Home /News /ahmedabad /

Ahmedabad: અમદાવાદની ત્રિપદા સ્કૂલમાં વાલીઓનો હોબાળો, જાણો કેમ બોલાવી પડી પોલીસ

Ahmedabad: અમદાવાદની ત્રિપદા સ્કૂલમાં વાલીઓનો હોબાળો, જાણો કેમ બોલાવી પડી પોલીસ

આ મામલે સ્કૂલ સંચાલક અર્ચિત ભટ્ટનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેઓ પાસેથી કોઈ જવાબ મળ્યો નથી.

આ મામલે સ્કૂલ સંચાલક અર્ચિત ભટ્ટનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેઓ પાસેથી કોઈ જવાબ મળ્યો નથી. જ્યારે આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારી હિતેન્દ્રસિંહ પઢેરીયાએ જણાવ્યું કે અમને ત્રિપદા સ્કૂલ નહીં પણ અતુલ પ્રાયમરી સ્કૂલ બંધ કરવાની અરજી મળી છે. જે અરજી અમે નામંજુર કરી છે. આ મામલે અમે તાત્કાલિક એક કમિટિની રચના કરી છે. જેમાં અધિકારીઓ પુરી તપાસ કરશે.

વધુ જુઓ ...
અમદાવાદ: શહેર (Ahmedabad)ના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી ત્રિપદા સ્કૂલ (Tripada School) વિવાદમાં સપડાઈ છે. હજુ તો નવું શૈક્ષણિક સત્ર શરૂ થયું છે ત્યાં જ સ્કૂલ બંધ (Tripada School Controversy)કરવાની વાત સામે આવતા વાલીઓ મૂંઝાયા હતા. અને શાળાએ વાલીઓ પૂછપરછ કરવા જતાં સંચાલકે દરવાજા પર પોલીસ ગોઠવી દેતા વાલીઓ રોષે ભરાયા હતા. અને વાલીઓએ શાળા પર હોબાળો મચાવ્યો હતો. એટલું જ નહીં RTE ના બાળકોને ધોરણ 1થી 7ના વિદ્યાર્થીઓને એક સાથે એક જ ક્લાસમાં બેસાડી ભણાવતા હોવાનો વીડિયો પણ વાલીઓ સામે આવતા વાલીઓ ઉશ્કેરાયા હતા.

ફી મામલે હંમેશા વિવાદમાં રહેતી ઘાટલોડિયાની ત્રિપદા સ્કૂલ ફરી વિવાદમાં આવી છે. ત્રિપદા કેમ્પસમાં આવેલી અતુલ સ્કૂલ બંધ થતાં વિવાદ સર્જાયો છે. શાળા એકાએક બંધ થવાની જાહેર કરતા વાલીઓ મુશ્કેલીમાં મુકાયા છે. વાલીઓનો આક્ષેપ છે કે બે મહિના અગાઉ સ્કૂલ દ્વારા સ્કૂલ બંધ કરવાની વાત કરાઇ હતી. પણ આ મામલે વિરોધ થતા સ્કૂલ સંચાલકે વિચાર માંડી વળ્યો હતો. અને ફરી સ્કૂલ શરૂ થતાં એડમિટ કાર્ડ વાલીઓ પાસે મંગાવ્યા હતા. અને પછી વાલીઓને સ્કૂલ બંધ થઈ રહી હોવાનું જણાવ્યું હતું.



જોકે આ મામલે સ્કૂલ સંચાલક અર્ચિત ભટ્ટનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેઓ પાસેથી કોઈ જવાબ મળ્યો નથી. જ્યારે આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારી હિતેન્દ્રસિંહ પઢેરીયાએ જણાવ્યું કે અમને ત્રિપદા સ્કૂલ નહીં પણ અતુલ પ્રાયમરી સ્કૂલ બંધ કરવાની અરજી મળી છે. જે અરજી અમે નામંજુર કરી છે. આ મામલે અમે તાત્કાલિક એક કમિટિની રચના કરી છે. જેમાં અધિકારીઓ પુરી તપાસ કરશે.

RTE હેઠળ અભ્યાસ કરતા બાળકોને કોઈ અન્યાય નહીં થાય. તો બીજીતરફ RTE ના બાળકોને ધોરણ 1થી 7ના વિદ્યાર્થીઓને એક સાથે એક જ ક્લાસમાં બેસાડી ભણાવતા હોવાનો વીડિઓ પણ સામે આવ્યો છે. જે મુદ્દે પણ અધિકારીઓ તપાસ કરશે. મહત્વનુ છે કે ત્રિપદા સ્કૂલ અગાઉ પણ FRCએ  નક્કી કર્યા કરતા વધુ ફી વસૂલવા મુદ્દે વાલીઓ હોબાળો મચાવી ચુક્યા છે ત્યારે ફરી એકવાર સ્કૂલ બંધ થવા મામલે સ્કૂલ વિવાદમાં સપડાઈ છે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad news, Gujarati news, અમદાવાદ ન્યૂઝ

આગામી સમાચાર