પાટીદાર આંદોલન: સમાજના નામે ગોરખધંધાનો VIDEO વાયરલ, હાર્દિકે કહ્યું - ભાજપની પોલ ખુલી ગઈ

News18 Gujarati
Updated: June 3, 2018, 7:16 PM IST
પાટીદાર આંદોલન: સમાજના નામે ગોરખધંધાનો VIDEO વાયરલ, હાર્દિકે કહ્યું - ભાજપની પોલ ખુલી ગઈ

  • Share this:
સુરત પાસના કન્વીનરના વાયરલ થયેલા વીડિયોએ જગાવી છે ચર્ચા. અનામત આંદોલનના નામે પૈસાની ઉઘરાણી અને તેના વહિવટનો આ વીડિયોમાં ઉલ્લેખ છે. સાથે તેમા મુકેશ પટેલ અને મનસુખ પટેલની વાતચીતના પણ અંશો છે. જેમાં બંને જણા રૂપિયાની વાત કરતા જોવા મળી રહ્યા છે. જો કે NEWS 18 ગુજરાતી આ વીડિયોની પુષ્ટી કરતું નથી.

કહેવાતા સમાજના અગ્રણીઓનો પર્દાફાશ. સમાજના નામે ગોરખધંધા. પાટીદારોને અનામત આપવાના સપનાઓ સાથે શરૂ થયેલા આંદોલનમાં પાટીદારો ખોવાયા. માત્ર રૂપિયા, રૂપિયા અને રૂપિયાની પાછળ મોટા ભાગના કન્વીનરો. ગુજરાતમાં થયેલા પાટીદાર આંદોલનમાં સમાજને મુર્ખ બનાવાઇ રહ્યો છે. અમે આપણે આજે જે વિડીયો બતાવી રહ્યાં છે જેમાં સુરતનો મુકેશ પટેલ અને પૂર્વ કોર કમિટીના સભ્ય મનસુખ કાકા વચ્ચે પૈસાની બાબતે બબાલ ચાલી રહી છે. આ મિટીંગમાં પાસના અન્ય લાલચુ સભ્યો પણ પૈસા લેવા પહોંચ્યાં છે. જેમાં કરોડો રૂપિયા લઇને બેસી ગયેલો મુકેશ પટેલ મનસુખ કાકાને સમજાવી રહ્યો છે અને અન્ય કન્વીનરો પણ પૈસા લેવા બબાલ કરી રહ્યાં છે. સમાજને બદનામ કરનારા આવા તત્વો હવે ખુલ્લા પડી ગયા છે.

સમાજે પણ આ વીડિયો જોઇને સમજી જવુ જોઇએ કે અનામતના નામે હાર્દિક સહિતના લોકો બધાને મુર્ખ બનાવી રહ્યાં છે. આ વિડિયો વાઇરલ થતાની સાથે જે મનસુખ કાકા અને મુકેશ તથા અમુક સંસ્થાના આગેવાનો ભૂગર્ભમાં જતા રહ્યાં છે તેમના મોબાઇલ બંધ આવે છે. સાથે જે આ મીટીંગને લઇને કેતન પટેલ જૂનાગઢ પાસ કન્વીનર, નલીન કોટડિયા અને સમાજ સેવક કહેવાતા ખોટા જયરામ પટેલની ભૂમિકા પણ શંકાસ્પદ દેખાઇ રહી છે. આખી ધટનામાં પડદા પાછળનો મુખ્ય દોરીસંચાર કોનો અને રેશ્મા વરુણ અને નરેન્દ્રને ચુકવેલ પૈસા સંસ્થાના કે સરકારના આ શરૂઆત છે. જોતા રહો. આંદોલનની અસલીયત.હાર્દિકે શું કહ્યું?
હાર્દિક પટેલે શું કહ્યું, આજે જે આંદોલનકારીઓને ખરીદવા મુદ્દે વીડિયો જાહેર થયો છે, તેના પરથી સાબિત થાય છે કે, ભાજપની મેલી મુરાદ ખુલ્લી પડી ગઈ છે. સાથે એ સ્પષ્ટ થઈ ગયું છે કે, ભાજપે આંદોલનકારીઓને કરોડો રૂપિયા આપી ખરીદ્યા હતા. પરંતુ જે લોકોને પૈસા નથી મળ્યા તેમને હવે બ્રહ્મજ્ઞાન થયું છે અને ઓડિયો વાયરલ કર્યો છે. અમે પહેલા પણ કહેતા હતા કે, સમાજના હક માટેના આંદોલનને તોડવાના ઘણા પ્રયાસ કરવામાં આવ્યા છે. પરંતુ અમે સત્યની લડાઈ લડતા રહ્યા જેથી અમારૂ આંદોલન મજબુતાઈથી ચાલતું રહ્યું, અને ચાલી રહ્યું છે. હાલમાં જે લોકો આંદોલન છોડી જતા રહ્યા હતા તે લોકો પાછા આવવા માટે હવાતીયા મારી રહ્યા છે, પરંતુ મે જેની સાથે દોસ્તી કરી તેની સાથે દોસ્તી, અને દુશ્મની કરી તેની સાથે દુશ્મની. કારણે કે જે લોકો સમાજને છોડી પોતાનું ઈમાન વેચી નાખે તેની પર ફરી ભરોસો ન કરી શકાય.
Loading...

વરૂણ પટેલે શું કહ્યું?
વરુણ પટેલે કહ્યું કે, લોકોએ પોતાની બંધ દુકાન ચાલુ કરવા સોશિયલ મીડિયા પર આવા કેટલાએ ઓડિયો-વીડિયો વાયરલ થતા હોય છે. આ ઓડિયો-વીડિયો સાથે ભારતીય જનતા પાર્ટીને કોઈ લેવા દેવા નથી. ઓડિયો કલીપમાં આંતરિક વાતો છે. તેને બિન જરૂરીના ચગાવવી જોઈએ. પાસના પ્રવક્તાઓ કોંગ્રેસના દલાલ બની ગયા છે. કોંગ્રેસે સમાજના નામે રાજનીતિ કરવાના બદલે પ્રજાના પ્રશ્ર્નો ઉઠાવવા જોઈએ તેવી સૂફીયાની સલાહ આપી હતી.

દિલિપ સાબવાએ શું કહ્યું
દિલીપ સાબવાએ કહ્યું કે, આ વીડિયો માત્ર રાજકીય છે, અમે સમાજની સાથે જ છીએ, આ વીડિયો સમાજની એકતાને તોડવા માટેનો જ છે. પાટીદાર સમાજની શહીદયાત્રા નીકળવાની છે, જેમાં લાખો પાટીદારો જોડાશે, તેવા જ સમયે આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેના પરથી સ્પષ્ટ થાય છે કે આ યાત્રાને નિષ્ફળ બનાવવાના આ પ્રયત્ન છે. એક-દોઢ વર્ષ પહેલા ઉતારવામાં આવેલો વીડિયો છેક શહીદયાત્રા સમયે જ કેમ થયો વાયરલ.
First published: June 3, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...