હાફિજ સઇદ ધરપકડ બાદ નજરકેદ, ટ્રમ્પ મોદીની દોસ્તીએ આ દિવસો દેખાડ્યા!

Haresh Suthar | News18 Gujarati
Updated: January 31, 2017, 12:13 PM IST
હાફિજ સઇદ ધરપકડ બાદ નજરકેદ, ટ્રમ્પ મોદીની દોસ્તીએ આ દિવસો દેખાડ્યા!
લશ્કર એ તોયબાના વડા હાફિજ સઇદની પાકિસ્તાની અધિકારીઓએ ધરપકડ કરી છ મહિના માટે નજરબંધ કરી દીધો છે. એવી અટકળો તેજ થઇ રહી છે કે, આ કાર્યવાહી અમેરિકાની ચેતાવણી બાદ કરવામાં આવી છે. જેમાં અમેરિકાએ કહ્યું હતું કે, જો જમાત ઉદ દાવા વિરૂધ્ધ કાર્યવાહી નહીં કરવામાં આવે તો પાકિસ્તાન સામે પ્રતિબંધ લાદવામાં આવશે. જમાત ઉદ દાવાનો વડો હાફિજ સઇદ છે.
Haresh Suthar | News18 Gujarati
Updated: January 31, 2017, 12:13 PM IST
નવી દિલ્હી #લશ્કર એ તોયબાના વડા હાફિજ સઇદની પાકિસ્તાની અધિકારીઓએ ધરપકડ કરી છ મહિના માટે નજરબંધ કરી દીધો છે. એવી અટકળો તેજ થઇ રહી છે કે, આ કાર્યવાહી અમેરિકાની ચેતાવણી બાદ કરવામાં આવી છે. જેમાં અમેરિકાએ કહ્યું હતું કે, જો જમાત ઉદ દાવા વિરૂધ્ધ કાર્યવાહી નહીં કરવામાં આવે તો પાકિસ્તાન સામે પ્રતિબંધ લાદવામાં આવશે. જમાત ઉદ દાવાનો વડો હાફિજ સઇદ છે.

નજરબંધીના કેટલાક કલાકો પહેલા જ હાફિજ સઇદે કહ્યું હતું કે, દબાયેલા કાશ્મીરીઓનો અવાજ ઉઠાવવા માટે એના સંગઠન પર કોઇ પ્રકારનો અંકુશ લગાવવામાં આવશે તો પણ એની કોઇ પરવા નથી. એણે નવાજ શરીફ સરકારને ચેતાવણી આપી હતી કે જો કોઇ અંકુશ લગાવવામાં આવશે તો એનું સંગઠન કાયદાનો સહારો લેશે. આ વાત એના ટ્વિટર હેન્ડલથી કહેવામાં આવી હતી.

હાફિઝ સઇદના આ કથિત ટ્વિટમાં કાશ્મીરનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. @AmeerJamatDawah નામના ટ્વિટર હેન્ડલથી આ અંગે કેટલીક ટ્વિટ કરવામાં આવી હતી. જેમાં હાફિજે કથિત રીતે દાવો કર્યો હતો કે પાકિસ્તાનમાં પણ એના વિરૂ્ધ્ધ કોઇ પ્રકારની એફઆરઆઇ નોંધાઇ નથી.

હાફિઝ તરફથી એવું પણ કહેવાયું હતું કે જો એની ધરપકડ કરવામાં આવશે તો પણ લાખો લોકો કાશ્મીર મુદ્દે પોતાનો અવાજ ઉઠાવતા રહેશે. ટ્વિટમાં લખાયું હતું કે જો કાશ્મીર વિરૂધ્ધ બોલવું અપરાધ છે તો પણ તે આ કરતો રહેશે.

 

First published: January 31, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर