Home /News /ahmedabad /અમદાવાદ : પત્ની પ્રેગ્નેન્ટ થતાં પતિએ કહ્યું- આ બાળક તેનું નથી, પરિણીતાએ આત્મહત્યા કરી

અમદાવાદ : પત્ની પ્રેગ્નેન્ટ થતાં પતિએ કહ્યું- આ બાળક તેનું નથી, પરિણીતાએ આત્મહત્યા કરી

ખાડિયા પોલીસ સ્ટેશનમાં (Khadia Police Station)પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી

suicide In Ahmedabad- શંકાશીલ પતિ અને સાસરિયાના ત્રાસથી પરિણીતાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી

અમદાવાદ : શંકાશીલ પતિ અને સાસરિયાના ત્રાસથી ખાડિયામાં (Khadiya)પરિણીતાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા (Suicide)કરી છે. પત્ની પ્રેગ્નેન્ટ થતાં પતિએ આ બાળક તેનું નહીં હોવાની શંકા રાખીને ગર્ભપાત (Abortion)કરાવવા માટે દબાણ કર્યું હતું. ઉપરાંત નાની નાની બાબતોને લઇને સાસરિયા શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા.

મૂળ રાજસ્થાનના અને અસારવા વિસ્તારમાં રહેતા કૈલાશ કુમાર ચૌહાણે ખાડિયા પોલીસ સ્ટેશનમાં (Khadia Police Station)પોલીસ ફરિયાદ આપી છે કે તેમની બહેનના લગ્ન જૂન 2020માં સારંગપુરમાં રહેતા પીરારામ દરજી સાથે થયા હતા. તે દિવસે તેમની બહેનના સસરાએ દહેજ પેટે રૂપિયા એક લાખ રોકડા માંગતા તેઓએ આપ્યા હતા. લગ્નના ચાર મહિના સુધી તેના સાસરિયાએ તેને સારી રીતે રાખેલ હતી. જોકે પરિણીતાએ સ્પર્ધાત્મક પરીક્ષા માટેની તૈયારી કરવાનું કહેતા જ તેના પતિ, સાસુ-સસરા, દિયર-દેરાણીએ ત્રાસ આપવાનુ શરૂ કર્યું હતું. જેથી તે પરીક્ષા માટે તૈયારી કરી શકી ન હતી.

આ પણ વાંચો - રાજકોટ : ક્રિકેટર તેની પૂર્વ પત્ની સાથે ડ્રગ્સ લીધેલી હાલતમાં હોટલમાંથી ઝડપાયો, પોલીસે કર્યો નવો ખુલાસો

આ સિવાય પરિણીતા ગર્ભવતી થતાં તેના પતિએ આ બાળક તેનું નથી બીજા કોઈનું છે તેમ કહીને આક્ષેપો કરીને ગર્ભપાત કરાવવા માટે દબાણ કરતા હતા. પરંતુ ફરિયાદીએ ગર્ભપાત નહીં કરાવવા સમજાવતાં પરિણીતાએ બાળકને જન્મ આપ્યો હતો. જ્યારે પરિણીતા પિયર આવે ત્યારે તેના પતિએ આપેલા પૈસાનો હિસાબ માંગે અને પૈસા ખર્ચ કરવા બાબતે મારઝૂડ કરતો હતો.

આ પણ વાંચો - LRD અને પોલીસ ભરતી: શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ તમામ ઉમેદવારો લેખિત પરીક્ષા આપી શકશે

ફરિયાદીનો આક્ષેપ છે કે તેના પતિ તેમજ સાસરિયા તેને નાની નાની બાબતોમાં શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા. જેથી મહિલાએ ગઇકાલે બપોરના સમયે ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આરોપીઓ વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

સુરત: પત્નીએ આપઘાત કર્યો તો પતિએ દીકરી સાથે નદીમાં ઝંપલાવ્યુ, દીકરીનું પણ મોત

શહેરમાં (Surat) એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. શહેરના સરથાણા વિસ્તારમાં પત્નીએ (wife suicide) અનાજમાં નાંખવાની ઝેરી દવા પીને આપઘાત કર્યો છે. આ વાત જીરવી ન શકતા પતિએ સાત વર્ષની દીકરી (husband daughter jumps into River) સાથે નદીમાં મોતની છલાંગ મારી હતી. જે બાદ દીકરીનું પણ મોત થયું છે, જ્યારે રત્નકલાકાર પતિને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યો છે. આ અંગે પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ ચાલુ કરી છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Police station, અમદાવાદ, આત્મહત્યા

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन