Gujarat congress news: રઘુ શર્માએ (Raghu sharma) સરકારના કેબિનેટ મંત્રી (cabinet minister) પદ છોડી એક આદર્શ સાબિત કર્યો છે . ડો રઘુ શર્મા જો મંત્રી પદ છોડી શકતા હોય તો આ પદ મોટુ નથી.
અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસના પ્રભારી (Gujarat congress prabhari) તરીકે રાજસ્થાન સરકારના (rajasthan Government) આરોગ્ય મંત્રી ડો રઘુ શર્મા (health minster dr. Raghu sharma) નિમણૂક કરાઇ છે. રઘુ શર્મા ગુજરાત (Raghu sharma Gujarati visit) હાલ પ્રવાસે છે. કોંગ્રેસના સિનિયર નેતાઓ (congress senior leaders) સાથે વર્તમામ ગુજરાતના રાજકિય (Gujarat politics) પરિસ્થિતિથી અવગત થઇ રહ્યા છે. તો સાથે ગુજરાત કોંગ્રેસ ધરખમ ફેરફાર થવાના સંકેત આપ્યા છે . ત્યારે વિધાનસભા કોંગ્રેસ વિપક્ષ નેતા પરેશ ધાનાણી (Paresh dhanani) એક નવા જ સંકેત આપ્યા છે. વિધાનસભા કોંગ્રેસ દળની બેઠક બાદ મીડિયા સમક્ષ નિવેદન આપતા પરેશ ધાનાણી વિપક્ષ નેતા પદ છોડવાના સંકેત આપ્યા હતા.
વિધાનસભા કોંગ્રેસ દળની બેઠક કોંગ્રેસ પ્રભારી ડો રઘુ શર્માની ઉપસ્થિતિમાં યોજાઇ હતી . પ્રદેશમા સિનિયર નેતા અને પાર્ટાના ધારાસભ્ય બેઠકમાં હાજર હતા. એક અટકળો ચાલી રહી હતી કે નવા વિપક્ષ નેતા કોણ બનશે. શું પરેશ ધાનાણી પદ છોડ કે પછી પાર્ટી અન્ય કોઇને જવાબદારી મળશે.
પરંતુ તે પહેલા જ વિધાનસભા કોંગ્રેસ દળની બેઠક બાદ નિવેદન આપતા પરેશ ધાનાણીએ રઘુ શર્માનુ આદર્શ ઉદાહરણ સામે રાખી સંકેત આપ્યો હતો કે હવે પદ નહી પરંતુ સંગઠન મજબુત કરી સત્તા સુધી જવું છે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી જણાવ્યુ હતુ કે અમારા માટે પદ નહી પણ પ્રતિષ્ઠા મહત્વની છે.
રઘુ શર્માએ સરકારના કેબિનેટ મંત્રી પદ છોડી એક આદર્શ સાબિત કર્યો છે . ડો રઘુ શર્મા જો મંત્રી પદ છોડી શકતા હોય તો આ પદ મોટુ નથી. રાજસ્થાન સરકારમાં રઘુ શર્માએ મંત્રી પદ છોડી કોંગ્રેસના કાર્યકર્તા માટે ઉત્તમ દાખલો પુરો પાડ્યો છે . આ આદર્શના પગલે અમે આગળ ચાલવાનો પ્રયાસ કરીશું . તમામ હોદ્દેદારો પરિવર્તનના નિર્ણય આગળ લઇ જશે. અન્ય સમાજ અને વર્ગને કોંગ્રેસ સંપૂર્ણ માન સન્માન આપશે .
મહત્વપૂર્ણ છે કે ન્યૂઝ18 ગુજરાતી (News18Gujarati) સાથે ખાસ વાતચીતમાં રઘુ શર્મા કહ્યું હતુ કે ગુજરાત કોંગ્રેસમા મોટા ફેરફાર જોવા મળશે . વિપક્ષ નેતા પદ અને ગુજરાત કોંગ્રેસ પ્રમુખ પદને લઇ કોઇ નિર્ણય ટુંક સમયમાં કરવામાં આવશે.