Home /News /ahmedabad /Petrol-Diesel Shortage: ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની અછત સર્જાશે! ઊર્જા અને પેટ્રોકેમિકલ મંત્રીએ કરી સ્પષ્ટતા

Petrol-Diesel Shortage: ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની અછત સર્જાશે! ઊર્જા અને પેટ્રોકેમિકલ મંત્રીએ કરી સ્પષ્ટતા

શનિવારની રાત્રે સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થયો હતો કે રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનો પુરવઠો ઓછો છે.

શનિવારની રાત્રે સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થયો હતો કે રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનો પુરવઠો ઓછો છે. જેના પગલે અમદાવાદ અને મહિસાગર સહિતના કેટલાક જિલ્લાઓમાં પેટ્રોલ ભરાવવા માટે વાહનચાલકોની પડાપડી થઇ હતી. જોકે હવે આ મામલે રાજ્યના ઊર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી મુકેશ પટેલે પોતે સ્પષ્ટતા કરી છે કે તે મેસેજ ખોટો હતો અને આ પ્રકારના મેસેજથી જનતાએ ભરમાવવું નહીં.

વધુ જુઓ ...
ગુજરાત (Gujarat)માં પેટ્રોલ અને ડીઝલની અછત (Shortage of petrol and diesel) સર્જાઇ હોવાના બોર્ડ મારી દેવામાં આવ્યા છે ગત રાત્રિથી અમદાવાદ (Ahmedabad)ના કેટલાક પેટ્રોલ પમ્પ (Petrol Pupm) માલિકોએ બંધ રાખતા અને સોશિયલ મીડિયામાં કેટલાક મેસેજ વાયરલ (Viral News) થયા બાદથી પેટ્રોલ ન મળવાની દહેશતને લઇ પેટ્રોલ પમ્પો પર વાહનોની લાઈનો જોવા મળી હતી. આ દરમિયાન ગત રાત્રિથી લોકો પેટ્રોલ પમ્પ પર લાંબી કતારોમાં ઉભા રહી પોતાના વાહનોમાં પેટ્રેલ ભરાવી રહ્યા છે ત્યારે રાજ્યના ઊર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી મુકેશ પટેલે આ વિશે સ્પષ્ટતા કરી છે.

રાજ્યના ઊર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી મુકેશ પટેલે ગુજરાતની જનતાને અપીલ કરી છે કે, પેટ્રોલ અને ડિઝલનો જથ્થો રાજ્યમાં ખુટી પડ્યો છે તેવા વાયરલ મેસેજ પર વિશ્વાસ ન કરવો તે માત્ર કોરી અફવાહ છે. રાજ્યમાં પેટ્રોલનો પુરવઠો પૂરતા પ્રમાણમાં છે અને નાગરિકોએ કોઇ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી.



નોંધનિય છે કે, શનિવારની રાત્રે સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થયો હતો કે રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનો પુરવઠો ઓછો છે. જેના પગલે અમદાવાદ અને મહિસાગર સહિતના કેટલાક જિલ્લાઓમાં પેટ્રોલ ભરાવવા માટે વાહનચાલકોની પડાપડી થઇ હતી. જોકે હવે આ મામલે રાજ્યના ઊર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી મુકેશ પટેલે પોતે સ્પષ્ટતા કરી છે કે તે મેસેજ ખોટો હતો અને આ પ્રકારના મેસેજથી જનતાએ ભરમાવવું નહીં.

આ પણ વાંચો- આતંકી ધમકી બાદ ગુજરાતની સરહદો પર એલર્ટ, અંબાજી મંદિરની સુરક્ષા સડબેસલાખ કરાઇ

તમને જણાવી દઇએ કે, મહિસાગર જિલ્લાના લુણાવાડામાં કેટલાક પેટ્રોલ પંપો પર ડીઝલ ના હોવાના બોર્ડ લાગ્યા હતા. સાથે જ અમદાવાદમાં પણ એકાદ પેટ્રોલ પમ્પ બંધ રહેતા લોકોએ આ વાયરલ મેસેજ પર વિશ્વાસ કરી પેટ્રોલ પમ્પ પર દોડી ગયા હતા. આજે વહેલી સવારે પણ પેટ્રોલ પંપ ઉપર લાઈનોમાં ઊભા રહી લોકો પેટ્રોલ ભરાવી રહ્યા હતા.
First published:

Tags: Ahmedabad news, Gujarati news, Petrol Diese price, Viral news