Home /News /ahmedabad /

અમદાવાદ: જંતુનાશક દવાના ઓનલાઈન વેચાણનો વિરોધ:  વેપારીઓ આંદોલનના માર્ગે

અમદાવાદ: જંતુનાશક દવાના ઓનલાઈન વેચાણનો વિરોધ:  વેપારીઓ આંદોલનના માર્ગે

વેપારીઓની માંગ છે કે, જંતુનાશક દવાના ઓનલાઇન વેચાણ પર પ્રતબંધ મૂકવામાં આવે.

Gujarat latest news: ડિગ્રી વગરના લોકો પણ જંતુનાશક દવાનું વેચાણ કરી રહ્યા છે. વેપારીઓની માંગ છે કે, જંતુનાશક દવાના ઓનલાઇન વેચાણ પર પ્રતબંધ મૂકવામાં આવે. ઓનલાઇન વેચાણ બંધ નહિ થાય તો સરકારને ગાંધી ચિંધ્યા માર્ગે રજૂઆત કરવામાં આવશે.

વધુ જુઓ ...
અમદાવાદ : જંતુનાશક દવા, ખાતર, બિયારણનું ઓલ ઓવર ઇન્ડિયામાં 40 હજાર કરોડનો બિઝનેસ છે. ત્યારે આ બિઝનેસ પર હવે ઓનલાઈન વેચાણ (Online Business) કરતા વેપારીઓએ તરાપ મારી છે. જંતુનાશક દવા, ખાતર, બિયારણના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓએ ઓનલાઈન જંતુનાશક દવાના વેચાણ સામે વિરોધ નોંધાવ્યો છે. નારોલ નજીક નિષ્કલંક ધામના હોલમાં 600થી વધુ વેપારીઓએ બેઠક યોજી જંતુનાશક દવાના ઓનલાઇન વેચાણ સામે વેપારીઓનો વિરોધ નોંધાવ્યો.

જંતુ નાશક દવાનુ ઓનલાઇન વેચાણ બંધ નહિ થાય તો સરકારને ગાંધી ચિંધ્યા માર્ગે રજૂઆત કરવાની રણનીતિ ઘડવામાં આવી છે. જંતુનાશક દવાના ઓનલાઇન વેચાણ સામે વેપારીઓ હવે આક્રમક મૂડમાં જણાઈ રહ્યા છે. એગ્રો ઇનપુટ વેલ્ફર એસોસિએશન સાથે સંકળાયેલ વેપારીઓએ આ મુદ્દે વિરોધ નોંધાવ્યો છે. જે માટે 600 થી વધુ વેપારીઓએ બેઠક કરી વિરોધની રણનીતિ ઘડી કાઢી છે.

ગુજરાત એગ્રો એસોસિએશનણ પ્રમુખ પ્રવિણ પટેલનું કહેવું છે કે, ગુજરાતમાં દવા, ખાતર અને બિયારણનો સૌથી મોટો બિઝનેસ છે. આ ઓનલાઈન વેચાણની પ્રક્રિયા શરૂ કરી તે ટેક્નિકલ રીતે પણ ખોટી છે. ઓનલાઈન વેચાણથી ખેડૂતોને મળતું માર્ગદર્શન મળતું નથી. માર્ગદર્શનના અભાવે પાકને અસર થાય છે. ઓનલાઈન વેચાણ કરવા વાળા કોઈ જવાબદારી લેતા નથી.

આ પણ વાંચો: Video: સુરત પોલીસની દાદાગીરી સીસીટીવી ફૂટેજમાં કેદ!

ડિગ્રી વગરના લોકો પણ જંતુનાશક દવાનું વેચાણ કરી રહ્યા છે. વેપારીઓની માંગ છે કે, જંતુનાશક દવાના ઓનલાઇન વેચાણ પર પ્રતબંધ મૂકવામાં આવે. ઓનલાઇન વેચાણ બંધ નહિ થાય તો સરકારને ગાંધી ચિંધ્યા માર્ગે રજૂઆત કરવામાં આવશે. આખા દેશમાં ઓલ ઇન્ડિયા ઇનપુટ વેલફેરના 7 લાખ મેમ્બર છે.

જો 7 લાખ મેમ્બર ને ત્યાં 10 જણા પણ નોકરી કરતા હોય તો ઑનલાઇન બિઝનેસ થી 70 લોકો ની રોજગારી પર અસર થાય તેમ છે. તો એસોસિએશનના સેક્રેટરી અરવિંદ ભાઈ પટેલએ જણાવ્યું કે જંતુ નાશક દવાનુ ઓનલાઇન વેચાણ બંધ નહિ થાય તો સરકારને ગાંધી ચિંધ્યા માર્ગે રજૂઆત કરવામાં આવશે.
સંજય ટાંક
Published by:Kaushal Pancholi
First published:

Tags: અમદાવાદ, ગુજરાત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन