Home /News /ahmedabad /

Ahmedabad: હું કહું તેમ નહિ કરે તો તારા ફોટો વાયરલ કરી દઈશ, ધમકી આપી મહિલા સાથે દુષ્કર્મ

Ahmedabad: હું કહું તેમ નહિ કરે તો તારા ફોટો વાયરલ કરી દઈશ, ધમકી આપી મહિલા સાથે દુષ્કર્મ

પ્રતિકાત્મક તસવીર

Ahmedabad Crime News: આરોપી સાથે મોબાઈલ (mobile) પર શરૂ થયેલ વાતચીત અને વીડિયો કોલ (video call) બાદ આરોપી એ મહિલાને કેફી પીણું પીવડાવી તેના બીભત્સ  ફોટા મેળવી લીધા.

અમદાવાદઃ ભાડે આપેલ દુકાનનું ભાડું લેવા જતા મહિલાને (woman) થયેલ નરાધમની મુલાકાત ભારે પડી છે. આરોપી સાથે મોબાઈલ (mobile) પર શરૂ થયેલ વાતચીત અને વીડિયો કોલ (video call) બાદ આરોપી એ મહિલાને કેફી પીણું પીવડાવી તેના બીભત્સ  ફોટા મેળવી લીધા. અને આ ફોટો વાયરલ (photo viral) કરવાની ધમકી આપી મહિલા સાથે જબરજસ્તીથી શારીરિક સંબંધ (relation) બાંધ્યો. બાદમાં આરોપીએ મહિલા સાથે લગ્ન (Marriage) કરવા માટે દબાણ કર્યું જો કે મહિલાએ ઇન્કાર કરી દેતા આરોપીએ તેના ફોટા અને વીડિયો વાયરલ કર્યા હતા.

શહેરના રામોલ વિસ્તારમાં રહેતી એક મહિલાએ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે કે તેની ઓળખાણ ભાડુઆત દુકાનદારના મામા સાથે થઈ હતી. કે બાદમાં બંને વચ્ચે વાતચીત અને વિડીયો કોલ પણ  કરતા હતા. જો કે એક દિવસ જ્યારે આરોપી નો જન્મદિવસ હતો અને તે સમયે મહિલા તેના મકાનના ઓટલા પર બેઠી હતી.

ત્યારે આરોપીએ તેને સોડા પીવડાવી હતી. થોડા સમય બાદ મહિલાને ઘેન ચડ્યું હોય તેવું લાગતા તે પોતાના મકાનમાં જતી રહી હતી. જોકે ત્યારબાદ આરોપીએ મહિલાને વિડીયો કોલ કરી તેના કહેવા મુજબ કરતા આરોપીએ સ્ક્રીનશોટ લઈ લીધા હતા.

આ પણ વાંચોઃ-AHEMDABAD: ANM નર્સિંગ કોર્સ શું છે કોર્સ કરવા તેની પ્રવેશ પ્રક્રિયા શું છે જાણો અહિયા

ચારેક દિવસ બાદ જ્યારે આરોપી નો ફોન મહિલાના હાથ માં આવતા તે ગેલેરીમાં ફોટા જોતી હતી. જોકે આ સમયે આરોપી અચાનક જ મહિલાના હાથમાંથી મોબાઇલ લઇ લીધો હતો. પરંતુ આરોપીના મોબાઇલ માં મહિલાને બિભત્સ ફોટા હોવાનું જાણવા મળ્યું હતું જોકે આ બાબતે તેને આરોપી સાથે વાતચીત કરતા તેને કહ્યું હતું કે આ ફોટા તેની પત્નીના છે, અને મહિલા ના ફોટા તેણે ડીલીટ કરી દીધા છે.

આ પણ વાંચોઃ-Rathyatra 2022 : અમદાવાદમાં રથયાત્રાની સુરક્ષા માટે કેવો રહેશે પોલીસ બંદોબસ્ત, જુઓ તમામ વ્યવસ્થા

જોકે બે ત્રણ દિવસ બાદ આરોપી એ મહિલાને whatsapp પર તેના પછી ફોટો મોકલ્યા હતા અને હું કહું તેમ નહિ કરે તો તારા ફોટો વાયરલ કરી દઈશ એવી ધમકી આપી જબરજસ્તી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. બાદમાં આરોપી એ મહિલાને તેની સાથે લગ્ન કરવા માટે દબાણ કરતો હતો.

જો કે મહિલાએ લગ્ન કરવાની ના પાડતાં મહિલાના બીભત્સ ફોટો અને વિડીયો કોલ રેકોર્ડિંગ તેની દીકરી તેમજ સગા સંબંધીઓને મોકલી આપી બદનામ કરતો હતો. જે અંગેની જાણ મહિલાએ પોલીસને કરતા પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarati news

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन