ટ્રાફિક નિયમોનાં પાલન અંગે સોશિયલ મીડિયામાં લોકોની આવી પોસ્ટથી તમે પણ હસી પડશો

લોકો ટ્રાફિક દંડ (Traffic Fines) અને ટ્રાફિકનાં નિયમોની (Traffic Rules) સોશિયલ મીડિયામાં (Social Media) મઝા પણ લઇ રહ્યાં છે.

News18 Gujarati
Updated: September 16, 2019, 10:57 AM IST
ટ્રાફિક નિયમોનાં પાલન અંગે સોશિયલ મીડિયામાં લોકોની આવી પોસ્ટથી તમે પણ હસી પડશો
ટ્વિટમાંથી લીધેલી તસવીર
News18 Gujarati
Updated: September 16, 2019, 10:57 AM IST
ન્યૂઝ18 ગુજરાતી : કેન્દ્ર સરકારના મોટર વાહન વ્હીકલ એક્ટનો ગુજરાતમાં 16 સપ્ટેમ્બર એટલે કે આજથી અમલ શરૂ થઈ જશે. નવા નિયમો પ્રમાણે ચાલુ વાહને મોબાઈલ પર વાત કરતા પકડાય તો 1000 હજાર રૂપિયા દંડ થશે. તેમ નવા સુધારા પ્રમાણે હેલ્મેટ વગર પહેલી વખત 500 રૂપિયા અને બીજી વખત પકડાય તો 1000 રૂપિયા કરવામાં આવશે. જોકે હજુ લોકો આ અંગે ઘણી જ મુંઝવણ છે પરંતુ તે ઉપરાંત લોકો આની સોશિયલ મીડિયામાં મઝા પણ લઇ રહ્યાં છે. આપણે પણ તેની પર થોડી નજર નાંખીને મઝા માણી લઇએ.

હવેની ગુજરાતી ફિલ્મો-
-પ્રીત પીયુ ને પીયુસી.

-હેલમેટ વિના સૂનો ભરથાર.
-પહેરું તો પહેરું તારી હેલ્મેટ.
-પંચનાથનું પીયુસી ને હસનવાડીની હેલ્મેટ.
Loading...

-મેમા વેરાણાં ચોકમાં
-વીર મેમાવાળો.-‘પતિ પત્ની સાથે બાળક હોય તો ત્રણ સવારી ગણાય, બહાર જતી વખતે બાળકને ભાજપ કાર્યાલયે જમા કરી આવવું’

-ટોલટેક્સનો ત્રાસ, પીયુસીની પરવાનગી, રોડની રમખાણ, સિગ્નલ અને ગતિ મર્યાદાની મોકાણમાંથી મુક્તિ માટે માત્ર એક જ ઉપાય. ગાડી છોડો અને ગાડુ પકડો. અન્ય એક ટ્વિટમાં લખ્યું કે, હર હર મેમો, ઘરે ઘરે મેમો’. વિપક્ષ નેતાએ બળદ ગાડું પણ ચલાવ્યું હતું.

આ પણ વાંચો : આજથી ટ્રાફિક નિયમનો કડક અમલ થશે, કેટલો દંડ ભરવો પડશે?-સુરેન્દ્રનગરના એક ભગતનો મેમો ફાટયો. પાવતી લઈ ગાંધીનગર ભાજપ કાર્યાલય કમલમ્ ગયા, સાબ સાબ અમે તો ભાજપને મત આલ્યો છે, કાંઈક ઓછું કરી આપો. સાબ : ઘરે જઈને સૂઈ જાવ. અમને ઈવીએમ સિવાય કોઈએ મત નહીં આલ્યા. ખતરનાક બેઇજ્જતી – કાળો કાયદો.

 -હેલ્મેટના નામે વસૂલી જ મુખ્ય આશય છે, જો સરકારને તમારી ચિંતા હોત તો દંડની રસીદ આપવાને બદલે હેલ્મેટ આપી શકતી હતી.

First published: September 16, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...