Home /News /ahmedabad /અમદાવાદના મણીનગરમાં BRTS બસમાં આગ લાગતા અફરાતફરી, કોઈ જાનહાનિ નહીં
અમદાવાદના મણીનગરમાં BRTS બસમાં આગ લાગતા અફરાતફરી, કોઈ જાનહાનિ નહીં
આગ લાગતા અફરા તફરી
Ahmedabad BRTS: અમદાવાદના મણીનગરમાં BRTSમાં અચાનક આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જોયો હતો. બસ BRTS સ્ટેન્ડ પર પાર્ક થયેલી હતી ત્યારે અચાનક તેમાં આગ લાગી ગઈ હતી.
અમદાવાદ: અમદાવાદના મણીનગરમાં BRTSમાં અચાનક આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જોયો હતો. બસ BRTS સ્ટેન્ડ પર પાર્ક થયેલી હતી ત્યારે અચાનક તેમાં આગ લાગી ગઈ હતી. બસ પાર્ક થયેલી હતી એટલે તેમાં કઈ હતું નથી માટે રાહતના સમાચાર એ છે કે, કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી. પરંતુ અચાનક બસમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ઉલ્લેખનીય છે કે, આગને બુજાવા પ્રયાસો કરવામાં આવતા આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.
અગમ્ય કારણોસર અચાનક આગ લાગી
ઉલ્લેખનીય છે કે, બસ BRTS સ્ટેન્ડ પર પાર્ક કરેલી હોવાથી બસમાં કોઈ મુસાફરો સવાર નહોતા જેથી કોઈ જાનહાની થઈ નથી અને આગને કાબુમાં લેવાનાં પ્રયાસો હાથ ધરવામાં આવતા આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે બસમાં અગમ્ય કારણોસર અચાનક આગ લાગી હતી. જેથી આગ પર કાબુ મેળવવા માટે ફાયર બ્રિગેડને બોલાવામાં આવી હતી અને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.
આ પહેલા પણ અમદાવાદના મેમનગરમાં BRTS બસ સ્ટેન્ડ પર અચાનક BRTS બસમાં આગ લાગી હતી. ઉલ્લેખનીય છે કે, એન્જિનમાંથી ધુમાડો નીકળતાં જ બસ-ડ્રાઇવર દ્વારા પેસેન્જરોને બહાર કાઢી લેવામાં આવ્યા અને BRTS બસ સ્ટેન્ડ પરથી પણ લોકોને દૂર કરવામાં આવ્યા હતા. ગણતરીની મિનિટોમાં બસમાં આગ ફાટી નીકળી હતી. ફાયરબ્રિગેડની ત્રણ ગાડી ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવામાં આવી હતી.
મણીનગરમાં BRTS બસના આગળના ભાગમાં આગ લાગી હતી. આગને કારણે બીઆરટીએસ બસ સ્ટેન્ડ પણ આગની ઝપેટમાં આવ્યું હતું, જોકે સમયસર ફાયર બ્રિગેડ પહોંચી જતાં બીઆરટીએસ બસ સ્ટેન્ડને વધુ નુકસાન થયું નથી. અને કોઈ જાનહાની પણ થઈ નથી. ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોચીને આગ પર કાબુ મેળવી લીધો હતો. જો આગની ઘટનામાં બસનો આગળનો ભાગ બળીને ખાક થઈ ગયો છે.