કુલભૂષણ વિરૂધ્ધ પુરાવા ઉભા કરવા પાકિસ્તાનનું વધુ એક તરકટ

Haresh Suthar | News18 Gujarati
Updated: April 12, 2017, 12:27 PM IST
કુલભૂષણ વિરૂધ્ધ પુરાવા ઉભા કરવા પાકિસ્તાનનું વધુ એક તરકટ
પાકિસ્તાને ભારતીય નાગરિક કુલભૂષણને ફસાવવા માટે વધુ એક તરકટ રચ્યું છે. પાકિસ્તાની સેનાએ ધરપકડ કરેલા અંડરવર્લ્ડ ડોન ઉજેર બલોચને મદદ કરવાના ગુનામાં કુલભૂષણનું નામ જોડ્યું છે. આમ કરીને પાકિસ્તાન કુલભૂષણ સામે લગાવેલા આરોપોને પુરવાર કરવા ધમપછાડા કરી રહ્યું છે.
Haresh Suthar | News18 Gujarati
Updated: April 12, 2017, 12:27 PM IST
નવી દિલ્હી #પાકિસ્તાને ભારતીય નાગરિક કુલભૂષણને ફસાવવા માટે વધુ એક તરકટ રચ્યું છે. પાકિસ્તાની સેનાએ ધરપકડ કરેલા અંડરવર્લ્ડ ડોન ઉજેર બલોચને મદદ કરવાના ગુનામાં કુલભૂષણનું નામ જોડ્યું છે. આમ કરીને પાકિસ્તાન કુલભૂષણ સામે લગાવેલા આરોપોને પુરવાર કરવા ધમપછાડા કરી રહ્યું છે.

કુલભૂષણ મામલે શશિ થરૂરની મદદની જરૂર નથી : વિદેશ મંત્રી સુષમા સ્વરાજ

પાકિસ્તાની સેનાએ કરાંચીમાં ડેરા જમાવેલા અંડરવર્લ્ડ ડોન ઉજેર બલોચને ઝડપી લીધો છે. પાકિસ્તાની મીડિયા અનુસાર ઉજેર બલોચ નામના શખ્સ સામે દેશ વિરૂધ્ધ જાસૂસી કરવાનો અને મદદ આપવાનો ગુનો છે. કહેવામાં આવી રહ્યું છે કે, બલોચને મહોરૂ બનાવી પાકિસ્તાન કુલભૂષણ સામે ચલાવેલો ખટલો પુરવાર કરવા માગે છે અને જાસૂસી કરવા મામલે કુલભૂષણ વિરૂધ્ધ પુરાવા ઉભા કરવા તરકટ કરી રહ્યું છે.

પાકિસ્તાની મીડિયા અનુસાર કુલભૂષણ જાધવ સામે ઉજેરને જાસૂસીમાં મદદ કરવા મામલે આરોપ લગાવાયો છે. બલોચને પહેલી જાન્યુઆરી 2016માં પાકિસ્તાની રેન્જર્સે કરાંચી બહાર કથિત રીતે એક રેડમાં પકડ્યો હતો.

અહીં નોંધનિય છે કે, ઇરાનના રસ્તે બલૂચિસ્તાનમાં ઘૂસ્યા બાદ માર્ચ 2016માં પાકિસ્તાને પકડ્યાનો દાવો કર્યો હતો. જાધવ પર રોનો એજન્ટ હોવાનો આરોપ છે. જોકે ભારત સરકારનું માનવું છે કે, એને ઇરાનથી પકડી પાકિસ્તાન લઇ જવાયો હતો અને તે જાસૂસ નહીં પરંતુ એક ધંધાર્થી છે. જાધવને જાસૂસીના આરોપમાં મિલિટ્રી કોર્ટે ફાંસીની સજા ફટકારી છે.
First published: April 12, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर