Home /News /ahmedabad /Ahmedabad News: કસરત કરાવતા કરાવતા રંગીન મિજાજી ડોક્ટરે યુવતી સાથે કર્યું ગંદુ કામ, છાતી પર હાથ નાખી બાદમાં...

Ahmedabad News: કસરત કરાવતા કરાવતા રંગીન મિજાજી ડોક્ટરે યુવતી સાથે કર્યું ગંદુ કામ, છાતી પર હાથ નાખી બાદમાં...

ચાંદખેડા પોલીસ સ્ટેશન

છેલ્લા એક મહિનાથી આ યુવતીના કમરના ભાગે ગાદી ખસી ગઈ હતી તેમજ મણકો પણ ખસી ગયો હતો. જેની સારવાર છેલ્લા 20 દિવસથી ચાંદખેડા ખાતે આઈ.ઓ.સી રોડ ઉપર આવેલા સ્નેહ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ડોક્ટર ધ્રુમિલ ફિઝીયોથેરાપી સેન્ટરમાં ચાલે છે.

અમદાવાદ: શહેરમાં રહેતી એક યુવતીને કમરમાં દુખાવો હોવાથી તે ફિઝિયોથેરાપી ડોક્ટર પાસે સારવાર માટે જતી હતી. આ યુવતી ગઈકાલે પણ આ જ રીતે સારવાર અને કસરત કરાવવા માટે ગઈ હતી. તે દરમિયાન એકલતાનો લાભ લઈ રંગીન મિજાજી ડોક્ટરે આ યુવતીને છાતીના ભાગે તથા અન્ય જગ્યાએ શારીરિક અડપલાં શરૂ કર્યા હતા. યુવતી ગભરાઈ જતા તેણે ડોક્ટરને ધક્કો મારી છૂટવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ કમરમાં દુખાવો હોવાથી તે છૂટી શકી નહોતી. પરંતુ બાદમાં ડોક્ટરે માફી માગી કોઈ કાર્યવાહી ન કરવાનું કહેતા યુવતીએ તેના પતિને જાણ કરી પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ચાંદખેડામાં રહેતી 25 વર્ષીય યુવતી એક બેંકમાં જુનિયર ઓફિસર તરીકે નોકરી કરે છે. તેના લગ્ન શાહીબાગ ખાતે રહેતા એક યુવક સાથે થયા હતા. છેલ્લા એક મહિનાથી આ યુવતીના કમરના ભાગે ગાદી ખસી ગઈ હતી તેમજ મણકો પણ ખસી ગયો હતો. જેની સારવાર છેલ્લા 20 દિવસથી ચાંદખેડા ખાતે આઈ.ઓ.સી રોડ ઉપર આવેલા સ્નેહ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ડોક્ટર ધ્રુમિલ ફિઝીયોથેરાપી સેન્ટરમાં ચાલે છે. જ્યાં ડોક્ટર તેને કસરત પણ કરાવે છે.

ગઈકાલે આ યુવતી નોકરી એથી ડોક્ટર ધ્રુમિલ ફિઝિયોથેરાપી સેન્ટરમાં સારવાર માટે ગઈ હતી. જ્યાં ડોક્ટર ધ્રુમિલે રૂટીન પ્રમાણે સારવાર આપી હતી. બાદમાં ડોક્ટર આ યુવતીને કસરત કરાવતા હતા. તે દરમિયાન એકલતાનો લાભ લઇ યુવતીની છાતીના ભાગે અડપલા કર્યા હતા. યુવતીએ તેને ધક્કો મારવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેને કમરમાં દુખાવો થતો હોવાથી ધક્કો મારી શકી નહોતી.

આ પણ વાંચો:  અમદાવાદ: કોન્સ્ટેબલ પરિણીતાએ કર્યો આપઘાત

જેથી યુવતીએ ડોક્ટરને શું કરો છો તેમ કહેતા તેઓએ મારે કિસ કરવી છે કિસ કરવા દે કંઈ થશે નહીં તેમ કહેતા યુવતીએ હું મેરીડ છું તેમ જણાવવા છતાં પણ ડોક્ટર માન્યો નહોતો. જેથી યુવતી બહાર નીકળવા જતા ડોક્ટરને ધક્કો મારી ભાગી ગઈ હતી.

આ પણ વાંચો: અમદાવાદમાં વિશ્વનું સૌથી મોટું રક્તદાન અભિયાન યોજાયું

બાદમાં ડોક્ટરે મારી ભૂલ થઈ ગઈ તમારું જે કામ હશે તે હું કરી આપીશ મારા વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન કરતા એવું કહેતા યુવતીએ તેના પતિને હકીકત જણાવી ક્લિનિક ઉપર બોલાવ્યો હતો. બાદમાં યુવતીએ આ અંગે પોલીસને જાણ કરતા પોલીસે આરોપી ડોકટર સામે ગુનો નોંધી  તપાસ શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: અમદાવાદ, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन