Home /News /ahmedabad /ઠંડીનો ચમકારો વધતા વિદ્યાર્થીઓ ઠુઠવાયા, આ તારીખથી સવારની શાળામાં થશે ફેરફાર

ઠંડીનો ચમકારો વધતા વિદ્યાર્થીઓ ઠુઠવાયા, આ તારીખથી સવારની શાળામાં થશે ફેરફાર

સવારની શાળાનો સમય એક કલાક મોડો કરવા માંગ કરવામં આવી રહી છે.

Ahmedabad News: કડકડતી ઠંડી પડતી હોવાથી સવારની શાળાના સમયમાં ફેરફાર કરવાની માંગ વાલીઓમાં ઉઠી છે. સવારની શાળાનો સમય એક કલાક મોડો કરવા માંગ કરવામં આવી રહી છે.

અમદાવાદ: રાજ્યમાં ઠંડીનું જોર ધીમે-ધીમે વધી રહ્યું છે. વહેલી સવારમાં ફુંકાતા ઠંડા પવનોના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે, ત્યારે શિયાળાના સમય દરમિયાન કડકડતી ઠંડી પડતી હોવાથી સવારની શાળાના સમયમાં ફેરફાર કરવાની માંગ વાલીઓમાં ઉઠી છે. સવારની શાળાનો સમય એક કલાક મોડો કરવા માંગ કરવામં આવી રહી છે.

શાળાનો સમય 1 કલાક આગળ વધારવા માંગ

અમદાવાદ સહિત રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસથી ઠંડીનો ચમકારો વધ્યો છે. હવામાન વિભાગે પણ આગામી દિવસોમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાય તેવી આગાહી કરવામાં આવી છે. સામાન્ય દિવસોમાં સવાર પાળીની શાળાનો સમય સવારે 7 વાગ્યાનો હોય છે, પરંતુ હાલમાં શિયાળાના કારણે ઠંડીનો પ્રકોપ વધ્યો છે ત્યારે સવાર પાળીની શાળાના સમયમાં 1 કલાક મોડો કરી શાળાનો સમય 8 વાગ્યાથી કરવા માંગ વાલીઓ દ્વારા કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: 8મી ડિસેમ્બરે 08.00 વાગ્યાથી રાજ્યના 37 કેન્દ્રો પર મતગણતરી શરૂ, આવશ્યક તૈયારીઓ પૂર્ણ

આગામી 12 ડિસેમ્બરથી સવારની શાળામાં કરવામાં આવશે ફેરફાર

ખાસ કરીને પ્રાયમરી અને પ્રિપ્રાયમરી શાળાના બાળકો વહેલી સવારમાં ઉઠી શાળાએ જતા હોય છે. કડકડતી ઠંડીના કારણે વહેલી સવારે ઉઠી બાળકો શાળાએ જતા બાળકો ઠંડીમાં ઠુઠવાઈ રહ્યાં છે. જેને પગલે સવાર પાળીની શાળાના સમયમાં ફેરફાર કરવા માંગ ઉઠી છે. બીજી તરફ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડના શાસનાધિકારી લબ્ધિર દેસાઈએ જણાવ્યું કે, ઠંડીનો પ્રકોપ વધી રહ્યો છે. જેને લઈને અમે સવારની શાળાના સમયમાં ફેરફાર કરવાનું વિચારી રહ્યાં છીએ.

તેમણે કહ્યું કે, આગામી 12 ડિસેમ્બરથી સવારની શાળામાં ફેરફાર કરવામાં આવશે. જે અંતર્ગત આગામી સોમવારથી સવાર પાળીનો સમય સવારે 7.55થી 12.10 અને બપોર પાળીનો સમય 12.35થી સાંજે 5.10 સુધીનો રહેશે. જ્યારે શનિવારે સવારે 7.55થી 11.30 સુધીનો સમય રહેશે. મહત્વનું છે કે, ધીમે-ધીમે ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. જેના કારણે શરદી, ખાંસી અને વાયરલ બિમારીઓના કેસમાં વધારો થયો છે. વધતી ઠંડીના કારણે શાળાના સમયમાં ફેરફાર કરવાની વાલીઓમાં માંગ વધી છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Ahmedabad news, Gujarat News

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन