પાટણ: ચાણસ્મા તાલુકાના વડાવલી ગામે વિદ્યાર્થીઓના મુદ્દે જૂથ અથડામણ, એકનું મોત 10થી વધુ ઘાયલ

H
Updated: January 1, 1970, 5:30 AM IST
પાટણ: ચાણસ્મા તાલુકાના વડાવલી ગામે વિદ્યાર્થીઓના મુદ્દે જૂથ અથડામણ, એકનું મોત 10થી વધુ ઘાયલ
પાટણ જિલ્લાના વડાવલી ગામે આજે નજીવી બાબતે મોટું ધીંગાણું થયું છે. વિદ્યાર્થીઓને હેરાન કરવાના મામલે બે જુથ વચ્ચે અથડામણ થતાં સામ સામે હુમલો કરાયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે તો 10થી વધુ ઘાયલ થયા છે.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
પાટણ #પાટણ જિલ્લાના વડાવલી ગામે આજે નજીવી બાબતે મોટું ધીંગાણું થયું છે. વિદ્યાર્થીઓને હેરાન કરવાના મામલે બે જુથ વચ્ચે અથડામણ થતાં સામ સામે હુમલો કરાયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે તો 10થી વધુ ઘાયલ થયા છે. પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના વડાવલી ગામે વિદ્યાર્થીઓને હેરાન કરવાના મામલે થયેલી બોલાચાલીએ ઉગ્ર રૂપ ધારણ કરતાં મામલો બીચકાયો હતો. જેમાં બે જુથ સામસામે આવી જતાં હિચકારો હુમલો કરાયો હતો. બંને પક્ષે કરાયેલા હુમલામાં એકનું મોત નીપજ્યું છે તો 10થી વધુ લોકોને ઇજાઓ થવા પામી હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી હતી અને ગામમાં સ્થિતિને કાબુમાં લેવા માટે ટીયર ગેસના 10 સેલ છોડ્યા હતા તો હવામાં 10 રાઉન્ડ ગોળીબાર પણ કરાયો હતો.
સ્થિતિને જોતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સ્થિતિને કાબુમાં લેવા તમામ પ્રયાસો આદર્યા હતા. આ દરમિયાન ટોળાએ 10 જેટલા મકાનોમાં પણ આગચંપી કરી હતી તો અન્ય કેટલાક વાહનોને પણ સળગાવાયા હતા.
First published: March 25, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर