Home /News /ahmedabad /અમદાવાદમાંથી ઝડપાયો પાકિસ્તાની જાસૂસ, પાક મોકલતો હતો સિમ કાર્ડ

અમદાવાદમાંથી ઝડપાયો પાકિસ્તાની જાસૂસ, પાક મોકલતો હતો સિમ કાર્ડ

અમદાવાદ ક્રાઇમ બ્રાંચ

અમદાવાદનો આ વ્યક્તિ પાકિસ્તાની ઇન્ટેલીજન્સ એજન્સી સાથે સંકળાયેલો હોવાની પણ વાત સામે આવી છે.

    અમદાવાદ : અમદાવાદ ક્રાઇમનું સૌથી મોટું ઓપરેશન સામે આવ્યું છે. શહેરના કોટ વિસ્તારમાંથી એક વ્યક્તિની ધરપરડ કરવામાં આવી છે. આ વ્યક્તિ સિમ કાર્ડ પાકિસ્તાન મોકલતો હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસ બાદ ક્રાઇમ બ્રાંચે કાર્યવાહી કરી છે.

    આ વ્યક્તિ પાકિસ્તાની ઇન્ટેલીજન્સ એજન્સી સાથે સંકળાયેલો હોવાની પણ વાત સામે આવી છે.

    આ અંગે અમારા સંવાદદાતાના જણાવ્યા પ્રમાણે, કોટ વિસ્તારમાંથી ઝડપાયેલો આ આરોપી અહીંથી સિમ કાર્ડ લઇને પાકિસ્તાન ઇન્ટેલિજન્સ એજન્સીને આપતો હોવાની વાત સામે આવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ગઇકાલે જ આ ઓપરેશન પૂર્ણ કર્યુ હતુ અને આ વ્યક્તિની મોડી રાતે ધરપકડ કરી લીધી છે. આ આરોપી કોણ છે અને તેના ઇરાદા શું હતા તે અંગે તપાસ ચાલી રહી છે. આ વ્યક્તિ કયા કારણે અહીંથી સિમકાર્ડ પાકિસ્તાનના ઇન્ટેલિજન્સ એજન્સીને કેમ આપતા હતા તે અંગે પણ તપાસ ચાલી રહી છે.

    ગુજરાતના મહત્ત્વના સમાચાર


    પીએફઆઈના તાર ગુજરાત સાથે જોડાયા


    રાષ્ટ્રીય તપાસ સંસ્થા અને એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ ઇડીએ અનેક રાજયોની પોલીસની સાથે સંયુકત રીતે દેશના જુદા જુદા ભાગોમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (પીએફઆઇ PFI) સાથે સંકળાયેલા લોકોને ત્યાં દરોડા પાડયા હતા.જેમા દેશના 15 રાજયોમાં 93 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. આ કેસના તાર હવે ગુજરાત સુધી અડ્યાં છે. ગુજરાત એટીએસ દ્વારા અમદાવાદ, સુરત, નવસારી અને બનાસકાંઠામાંથી કુલ 15 લોકોની અટકાયત કરવામાં આવી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, ગુજરાત એટીએસ દ્વારા અમદાવાદ, સુરત અને બનાસકાંઠામાં આ કેસની તપાસ કરવામાં આવી હતી. જેમાં 15 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે. (આ અંગેની સંપૂર્ણ માહિતી અહીં વાંચો)

    હાલ તેમની પૂછપરછ ચાલી રહી છે. ગુજરાતમાં પીએફઆઈ સક્રિય નથી પરંતુ તેમની રાજનૈતિક પાર્ટી રાજનૈતિર પાર્ટી એસડીપીઆઈ છે. જે 15 લોકોને દબોચી લેવામાં આવ્યા છે તેમના તાર વિદોશોમાં બેઠા કેટલાક લોકો સાથે હોવાનું સામે આવ્યુ છે. હાલ ગુજરાત એટીએસ આ લોકો સાથે પૂછપરછ કરીને વધુ તપાસ કરી રહી છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: અમદાવાદ, ગુજરાત, પાકિસ્તાન

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन