Home /News /ahmedabad /અમદાવાદ : બંગાળની હિંસાના બેનર કરતા મોઘવારીના બેનર લઇને ઉભા રહો, પેટ્રોલ ડીઝલના ભાવ વધતા લોકો અકળાયા

અમદાવાદ : બંગાળની હિંસાના બેનર કરતા મોઘવારીના બેનર લઇને ઉભા રહો, પેટ્રોલ ડીઝલના ભાવ વધતા લોકો અકળાયા

પેટ્રોલ ડીઝલના ભાવ વધતા લોકો અકળાયા

બુધવાર બાદ ગુરુવારે પણ પેટ્રોલ-ડીઝલના ભાવોમાં વધારો થયો

અમદાવાદ : પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો આવતા જ ફરીથી પેટ્રોલ-ડીઝલના ભાવ વધવા લાગ્યા છે. બુધવાર બાદ ગુરુવારે પણ પેટ્રોલ-ડીઝલના ભાવોમાં વધારો થયો છે. આજે અમદાવાદમાં પેટ્રોલના ભાવ 87.96 અને ડીઝલના ભાવ 87.53 થયા છે. આપને જણાવી દઈએ કે નવી કિંમતે રોજ સવારે 6 વાગે જાહેર કરવામાં આવે છે. પેટ્રોલ, ડીઝલ (Petrol Diesel Price)ના વધતા ભાવોએ ફરી એકવાર સામાન્ય માણસની મુશ્કેલીમાં વધારો કર્યો છે. સરકારી તેલ કંપનીઓએ આજે ​​સતત ત્રીજા દિવસે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કર્યો છે.

18 દિવસ બાદ સતત ત્રણ દિવસથી ભાવ વધારો

આજે પેટ્રોલ 87.96 અને ડિઝલ 87.53 રૂપિયામાં વેચાણ થતાં અમદાવાદીઓ પરેશાન બન્યા હતા. ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા અમદાવાદીઓએ જણાવ્યું કે હાલ કોરોના મહામારીમાં દરેક વસ્તુઓના ભાવ વધી ગયા છે એમાં બેરોજગારી પણ થઈ રહી છે. ગયા વર્ષે ઓગસ્ટ બાદ વેપાર-ધંધા ફરી ધમધમતા થતા એક આશા જાગી હતી કે બધું પહેલા જેવું થઈ જશે પણ આ તો સ્થતિ વધારે ખરાબ થઈ ગઈ છે. જેના માટે જવાબદાર મેચ અને રાજકીય રેલીઓ છે. બંગાળની હિંસાને લઇને ભાજપના નેતાઓ હાથમાં બેનર લઈને ઉભેલા જોવા મળે છે. જે મૂર્ખતાનું પ્રદર્શન કરે છે. અહી લોકો મરે છે, બેડ નથી, ઓક્સિજન નથી અને બંગાળની હિંસાને લઇને ગુજરાતમાં લોકજુવાળ ઊભો કરવાનો પ્રયત્ન કરે છે.

આ પણ વાંચો - વલસાડ : વિદેશી દારૂની હેરાફેરી કરતો પોલીસકર્મી ઝડપાયો, શક ના થાય તે માટે પત્ની અને બાળકને સાથે રાખતો

દરરોજ કિંમતો બદલાય છે

દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. નવા દર સવારે 6 વાગ્યાથી લાગુ થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. વિદેશી વિનિમય દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ બદલાય છે.
" isDesktop="true" id="1094087" >

કેવી રીતે જાણશો પેટ્રોલ-ડીઝલના ભાવ

તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે પોતાના મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે પોતાના મોબાઈલમાં RSP અને પોતાના શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો, તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો RSP નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટથી જાણી શકો છો.
First published:

Tags: Diesel Price, Petrol price, Petrol-and-diesel-price, અમદાવાદ