Home /News /ahmedabad /ગુજરાતની જનતાને પણ ફ્રી વીજળી મેળવવાનો હક્ક: આમ આદમી પાર્ટી

ગુજરાતની જનતાને પણ ફ્રી વીજળી મેળવવાનો હક્ક: આમ આદમી પાર્ટી

આમ આદમી પાર્ટી

Gujarat Aam Aadmi Party: આગામી દિવસોમાં ગુજરાતની જનતાને વીજળી આંદોલન સાથે જોડાવાનું આહવાન આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ કર્યું છે.

અમદાવાદ: વિધાનસભાની ચૂંટણી (Gujarat Election 2022) નજીક આવી રહી છે ત્યારે ગુજરાતને સ્પર્શતા મુદ્દાઓ સાથે આવજ બુલંદ કરવાનો પ્રયાસ આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)એ આરંભી દીધો છે. ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી આગામી દિવસોમાં રાજ્યમાં જોરશોરથી ફ્રી વીજળી (Free electricity) આંદોલન શરૂ કરશે. દિલ્હીની જનતાને પાંચ વર્ષ સુધી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ફ્રી વીજળી આપી શકતા હોય તો ગુજરાતની જનતાને પણ ફ્રી વીજળી મેળવવાનો હક્ક છે, તેવી માંગણી સાથે વીજળી આંદોલન શરૂ થશે.

વીજળી આંદોલનમાં જોડાવા આહવાન


આગામી દિવસોમાં ગુજરાતની જનતાને વીજળી આંદોલન સાથે જોડાવાનું આહવાન આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ કર્યું છે. પત્રકાર પરિષદને સંબોધતા આપ ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે, ગુજરાતની જનતાને દિલ્હીની સરકાર અરવિંદ કેજરીવાલ પાસે ઘણી આશા અપેક્ષા છે. પાછલા દિવસોમાં આપ પાર્ટીએ ઉઠાવેલો શિક્ષણનો મુદ્દો ખૂબ અસરકારક નીવડ્યો. જેના કારણે ગુજરાત સરકારએ શિક્ષણ વ્યવસ્થામાં ઘણા ફેરફાર કરવા પડ્યા. એટલે સુધી કે તમામ રાજ્યોના શિક્ષણ મંત્રીઓની કોન્ફરન્સ ગુજરાતમાં યોજવી પડી. હવે આપ પાર્ટી ગુજરાતમા વીજળીનો મુદ્દો ઉઠાવશે.


મહાજનસંપર્ક અભિયાન


ગોપાલ ઇટાલિયાએ વધુમાં જણાવ્યુ હતુ કે, આગામી 15 તારીખે અલગ અલગ જિલ્લાઓમાં આવેદનપત્ર આપવામાં આવશે. 16 જૂનથી 24 જૂન સુધી મહાજનસંપર્ક અભિયાન હાથ ધરાશે. જેમાં આપના નેતાઓ કાર્યકરો રેલી, પદયાત્રા યોજાશે. આ ઉપરાંત એક માંગણી પત્રક તૈયાર કરવામાં આવ્યું છે. માંગણી પત્રક મારફત ગુજરાતની જનતાનો અભિપ્રાય મેળવીશું. તમામ ગુજરાતની જનતાને આહવાન છે કે મોંઘી વીજળીના બંધનથી મુક્તિ મેળવવા આપના અભિયાન સાથે જોડાય. અમે લોકોને સમજાવવા માંગીએ છીએ કે દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ  કેજરીવાલ 5 વર્ષ સુધી ફ્રી વીજળી આપી શક્તા હોય તો ગુજરાતમાં 27 વર્ષથી જનતાને ફ્રી વીજળી કેમ નથી મળતી?
" isDesktop="true" id="1217867" >

મહત્વનું છે કે આમ આદમી પાર્ટી તરફથી ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે અલગ અલગ મુદ્દાઓ પર આંદોલનની રણનીતિ ઘડી કાઢવામાં આવી છે. હવે અગામી દિવસોમાં સરકારને ઘેરવા આપ પાર્ટી ઉગ્ર આંદોલન કરે તો નવાઈ નહીં. તાજેતરમાં જ આમ આદમી પાર્ટીએ નવા સંગઠનની જાહેરાત કરી છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Election 2022, Gopal Italia, આપ, ગુજરાત, ગુજરાત ચૂંટણી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन