Home /News /ahmedabad /પઠાણ ફિલ્મને લઈને આલ્ફાવન મોલમાં તોડફોડ, બજરંગ દ્વારા વિરોધ કરાયો
પઠાણ ફિલ્મને લઈને આલ્ફાવન મોલમાં તોડફોડ, બજરંગ દ્વારા વિરોધ કરાયો
બજરંગ દ્વારા વિરોધ કરાયો
વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ પઠાણ મૂવીનો વિરોધ કર્યો હતો. જેમાં તેમણે શાહરૂખ ખાન અને અન્ય સ્ટાર કાસ્ટની તસવીરોને નુકસાન પહોંચાડ્યું હતું.
અમદાવાદ: શહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ પઠાણનો સમગ્ર દેશમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેને વચ્ચે શહેરના આલ્ફા વન મોલ ખાતે આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો દ્વારા પઠાણ ફિલ્મનો વિરોધ કરવામાં આવ્યો હતો.
બજરંદ દળના કાર્યકરો દ્વારા શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણના ફોટોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. વિરોધ દરમિયાન જય શ્રી રામના નારા પણ લગાવવામાં આવી રહ્યા હતા. વિરોધકર્તાઓની માંગ છે કે, ગુજરાતમાં આ ફિલ્મને રિલીઝ કરવામાં ન આવે. જોકે, જો આ ફિલ્મ રિલીઝ થશે તો વધુ ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી આપી હતી. આ સમયે જે પણ લોકો આ મોલની અંદર ખરીદી કરવા આવ્યા હતા તે આ હોબાળો જોઈને ગભરાઈ ગયા હોવોની પણ વાત સામે આવી હતી.
અમદાવાદમાં પઠાણ ફિલ્મનો વિરોધ
જણાવી દઈએ કે, આ વિરોધના અનેક વીડિયો પણ સામે આવી રહ્યા છે. મોટી સંખ્યામાં બજરંગ દળના કાર્યકર્તાઓ તોડફોડ કરતા જોવા મળી રહ્યા છે. આ બાદ, પોલીસે પણ આ મામલે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, સેન્સર બોર્ડ દ્વારા બેશર્મ રંગના કથિત સિન પણ ગીતમાંથી કાઢીનાખવામાં આવ્યા છે. આ બાદ પણ બજરંગ દળ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.
આ અગાઉ, રાજભાએ પોતાના વિરોધમાં એક વીડિયો જાહેરમાં મૂક્યો હતો. જેમાં આવનારી શાહરૂખ ખાનની પઠાણ ફિલ્મ અંગે તીખી પ્રતિક્રિયા આપી હતો. દિપીકા વિરૂદ્ધ પણ તેમણે પ્રતિક્રિયા આપી છે. ગુજરાતમાં આ પિકચર રીલિઝ થવા દેવામાં નહી આવે તેમ જણાવ્યુ હતું. તમામ હિંદુ સંગઠનો આ પિકચરનો વિરોધ કરે તેવું પણ જણાવ્યુ હતું.