Home /News /ahmedabad /Ahmedabad Police: અમદાવાદમાં વ્યાજખોરોના ત્રાસ પર અંકુશ મેળવવા લોકદરબારનું આયોજન, 18 ફરિયાદ દાખલ કરી

Ahmedabad Police: અમદાવાદમાં વ્યાજખોરોના ત્રાસ પર અંકુશ મેળવવા લોકદરબારનું આયોજન, 18 ફરિયાદ દાખલ કરી

લોકદરબારમાં પોલીસે અનેક લોકોની ફરિયાદ સાંભળી હતી.

Ahmedabad News: 5મી જાન્યુઆરીથી શરૂ કરવામાં આવેલી આ ડ્રાઇવ દરમિયાન 47 જેટલા ગુના દાખલ કરવામાં આવ્યાં છે અને 70 આરોપીઓની અટક કરીને 3 આરોપીઓને પાસા હેઠળ જેલમાં મોકલવામાં આવ્યા છે.

અમદાવાદઃ રાજ્યમાંથી વ્યાજખોરોના ત્રાસ પર અંકુશ મેળવવા માટે ગુજરાત પોલીસ દ્વારા રાજ્ય વ્યાપી ડ્રાઇવ ચલાવવામાં આવી છે. 31મી જાન્યુઆરી સુધી ડ્રાઇવ યોજવામાં આવી છે. જેમાં અનેક જગ્યાએ લોકદરબારનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને વ્યાજખોરો સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા એક મેગા લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ આ લોકદરબારની મુલાકાત લીધી હતી. આ લોકદરબારમાં પોલીસ કમિશનર, ડીસીપી, એસીપી અને પીઆઇ સહીતના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

અનેક લોકોએ રજૂઆત કરી


આ મેગા લોકદરબારમાં વ્યાજખોરોના ત્રાસનો ભોગ બનેલા 62 જેટલા લોકોએ પોલીસ સમક્ષ પોતાની રજૂઆત કરી હતી. પોલીસે તમામ લોકોની રજૂઆત સાંભળીને 18 જેટલી ફરિયાદ દાખલ કરી છે. આ લોકદરબારમાં નાના વેપારીઓ તેમજ નાના ધંધા-રોજગાર સાથે સંકળાયેલા અંદાજે 1500 જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા. તેઓ આવનારા સમયમાં આવી વ્યાજખોરીની પ્રવૃત્તિનો ભોગ ના બને તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશન અને બેંકના કર્મચારીઓ દ્વારા જરૂરિયાતમંદ લોકોને લોન તેમજ સરકારી યોજનાઓનો લાભ કેવી રીતે મળી શકે તે અંગેની માહીતી પૂરી પાડવામાં આવી હતી.


અત્યાર સુધીમાં 47 કેસ દાખલ કર્યા


જ્યારે 5મી જાન્યુઆરીથી શરૂ કરવામાં આવેલી આ ડ્રાઇવ દરમિયાન 47 જેટલા ગુના દાખલ કરવામાં આવ્યાં છે અને 70 આરોપીઓની અટક કરીને 3 આરોપીઓને પાસા હેઠળ જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. જ્યારે આગામી ત્રણ દિવસ એટલે કે 28થી 30 તારીખ સુધી પોલીસ દ્વારા ‘મે વી હેલ્પ યુ’ અભિયાન હેઠળ સમગ્ર શહેરમાં 120થી વધુ કાર્યક્રમો કરવામાં આવશે. જેમાં પાથરણા બજાર, શાક માર્કેટ, ફ્રૂટ માર્કેટ, ટ્રાફિક જંક્શન, અનાજ બજાર અને કાપડ બજાર જેવા બજારોમાં પ્રજાની વચ્ચે જઇને કેમ્પ રાખવામાં આવશે. જેમાં પોલીસ, મ્યુનિસિપલ કોર્પોરેશન અને બેંકના અધિકારીઓ હાજર રહીને નાગરિકોને ઓછા વ્યાજે મળતી લોન ધિરાણ બાબતે સમજ આપવામાં આવશે.
Published by:Vivek Chudasma
First published:

Tags: Ahmedabad crime news, Ahmedabad news, Ahmedabad police

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો