Home /News /ahmedabad /

અમદાવાદ: 50 વર્ષ જૂના પરિમલ ગાર્ડનની કાયા પલટ, જિમ સહિત આધુનિક સુવિધાથી સજ્જ

અમદાવાદ: 50 વર્ષ જૂના પરિમલ ગાર્ડનની કાયા પલટ, જિમ સહિત આધુનિક સુવિધાથી સજ્જ

50 વર્ષ જૂના પરિમલ ગાર્ડનની કાયા પલટ

આ ગાર્ડનમાં એમ્ફિ થિયેટર, બેરિકેટેડ સ્પોર્ટસ ઝોન, આધુનિક જિમ્નેશિયિમ, યોગા પેવેલિયન, સિનિયર સિટીઝન માટે અલગ વ્યવસ્થા, પેટ ડોગને લઇ જવા માટે સ્પેસિફિલ જગ્યા ફાળવણી કરવામાં આવી છે.

અમદાવાદ: શહેરના પોશ વિસ્તારમાં આવેલા પરિમલ ગાર્ડન (Parimal Garden)ની કાયા પલટ કરવામાં આવી છે. પીપીપી ધોરણે 10 કરોડના ખર્ચે પરિમલ ગાર્ડન રિ-ડેવલપ (redevelopment) કરીને આધુનિક ગાર્ડન બનવામાં આવ્યું છે. આ ગાર્ડનમાં નવી ડિઝાઇન સાથે જિમ અને પાર્કિગ (gym and parking)ની સુવિધા ઉભી કરવામાં આવી છે.

અમદાવાદ શહેરના આંબાવાડી વિસ્તારમાં આવેલા 50 વર્ષ જૂના પરિમલ ગાર્ડનનું 10 કરોડથી વધુના ખર્ચે રિ-ડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે . 40 હજાર ચોમી વિસ્તારમાં ફેલાયેલા આ ગાર્ડનમાં એમ્ફિ થિયેટર, બેરિકેટેડ સ્પોર્ટસ ઝોન, આધુનિક જિમ્નેશિયિમ, યોગા પેવેલિયન, સિનિયર સિટીઝન માટે અલગ વ્યવસ્થા, પેટ ડોગને લઇ જવા માટે સ્પેસિફિલ જગ્યા ફાળવણી કરવામાં આવી છે. અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા પીપીપી ધોરણે પરિમલ ગાર્ડન તૈયાર કરાયું છે. 50 વર્ષ જૂના પરિમલ ગાર્ડની કાયા પલટ કરવામાં આવી છે. શહેરના અન્ય ગાર્ડન કરતાં આ ગાર્ડન કંઇક અલગ હશે.


આ પણ વાંચો: અમદાવાદ: પતિએ પત્નીનો નગ્ન વીડિયો ઉતાર્યો, પછી હાર્પિક પીવડાવ્યું

અમદાવાદ મહાનગર પાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશભાઇ બારોટે જણાવ્યું હતું કે, શહેરનું આ પ્રથમ ગાર્ડન હશે જેમાં ગાર્ડનની અંદર જિમ હશે. તેમજ ડોગ માટે અલગ વ્યવસ્થા ઉભી કરાઇ છે. સાથે જ પીપીપી ધોરણે 10 વર્ષ મેઇન્ટેશન કોન્ટ્રાક્ટર સાથે ગાર્ડન આપવામા આવ્યું છે. અહીં જૂના ગાર્ડનથી કંઇક અલગ આધુનિક સુવિધા સાથે 8 જેટલા લોન પ્લોટ ડેવલપ કરાયા છે. પેટ ડોગને લઇ જશો તો સ્પેસિફિક જગ્યા રાખવામાં આવી છે. આ સાથે વસ્ત્રાપુર ગાર્ડનની જેમ અમ્ફિથિયેટરમાં પણ લોકો વિકેન્ડ કે અન્ય એક્ટિવિટી કરી શકે છે. ઉપરાંત આંબાવાડીથી પરિમલ ગાર્ડન સુધીનો રોડ પહોળો કરવા માટે ગાર્ડનની અંદર ૨૦ ફુટ જમીન પણ કપાત કરાઇ છે.


પરિમલ ગાર્ડનમાં નેચર કોર્નર, ગાર્ડન અને ફૂલોની માહિતી માટે એક ડિસ્પ્લે, ટોઇલેટ બ્લોક, અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકી, પાર્કિંગ ઝોન ગાર્ડનની અંદર જ બનાવવામાં આવશે. ઇન્ડોર અને આઉટડોર ગેમ માટે સ્પોર્ટ્સ એરિયા, ઓપન થિયેટર, યોગ કરવા માટે યોગ એરિયા પણ બનાવવામાં આવશે. 9 ઓગસ્ટે મુખ્યમંત્રી દ્વારા ગાર્ડન ખુલ્લુ મૂકાશે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Ahmedabad news, Gujarat News, Latest News

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन