Home /News /ahmedabad /ઔવેસીની પાર્ટી ગુજરાતમાં 65 બેઠક પર ચૂંટણી લડશે; 1-2 સપ્ટે. ઔવેસી ગુજરાતમાં

ઔવેસીની પાર્ટી ગુજરાતમાં 65 બેઠક પર ચૂંટણી લડશે; 1-2 સપ્ટે. ઔવેસી ગુજરાતમાં

AIMIM અમદાવાદ શહેરમાંથી 5 બેઠક પરથી ચૂંટણી લડશે

Gujarat assembly election 2022: સાબીર કાબલીવાલાના જણાવ્યા અનુસાર, ઔવેસીની પાર્ટી ગુજરાતમાં 65 બેઠક પર ચૂંટણી લડાશે

    અમદાવાદ: ગુજરાતની રાજનીતિ માટે વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઔવેસીની પાર્ટી AIMIM ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડશે.
    AIMIM અમદાવાદ શહેરમાંથી 5 બેઠક પરથી ચૂંટણી લડશે. આ અંગે પાર્ટીના પ્રદેશ પ્રમુખ સાબીર કાબલીવાલાનું નિવદેન સામે આવ્યું છે. સાબીર કાબલીવાલાના જણાવ્યા અનુસાર, ઔવેસીની પાર્ટી ગુજરાતમાં 65 બેઠક પર ચૂંટણી લડાશે. જ્યારે આગામી તારીખ 1-2 સપ્ટેમબરના રોજ અસુદ્દીન ઔવેસી ગુજરાત આવશે.

    અમદાવાદની આ પાંચ સીટ પર ઉમેદવાર ઉભા કરાશે

    આજે પાર્ટીના હોદ્દેદારોની બેઠક મળી હતી. જેમાં પ્રદેશ હોદ્દેદારો હાજર રહ્યા હતા. જેમાં અમદાવાદમાં પાંચ સીટ પર ઉમેદવાર ઉભા કરવાનું નક્કી કર્યું છે. જેમાં જમાલપુર, ખાડીયા, બાપુનગર, દરીયાપુર, વેજલપુર, દાણીલીમડાનો સમાવેશ થાય છે. ગુજરાતમાં અમે 65 જગ્યાએથી ઉમેદવાર ઉભા કરીશું. આગામી સમયમાં ઉમેદવારો નક્કી કરવામાં આવશે.

    બે દિવસના પ્રવાસે આવશે ઔવેસી

    ઔવેસી આગામી સમયમાં બે દિવસ માટે ગુજરાત પ્રવાસે આવશે. તેઓ 1 અને 2 સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસે આવશે. અમે મોટાભાગે જીતી શકીએ તેવા ગણિતવાળી જ સીટો પર લડવાનું નક્કી કર્યું છે. જે પ્રમાણે અમે 65 સીટો નક્કી કરી છે.

    65 સીટો પાછળનું ગણિત

    65 સીટો નક્કી કરવા પાછળના ગણિત અંગે જણાવતાં સાબિર કાબલીવાલાએ જણાવ્યું હતું કે, જે જગ્યાએ 60થી 65 હજાર મુસ્લિમ મતદારો છે તેને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. ધારો કે, મોડાસાની સીટ પર ઠાકોર સમાજના વોટ વધારે છે. અહીં ઠાકોર સમાજનો ઉમેદવાર ઉભો કરી, મુસ્લિમ વોટ મર્જ કરી સીટ જીતીશું. આવી ઘણી સીટો છે. અમારા ગણિત પ્રમાણે 65 સીટો એવી છે જ્યાં અમે જીતી શકીએ છે. દરેક જાતિ અને સમાજના લોકોને ટિકિટ આપીશું. આજ સુધી કોંગ્રેસે મુસ્લિમ વોટથી સરકાર બનાવી છે. તે વોટને મોર્જ કરી અમે જીતવાની કોશિશ કરીશું.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: AIMIM, Gujarat Assembly Elections 2022, Gujarat News

    विज्ञापन
    विज्ञापन