અમદાવાદ: છેતરપિંડીના (fraud) ગુનામાં પાસપોર્ટ જમાં થતાં વિદેશ અવરજવર કરવા માટે પાસપોર્ટ (passport) મેળવવાનો ખર્ચ તેમજ પ્રક્રિયા પરવડે તેમના હોવાથી અમદાવાદના શાહપુરના એક યુવકે પોલીસને ખોટી રજૂઆત કરી એફિડેવિટ (Affidavit) કરીને પ્રમાણપત્ર મેળવી લીધું અને તેના આધારે નવો પાસપોર્ટ (passport) મેળવી લીધો હતો. જો કે અંગે પોલ ખુલ્લી પડી જતાં પોલીસએ (police) ફરિયાદ (complaint) નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
એસ ઓ જી ક્રાઇમ બ્રાન્ચમાં પાસપોર્ટનું કૌભાંડ બહાર લાવવા માટે એક જાગૃત નાગરિકએ અરજી કરી હતી. જે અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે શાહપુરના મોહમ્મદ મુનાફ શેખ ત્રણેક વર્ષ પહેલાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીના ગુનામાં પકડાયો હતો.
જેમાં તેનો પાસપોર્ટ કોર્ટમાં જમાં થયેલ હોવા છતાં તેણે ખોટી રીતે પાસપોર્ટ મેળવીને વિદેશમાં અવર જવર કરી છે. અરજીના આધારે પોલીસ એ મોહમ્મદ મુનાફ શેખનું નિવેદન લેતા જાણવા મળ્યું હતું કે તેનો પાસપોર્ટ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના ગુનાના કામે નામદાર કોર્ટમાં જમાં કરાવ્યો હતો.
અને તેને ધંધાના કામે અવાર નવાર દુબઈ જવાનું થતું હતું. જેથી વારંવાર કોર્ટમાં અરજી કરીને નામદાર કોર્ટમાંથી પાસપોર્ટ મેળવવી પાડતો હતો. જેનો ખર્ચ અને પાસપોર્ટ મેળવવામાં વિલંબ થતો હોવાથી તેણે આ પાસપોર્ટ ઘરની તિજોરીમાં મૂક્યો હતો અને મળી આવતોના હોવાની ખોટી એફિડેવિટ શાહપુર પોલીસ સ્ટેશનમાં રજૂ કરીને જાણવાજોગ દાખલ કરાવી ને પ્રમાણપત્ર મેળવ્યું હતું.
જે પ્રમાણપત્ર એજન્ટ ને આપી ને બીજા પાસપોર્ટ માટે અરજી કરીને પાસપોર્ટ મેળવ્યો હતો. જે પાસપોર્ટ ના આધારે તે દુબઈ પણ જઈ આવ્યાં હતા. હાલ માં એસ ઓ જી એ આં અંગે ફરિયાદ દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામમાં આવેલી સબ પોસ્ટઓફિસમાં વર્ષ 2019થી એક વર્ષ સુધીના સમયમાં ભાટીયાના તારક હેમતભાઈ જાદવ નામના વ્યક્તિએ પોસ્ટલ આસિસ્ટન્ટ અને ઈન્ચાર્જ સબ પોસ્ટમાસ્તર તરીકે ફરજ બજાવી હતી. આ કર્મચારીના ફરજના કાળ-તા. 10-6-2019 થી તા. 19-12-2020 દરમ્યાન આ વિસ્તારની જુદી જુદી 16 બ્રાન્ચ પોસ્ટ ઓફિસમાં સમયાંતરે 110 વખત ટ્રાન્જેક્શન કરવામાં આવ્યા હતા. જેમાં તારક જાદવે ખોટા રેકર્ડના આધારે આર્થિક વ્યવહારો કરી તેની નોંધ કોમ્પ્યુટરના એસએપી સોફ્ટવેરમાં તે અંગેના ખોટા હિસાબો બતાવી ગેરરીતિ આચર્યાની આશંકા ઉભી થતા તપાસ કરાઈ હતી.
આ ટ્રાન્જેક્શન મારફતે 1,55,75,000 રૂપિયાની રકમની ઉચાપત થઈ ગયાનું બહાર આવતા અને ભારતીય ટપાલ વિભાગના જ જુદા જુદા ખાતાઓમાં 1,44,36,477ની રોકડ રકમ પણ ટ્રાન્સફર કરાઈ હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. ત્યારપછી જામનગર સ્થિત પોસ્ટ વિભાગની કચેરીએ સવિસ્તૃત વિગતો મેળવવા કરેલી તજવીજના અંતે જામનગર પોસ્ટલ ડિવિઝનના સહાયક અધિક્ષક (મુખ્યાલય) તરીકે ફરજ બજાવતા પીનાકીન પ્રવીણચંદ્ર શાહએ કલ્યાણપુર પોલીસ મથકમાં તારક હેમતભાઈ જાદવ સામે વિધિવત ફરિયાદ નોંધાવી છે.