વયનિવૃતી બાદ પણ 10 વર્ષથી FSLનું ડીરેક્ટરે પદ ન છોડતા HCમાં પીટીશન

News18 Gujarati
Updated: July 18, 2019, 9:33 PM IST
વયનિવૃતી બાદ પણ 10 વર્ષથી FSLનું ડીરેક્ટરે પદ ન છોડતા HCમાં પીટીશન
ડીરેક્ટર જે એમ વ્યાસને પદ પરથી હટાવી તેમને ચુકવાયેલા 30 લાખ જેટલી માતબર પગારની રકમની રીકવરી કરવામાં આવે તેવી અરજદારની હાઈકોર્ટમાં માંગ

ડીરેક્ટર જે એમ વ્યાસને પદ પરથી હટાવી તેમને ચુકવાયેલા 30 લાખ જેટલી માતબર પગારની રકમની રીકવરી કરવામાં આવે તેવી અરજદારની હાઈકોર્ટમાં માંગ

  • Share this:
હાઈકોર્ટમાં આર્ટીકલ 226 હેઠળ વયનિવૃતી બાદ પણ નોકરી પર સીનીયર અધીકારીઓ 10 વર્ષથી ચાલુ રહેતા હોવાની બાબતને હાઈકોર્ટમાં પડકારવામાં આવી છે. હાઈકોર્ટમાં આ અનુસંધાને થયેલી અરજીમાં એવી દાદ છે કે, એફએસએલના ડીરેક્ટર ડો. જે એમ વ્યાસને તેમની નિવૃતીના 10 વર્ષ બાદ પણ નોકરી પર ચાલુ રાખવામા આવ્યા છે. જ્યારે નિયમ મુજબ 58 વર્ષે વ્યક્તી નિવૃત થાય ત્યારબાદ વધુમાં 4 વર્ષનુ જ એક્સટેનશન આપી શકાય છે, અને તેમને રાજ્ય સરકારે 30 નવેમ્બર 2009ના રોજ તેમને વયનિવૃત કર્યા છે. ત્યારે અરજદારે હાઈકોર્ટમાં રજુઆત કરી છે કે, તેઓને હવે એ પદ સંભાળવાનો કોઈ અધીકાર જ નથી અને તે ગેરકાનુની છે અને એટલા માટે તેને હાઈકોર્ટ માં ચેલેંજ કરવામાં આવ્યુ છે.

હાઈકોર્ટે આ બાબતે અરજદારની રજુઆતને ગ્રાહ્ય રાખતા રાજ્ય સરકારના ગૃહ વિભાગને નોટીસ પાઠવી જવાબ માંગ્યો છે. આ કેસમાં હવે સુનવાણી 1લી ઓગષ્ટના રોજ હાથ ધરાશે.

આ કેસના અરજદાર સંદીપ મુંજ્યાસરાએ જણાવ્યુ હતુ કે, કોર્ટે મારી રજુઆતને ધ્યાને લઈ રાજ્ય સરકારના ગૃહ વિભાગને નોટીસ પાઠવી છે અને વધુ સુનાવણી 1લી ઓગષ્ટના રોજ રાખવામા આવી છે. જેમાં ચેલેન્જ કરી છે કે ડો. જે એમ વ્યાસ કોઈ ઓથોરીટી નથી તેમ છતા ડીરેક્ટરનુ પદ સંભાળી રહ્યા છે. નિવૃતી બાદ એકસ્ટેનસનની પણ પ્ર્ક્રીયા હોય છે, જે આમના કેસમાં ફોલો નથી કરવામા આવી, અને મનઘડત પીતે પદ પર ચાલુ રાખવામા આવ્યા છે અને દર મહીને 25 હજારની સેલેરી તેઓ ડીરેક્ટર તરીકે લે છે. આજ સુધીમાં આ રીતે 30 લાખ સુધીની રકમ તેમને મેળવી છે તેને રીકવર કરવામા આવે, અને તેમને તેમના પદ પરથી હટાવવામાં આવે અને યોગ્ય વ્યક્તીની નિમુણક કરવામા આવે. જેથી બેરોજગાર યુવાનોને પણ નોકરીની તક મળી રહે

શુ કહે છે કાયદો
આવા કેસમાં જો કાયદાકીય ધારાધોરણ જોવા જઈએ તો, કાયદો કોઈ પણ સરકારી અધીકારી 58 વર્ષે નિવૃત થાય ત્યારબાદ વધુમાં વધુ 4 વર્ષ સુધી જ એક્સટેનશન મેળવી શકે છે. ત્યારબાદ તે એકસ્ટેનશન મેળવવાને પણ હકદાર રહેતો નથી. જ્યારે આ કેસમાં એફએસએલના ડીરેક્ટર જેવા ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવતા નિવૃત અધીકારી ડો. જે એમ વ્યાસ નિવૃતી બાદ પણ 10 વર્ષથી એફએસએલના ડીરેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે અને પગાર પણ મેળવી રહ્યા છે.
First published: July 18, 2019
વધુ વાંચો
अगली ख़बर