ભારતે પાક.નો આરોપ નકાર્યો, કહ્યુ-નથી બનાવી રહ્યા કોઇ ગુપ્ત પરમાણુ શહેર

VINOD LEUVA | News18 Gujarati
Updated: February 10, 2017, 10:46 AM IST
ભારતે પાક.નો આરોપ નકાર્યો, કહ્યુ-નથી બનાવી રહ્યા કોઇ ગુપ્ત પરમાણુ શહેર
ભારત સરકારે પાકિસ્તાનના એ દાવાને નકાર્યો છે જેમાં કહેવાયું છે કે ભારતમાં ગુપ્ત પરમાણુ શહેરનું નિર્માણ થઇ રહ્યુ છે. આ ખંડન વિદેશ મંત્રાલય દ્વારા કરાયું છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: February 10, 2017, 10:46 AM IST
ભારત સરકારે પાકિસ્તાનના એ દાવાને નકાર્યો છે જેમાં કહેવાયું છે કે ભારતમાં ગુપ્ત પરમાણુ શહેરનું નિર્માણ થઇ રહ્યુ છે. આ ખંડન વિદેશ મંત્રાલય દ્વારા કરાયું છે.
પાકિસ્તાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા નફીસ જકરિયાએ ગુરુવારે પ્રેસ કોન્ફરન્સમાં એક સવાલના જવાબ પર દાવો કર્યો હતો. જકરિયાએ કહ્યુ કે ભારત ગુપ્ત રીતે પરમાણું શહેર બનાવી રહ્યુ છે.
એટલું જ નહી તેમણે એ પણ કહ્યુ કે ભારત કેટલાય પરમાણું પરિક્ષણ કરી ચુક્યુ છે. જે દુનિયા માટે ખતરનાક સાબિત થઇ શકે છે.
જકરિયાએ કહ્યુ કે ખતરનાક હથિયાર રાખવા માટે ભારતના અભિયાન સામે આંતરરાષ્ટ્રીય સમુદાયે નોધ લેવી જોઇએ અને પારંપરિક અને ગેર પારંપરિક હથિયારોના તેજીથી વિસ્તાર પર અંકુશ લગાવો જોઇએ.

જકરિયાના આ આરોપનું ભારત સરકારે ખંડન કર્યુ છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરૂપે કહ્યુ કે, ગુપ્ત પરમાણું શહેર બનવાની વાત બિલકુલ ખોટી છે. આ ફક્ત કપોલ કલ્પના છે. વિકાસે કહ્યુ કે આ આરોપ આતંકવાદ જેવા મુદ્દા પરથી ધ્યાન ભટકાવા માટે છે.
First published: February 10, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर