અમે આતંકીઓને જીવતા પકડવા માંગતા હતાઃ અરૂણ જેટોલી

P
Updated: January 1, 1970, 5:30 AM IST
અમે આતંકીઓને જીવતા પકડવા માંગતા હતાઃ અરૂણ જેટોલી
પઠાણકોટ# પઠાણકોટ જિલ્લામાં સ્થિત ભારતીય વાયુસેના ના બેઝ પર આતંકી હુમલા પર કેન્દ્રિય નાણા પ્રધાન અરૂણ જેટલીએ નિવદેન આપતા કહ્યું છે કે, આ હુમલા પાછળ આતંકવાદીઓનો મૂળ ઉદ્દેશ્ય વાયુસેનાના સંસાધનોને વધુમાં વધુ નુકસાન પહોંચાડવાનું હતુ. તમામ આતંકીઓ વેલ ટ્રેન્ડ હતા. અમારા પ્રયત્નો આતંકીઓને જીવતા પકડવાનો હતો.

  • Share this:
પઠાણકોટ# પઠાણકોટ જિલ્લામાં સ્થિત ભારતીય વાયુસેના ના બેઝ પર આતંકી હુમલા પર કેન્દ્રિય નાણા પ્રધાન અરૂણ જેટલીએ નિવદેન આપતા કહ્યું છે કે, આ હુમલા પાછળ આતંકવાદીઓનો મૂળ ઉદ્દેશ્ય વાયુસેનાના સંસાધનોને વધુમાં વધુ નુકસાન પહોંચાડવાનું હતુ. તમામ આતંકીઓ વેલ ટ્રેન્ડ હતા. અમારા પ્રયત્નો આતંકીઓને જીવતા પકડવાનો હતો. આજ કારણથી ઓપરેશન થોડુ ધીરે ચાલ્યું હતુ. ઉલ્લેખનીય છે કે, વાયુસેનાના હેડક્વાર્ટરમાં ગત શનિવારે સવારે 3.30 વાગે અમુક આતંકવાદીઓએ હુમલો કરી દીધો હતો. અરૂણ જેટલીએ જણાવ્યું કે, એરબેઝની પરિમિતિ 24 કિલોમીટરની છે, એટલે આ સર્ચ ઓપરેશનમાં સમય લાગી રહ્યો છે. હાલ સુરક્ષા બળોએ સમગ્ર એરબેઝનો ચારેય તરફથી ઘેરાવ કર્યો છે. એરબેઝ સુરક્ષિત છે. તેઓએ જણાવ્યું કે, સૈન્ય કાર્યવાહી દરમિયાન ઠાર કરાયા 4 આતંકિયોના લાશને કબ્જામાં લેવામાં આવી છે. અન્ય બેની બોડીને રિકવર કરવા માટે સુરક્ષા બળ લાગેલા છે અને જલ્દીથી તેઓ આ અંગે જાહેરાત કરશે. સાથે જ તેઓએ જણાવ્યું કે, સુરક્ષા બળોનો મુખ્ય ઉદ્દેશ્ય હતો કે, ઓછામાં ઓછું નુકસાન થાય. જેમાં તેમને ઘણી હદ સુધી સફળતા પ્રાપ્ત થઇ છે. સરકાર તેમનો આભાર માને છે. નાણા પ્રધાનના અનુસાર 5 સુરક્ષાકર્મી તેજ સમયે શહીદ થઇ ગયા હતા, જ્યારે હુમલો થયો હતો, પરંતુ ત્યાર બાદ ઘર્ષણમાં માત્ર એક શહાદત થઇ છે અને લેફ્ટેનેન્ટ કર્નલ બોમ્બ ડિપ્યૂઝ કરતા સમયે શહીદ થયા હતા. જેટલીએ કહ્યું છે કે, સરકાર પઠાણકોટ હુમલામાં શહીદોને શ્રદ્ધાંજલિ આપે છે. આપને જણાવી દઇએ કે, પીએમ મોદીએ અફગાનિસ્તાનમાં મઝાર-એ-શરીફમાં ભારતીય કાઉન્સલેટમાં હુમલા અને મણિપુરમાં ભૂકંપ, ત્રણેય વિષયો પર રાષ્ટ્રીય સુરક્ષા કાઉન્સિલની બેઠક યોજી હતી.
First published: January 4, 2016
વધુ વાંચો
अगली ख़बर