રામપુર તિરાહા કાંડને અંજામ આપનારાઓની સાથે બેઠું છે કોંગ્રેસ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

Haresh Suthar | News18 Gujarati
Updated: February 12, 2017, 2:26 PM IST
રામપુર તિરાહા કાંડને અંજામ આપનારાઓની સાથે બેઠું છે કોંગ્રેસ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
#ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણીને લઇને પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે શ્રીનગર રેલીમાં રામપુરા તિરાહા કાંડના બહાને કોંગ્રેસ સામે તીખા પ્રહારો કર્યા. પીએમ મોદીએ કહ્યું કે, ઉત્તરાખંડ દરમિયાન સપાએ રામપુર તિરાહા કાંડને અંજામ આપ્યો અને મહિલાઓનું અપમાન કર્યું હતું. તેમણે કહ્યું કે, કોંગ્રેસ આજે રામપુર તિરાહા કાંડને અંજામ આપનારાઓના ખોળામાં બેઠું છે.
Haresh Suthar | News18 Gujarati
Updated: February 12, 2017, 2:26 PM IST
ઉત્તરાખંડ #ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણીને લઇને પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે શ્રીનગર રેલીમાં રામપુરા તિરાહા કાંડના બહાને કોંગ્રેસ સામે તીખા પ્રહારો કર્યા. પીએમ મોદીએ કહ્યું કે, ઉત્તરાખંડ દરમિયાન સપાએ રામપુર તિરાહા કાંડને અંજામ આપ્યો અને મહિલાઓનું અપમાન કર્યું હતું. તેમણે કહ્યું કે, કોંગ્રેસ આજે રામપુર તિરાહા કાંડને અંજામ આપનારાઓના ખોળામાં બેઠું છે.

પીએમ મોદીએ ગઢવાલીમાં બોલતાં રેલીમાં આવેલાઓનું સ્વાગત કર્યું હતું. અહીં મોદી ઘણા આક્રમક દેખાયા, ઉત્તરાખંડ આંદોલન દરમિયાન 1લી ઓક્ટોબર 1994ની રાતે મુઝફ્ફરનગરમાં રામપુરા તિરાહા કાંડને ચૂંટણી મુદ્દો બનાવ્યો. એ વખતે યૂપીમાં મુલાયમસિંહની સરકાર હતી.

પીએમ મોદીએ કહ્યું કે, રામપુર તિરાહા કાંડ દરમિયાન મહિલાઓનું અપમાન કરનારાઓના ખોળામાં બેઠું છે કોંગ્રેસ, પીએમએ આ બહાને કોંગ્રેસ સામે કરારો હુમલો કરતાં કહ્યું કે, સપા અને કોંગ્રેસમાં અંદરખાને મીલીભગત ચાલી રહી છે. મોદીએ યૂપીમાં સપા કાંગ્રેસ ગઠબંધનના બહાને ઉત્તરાખંડમાં કોંગ્રેસ અને સીએમ હરીશ રાવત સામે પ્રહારો કર્યા.
First published: February 12, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर