ચાલે છે. ઉપરાંત સરકાર 15 વર્ષ જુના કોમર્શિયલ વાહનોને ફરતા અટકાવવા માટે વિચારી રહી છે અને એપ્રિલ, 2017 પછી બી.એ. (4)ના નિયમો મુજબના વાહનોની જ નોંધણી થાય છે. સી.એન.જી પણ વાતાવરણને નુકશાન કારક છે અને ગુજરાતને ઇલેટ્રિસીટી આરામથી પ્રાપ્ય હોઇ સરકાર ઇલેટ્રિક વાહનો ઉપર વધારે આપી રહી છે.

અરજદારે જાહેર હિતની અરજીમાં રજુઆત કરી છે કે, સામાન્ય વ્યક્તિએ જો જૂનુ વાહન કાઢવું હોય તો તેને આર્થિક તકલીફ પડે. તેથી જૂનું વાહન ભંગાર કરતી વેળાએ વાહન માલિકને સરકારે નાણાકિય વળતર ચુકવવુ જોઇએ. જે વ્યક્તિ નવું સી.એન.જી વાહન ખરીદે તો તેને જી.એસ.ટી અને આર.ટી.ઓ ટેક્ષમાંથી માફી આપવી જોઇએ અને પોલીસે પી.યુ.સી અંગે ઉઘરાવેલ દંડ તથા આર.ટી.ઓએ પી.યુ.સી અંગે મેળવેલી રકમ અને ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડે વાયુ પ્રદુષણ અટકાવવાના બજેટમાંથી દરેક સી.એન.જી વાહન ખરીદનારને સબસીડી આપો. છકડા, સહિતના ડિઝલના વાહનો, ઓટોરિક્ષા, બી.આર.ટી.એસ, બસો ફક્ત સી.એન.જી ઉપર ચાલવી જોઇએ અને 15 વર્ષ જુના પેટ્રોલ અને 10 વર્ષ જુના ડિઝલ વાહનો બંધ કરવા જોઇએ. તથા આખા રાજ્યમાં સી.એન.જીના ગેસ સ્ટેશન વધુમાં વધુ ખુલે તેવા પ્રયત્નો કરવા જોઇએ.

આ જાહેર હિતની અરજી સંદર્ભે ગુજરાત હાઇકોર્ટે વાહન વ્યવહાર કમિશ્નર, ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ સહિતનાઓને નોટિસ ઇશ્યુ કરી છે અને વધુ સુનાવણી 12 સપ્ટેમ્બર, 2018ના રોજ રાખી છે.
First published: July 11, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...