Home /News /ahmedabad /પશ્ચિમ રેલવેની પેપર લેસ પ્રક્રિયા થવાથી હવે ટ્રેનમાં ખાલી પડેલી સીટો પર ગડબડ નહીં થાય

પશ્ચિમ રેલવેની પેપર લેસ પ્રક્રિયા થવાથી હવે ટ્રેનમાં ખાલી પડેલી સીટો પર ગડબડ નહીં થાય

પશ્ચિમ રેલવે

Paperless Western Railway: વેસ્ટર્ન રેલવે હવે ડિજીટલ તરફ આગળ વધ્યું છે, હવે 298 ટ્રેન માટે TTEને હેન્ડહેલ્ડ ટર્મિનલનો ઉપયોગ કરવામાં આવશે. આ ઉપયોગથી મુસાફરોની આવા-ગમનને વધારે પારદર્શી બનાવી શકાશે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
વિભુ પટેલ, અમદાવાદઃ ભારતીય રેલવે ડીજીટલ તરફ જઈ રહ્યું છે. ત્યારે પશ્ચિમ રેલવે પેપર લેશ તરફ જઈ રહ્યું છે અને વડાપ્રધાનના ડિજિટલ ઈન્ડિયા ના વિઝનને ધ્યાનમાં રાખી ને ભારતીય રેલવે વિવિધ ટેક્નિકલ પ્રગતિઓ સાથે આગળ વધી રહી છે. પશ્ચિમ રેલવે દ્વારા ઘણી પહેલ પણ કરવામાં આવી છે આ ક્રમમાં પશ્ચિમ રેલવે દ્વારા પશ્ચિમ રેલવે તરફથી દોડતી તમામ ટ્રેનોમાં TTE દ્વારા હેન્ડહેલ્ડ ટર્મિનલ (એચએચટી)ના ઉપયોગ અમલ કરવામાં આવ્યો છે.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું છે કે, પશ્ચિમ રેલવેથી દોડતી તમામ 298 મેલ/એક્સપ્રેસ ટ્રેનો માં હેન્ડહેલ્ડ ટર્મિનલ (HHT) આપવામાં આવ્યું છે. મેલ/એક્સપ્રેસ ટ્રેનોમાં કાર્યરત કુલ 1385 ટિકિટ ચેકિંગ સ્ટાફ ને હેન્ડહેલ્ડ ટર્મિનલ આપવામાં આવ્યા છે. પશ્ચિમ રેલવે પસાર થતી અન્ય રેલવેની ટ્રેનોમાં પણ ટિકિટ તપાસવા માટે પશ્ચિમ રેલવેની મુસાફરી ટિકિટ પરીક્ષકો દ્વારા એચએચટીથી કરવામાં આવે છે, આ એચએચટીથી ટિકિટની તપાસ કર્મચારીઓને આર.એ.સી. અને વેઈટિંગ લિસ્ટવાળા મુસાફરો માટે ખાલી પડેલી બર્થ ફાળવવામાં મદદ મળે છે.

આ પણ વાંચોઃ બજેટ પહેલા નાણામંત્રીએ મહત્વની વાત કહી દીધી

સર્વરની સીટ/બર્થ કી ઓક્યુપેન્સી વિશે તેનો ઉપયોગ માહિતી મોકલવા માટે પણ થઈ શકે છે. એચએચટી દ્વારા જીપીઆરએસ દ્વારા પીઆરએસની રિયલ-ટાઇમ માહિતી મોકલી શકાય છે અને પછીના સ્ટેશનો પર વેઈટિંગ લિસ્ટવાળા પેસેન્જરોને ખાલી બર્થ ફાળવી શકાય છે. આનાથી ભારતીય રેલવેને પોતાની ક્ષમતાનો વધુ સારી રીતે ઉપયોગ કરવામાં મદદ મળે છે. જો કોઈ મુસાફર ટ્રેન ચૂકી જાય અથવા કોઈપણ પેસેન્જર ચાર્ટ તૈયાર કરતા પહેલા તેની ટિકિટ રદ કરે છે. તો સીટ ફાળવણી સિસ્ટમમાં સારી પારદર્શિતા પણ સુનિશ્ચિત થશે. મેન્યુઅલ પ્રક્રિયા પણ દૂર કરી છે.

એચએચટી ના અમલ સાથે ચાર્ટ ને છાપવા માટે ની સિસ્ટમ હવે અપ્રચલિત થઈ ગઈ છે જેના કારણે હવે પેપરલેસ કામગીરી થઈ રહી છે. પશ્ચિમ રેલવે એ પહેલી વાર 2018 માં ઓગસ્ટ ક્રાંતિ રાજધાની એક્સપ્રેસ માં ટેબ્લેટ ના રોપમાં એચએચટી સાધનોની શરૂઆત કરી હતી
Published by:Tejas Jingar
First published:

Tags: Ahmedabad news, Gujarati news, Indian railways