તેમણે બનાવેલા વુડન પર પીંછવાઈ પેઈન્ટિંગ્સ સાથે ફ્યુઝન આર્ટ પણ જોઈ શકાય
અમદાવાદમાં આવેલી અમદાવાદની ગુફા ખાતે દર મંગળવારે એક એક્ઝિબિશનનું (Exhibition) આયોજન કરવામાં આવે છે. જેમાં કલાકારો દ્વારા રજૂ કરવામાં આવતા આર્ટવર્ક, કલા, ચિત્રોનું એક્ઝિબિશન યોજવામાં આવે છે.
Parth Patel, Ahmedabad: અમદાવાદની ગુફા (Amdavad ni Gufa) ખાતે એક આર્ટ એક્ઝિબિશન ગેલેરી આવેલી છે. જે કલાકારોને તેમની આર્ટ વર્ક (Art Work) પ્રદર્શિત કરવા માટે સ્થાન આપે છે. તે શહેરની સૌથી વધુ વખત મુલાકાત લેવાતી આર્ટ ગેલેરીઓમાંની એક છે. પ્રદર્શન ગેલેરીમાં (Gallery) સાપ્તાહિક દેશભરના કલાકારો તેમજ આંતરરાષ્ટ્રીય કલાકારોના કલા પ્રદર્શનો યોજાય છે.
અમદાવાદની ગુફા ખાતે એક્ઝિબિશનનું આયોજન
અમદાવાદમાં આવેલી અમદાવાદની ગુફા ખાતે દર મંગળવારે એક એક્ઝિબિશનનું (Exhibition) આયોજન કરવામાં આવે છે. જેમાં કલાકારો દ્વારા રજૂ કરવામાં આવતા આર્ટવર્ક, કલા, ચિત્રોનું એક્ઝિબિશન યોજવામાં આવે છે. અમદાવાદની ગુફા (Amdavad ni Gufa) ખાતે એક આર્ટ એક્ઝિબિશન ગેલેરી આવેલી છે. જેમાં કલાકારોને તેમના આર્ટ વર્ક (Art Work) પ્રદર્શિત કરવા માટે સ્થાન આપવામાં આવે છે. તે શહેરની સૌથી વધુ વખત મુલાકાત લેવાતી આર્ટ ગેલેરીઓમાંની એક છે.
પ્રદર્શનમાં કુલ 23 પેઈન્ટિંગ્સ રજૂ કરવામાં આવ્યા
આ પ્રદર્શન ગેલેરીમાં (Gallery) સાપ્તાહિક દેશભરના કલાકારો તેમજ આંતરરાષ્ટ્રીય કલાકારોના કલા પ્રદર્શનો યોજાય છે. આ પ્રદર્શનમાં કલાકારોએ હિસ્ટોરિકલ, માઈકોલોજીકલ, હોર્સ, સ્પેરો, પ્રાણીઓ, પક્ષીઓ વગેરે કલાકૃતિઓ રજૂ કરવામાં આવી છે. આ પ્રદર્શનમાં કુલ 23 પેઈન્ટિંગ્સ રજૂ કરવામાં આવ્યાં છે. જેમાં આપણે મોનાલી પટેલના પેઈન્ટિંગ વિશે જાણીએ.
વુડન પર પીંછવાઈ પેઈન્ટિંગ્સ સાથે ફ્યુઝન આર્ટ પણ જોઈ શકાય છે
મોનાલી પટેલ સાથે વાત કરતા જણાવ્યું કે તેમણે વુડન પર પીંછવાઈ પેઈન્ટિંગ્સ સાથે ફ્યુઝન આર્ટ પણ જોઈ શકાય છે. તેમાં રઢિયાળી રાત અને ગાયો સંગ ગોપાલ સહિત બીજા ટાઈટલ પરના પીંછવાઈ પેઈન્ટિંગ્સમાં શ્રીનાથજી દર્શન જોવા મળે છે. તેમણે 5 વર્ષ સાયન્સ સિટી ખાતેની સ્કાયબ્લૂ આર્ટ ઈન્સ્ટિટયૂટ પણ ચલાવેલી છે.
તેમણે કેનવાસ, પેપર કે અન્ય મિડિયમમાં ચિત્રો પણ બનાવેલા છે. આ સાથે 6 સોલો શો અને ઘણા ગ્રુપ શો પણ ઓર્ગેનાઇઝ કર્યા છે. એક ચોક્કસ પ્રોસેસ પછી તેની પર ડ્રોઈંગ કરીને નેચરલ સ્ટોન કલર થકી આ પીંછવાઈ પેઈન્ટિંગ તૈયાર કર્યા છે. આમ મોડર્ન આર્ટ સાથે ડિફરન્ટ આર્ટ રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે.
સરનામું : અમદાવાદની ગુફા, કસ્તુરભાઈ લાલભાઈ કેમ્પસ, ગુજરાત યુનિવર્સિટી કેમ્પસની સામે, CEPT કેમ્પસ, નવરંગપુરા, અમદાવાદ. આ એક્ઝિબિશન ગેલેરી (Exhibition Gallery) સોમવાર અને જાહેર રજાના દિવસો સિવાય તમામ દિવસોમાં ખુલ્લી રહે છે. જેનો સમય સાંજે 4.00 વાગ્યાથી રાત્રે 8.00 વાગ્યા સુધીનો હોય છે.