પાકિસ્તાની છોકરાનું આ કારનામું જોઇ તમારી આંખો પણ પહોળી થઇ જશે

Haresh Suthar | News18 Gujarati
Updated: February 4, 2017, 2:43 PM IST
પાકિસ્તાની છોકરાનું આ કારનામું જોઇ તમારી આંખો પણ પહોળી થઇ જશે
કેટલાક દિવસો પહેલા પાકિસ્તાનનો આસમાની આંખ વાળો એક ચાવાળો ઇન્ટરનેટ પર ચર્ચામાં રહ્યો હતો. હવે પાકિસ્તાનનો વધુ એક છોકરો પોતાની આંખોને લઇને ઇન્ટરનેટ પર ચર્ચાનું પાત્ર બન્યો છે. પરંતુ આ વખતે કારણ કંઇક અલગ છે. અહમદ અલી નામનો આ છોકરો પોતાની આંખોની ખૂબસુરતી માટે નહીં પરંતુ આંખોથી સ્ટંટ કરવાને લઇને તે ચર્ચામાં છે.
Haresh Suthar | News18 Gujarati
Updated: February 4, 2017, 2:43 PM IST
નવી દિલ્હી #કેટલાક દિવસો પહેલા પાકિસ્તાનનો આસમાની આંખ વાળો એક ચાવાળો ઇન્ટરનેટ પર ચર્ચામાં રહ્યો હતો. હવે પાકિસ્તાનનો વધુ એક છોકરો પોતાની આંખોને લઇને ઇન્ટરનેટ પર ચર્ચાનું પાત્ર બન્યો છે. પરંતુ આ વખતે કારણ કંઇક અલગ છે. અહમદ અલી નામનો આ છોકરો પોતાની આંખોની ખૂબસુરતી માટે નહીં પરંતુ આંખોથી સ્ટંટ કરવાને લઇને તે ચર્ચામાં છે.

પાકિસ્તાનનો આ 14 વર્ષિય છોકરો દેડકાની જેમ પોતાની આંખો બહાર કાઢી શકે છે. ઇન્ટરનેટ પર ચર્ચામાં આવ્યા બાદ આ છોકરો પોતાની આ હરકતને પગલે ગિનીજ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં પોતાનું નામ નોંધાવવા ઇચ્છે છે.

અહમદ અલી પોતાની આંખોને અંદાજે 10 મિનિટ સુધી બહાર કાઢી શકે છે, દુનિયા ટીવીના અનુસાર અહેમદનું કહેવું છે કે ગત વર્ષે તે કંઇક કરી રહ્યો હતો એવામાં એની આંખો બહાર આવી ગઇ હતી. મને લાગ્યું કે એની આંખોને નુકશાન થયું છે. પરંતુ બાદમાં એને ખબર પડી કે આંખો બરોબર છે અને એની જગ્યાએ પરત ગોઠવાઇ ગઇ છે. પાકિસ્તાનના આ છોકરાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો ચર્ચામાં છે.

First published: February 4, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर