સોનોગ્રાફી, X-ray, ક્રિએટિનિન, બિલીરૂબિન જેવા બેઝિક ટેસ્ટ્સ પણ ઉપલબ્ધ
અમદાવાદ GCS હોસ્પિટલ ખાતે સિનસિનાટી ચિલ્ડ્રન હોસ્પિટલ મેડીકલ સેન્ટર (અમેરિકા) ના સહયોગથી ખૂંધ માટે નિ:શુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 25 જાન્યુઆરી સુધી કેમ્પ યોજાશે
Parth Patel, Ahmedabad : તમામ રોગોનું સમયસર નિદાન થાય તેમજ દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે હેતુથી GCS હોસ્પિટલ ખાતે સિનસિનાટી ચિલ્ડ્રન હોસ્પિટલ મેડીકલ સેન્ટર (અમેરિકા) ના સહયોગથી 23, 24 અને 25 જાન્યુઆરી, 2023 એ ખૂંધ માટે નિ:શુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદમાં આવેલી GCS હોસ્પિટલ દ્વારા 23 થી 25 જાન્યુઆરી સુધી ખૂંધની બીમારીથી પીડાતા દર્દીઓ માટે નિ:શુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તપાસ અને સારવાર માટે હોસ્પિટલના નિષ્ણાતો અને ડોક્ટર્સ દ્વારા દર્દીઓને નિઃશુલ્ક કન્સલ્ટેશન કરી આપવામાં આવશે. આ સાથે નિદાન કેમ્પમાં નિદાન થયેલા લાભાર્થીઓ માટે નિ:શુલ્ક ઓપરેશનની સુવિધા પણ પૂરી પાડવામાં આવશે.
બાળકો લઘુતાગ્રંથિથી પીડાતા હોય છે
સ્કોલિયોસિસ એ કરોડરજ્જુની સ્થિતિ છે. જે બાળકો અને કિશોરોને સૌથી વધુ અસર કરે છે. કરોડરજ્જુમાં વળાંક-ખૂંધની અને ખોડ-ખાંપણની સમસ્યાને લીધે બાળકો લઘુતાગ્રંથિથી પીડાતા હોય છે. સ્કોલિયોસિસ કરોડરજ્જુમાં બાજુથી બાજુ C અથવા S આકારના અસાધારણ વળાંકનું કારણ બને છે. કરોડરજ્જુના કોઈપણ ભાગને અસર કરી શકે છે.
પરંતુ છાતીનો વિસ્તાર અને પીઠનો ભાગ સૌથી સામાન્ય વિસ્તારો છે. ખૂંધની સમસ્યાથી પીડાતા બાળકો માટે GCS હોસ્પિટલ ખાતે સિનસિનાટી ચિલ્ડ્રન હોસ્પિટલ મેડિકલ સેન્ટર (અમેરિકા)ના સહયોગથી 23 થી 25 જાન્યુઆરી સુધી ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. જ્યાં જીસીએસ હોસ્પિટલના નિષ્ણાંત ઓર્થોપેડીક ડોક્ટરોની ટીમ દ્વારા નિ:શુલ્ક તપાસ કરી આપવામાં આવશે.
અમેરિકાની સિનસિનાટી ચિલ્ડ્રન્સ હોસ્પિટલના સ્પાઇન સર્જનોની ટીમ દ્વારા સારવાર કરાશે
આ કેમ્પમાં નિદાન થયેલા બાળકોનું નિઃશુલ્ક ઓપરેશન GCS હોસ્પિટલ ખાતે મેડટ્રોનિકના સૌજન્યથી અમેરિકાની સિનસિનાટી ચિલ્ડ્રન્સ હોસ્પિટલ મેડિકલ સેન્ટરના સ્પાઇન સર્જનોની ટીમ દ્વારા કરી આપવામાં આવશે. GCS હોસ્પિટલમાં સ્કોલિયોસિસ માટે આ ખાસ કેમ્પ દર વર્ષે યોજવામાં આવે છે.
આ કેમ્પ વિશે વધુ માહિતી માટે 9228102019 અથવા 07966048031/ 8032 પર સંપર્ક કરી શકો છો. GCS હોસ્પિટલ એ 750 બેડની મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ છે. શ્રેષ્ઠ તબીબી કુશળતા, અલ્ટ્રા-મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રકચર અને અન્ય સુવિધાઓ તેમજ સમાજ સેવાના ઉદ્દેશ સાથે GCS હોસ્પિટલ આજે સમાજના તમામ પ્રકારના લોકોને નજીવા દરે નિદાનથી લઇ સારવાર આપવા કાર્યરત છે.
સોનોગ્રાફી, X-ray, ક્રિએટિનિન, બિલીરૂબિન જેવા બેઝિક ટેસ્ટ્સ પણ ઉપલબ્ધ
આ ઉપરાંત સોનોગ્રાફી, એક્સ-રે, ECG, સુગર, પેશાબ, ક્રિએટિનિન, બિલીરૂબિન વગેરે જેવા બેઝિક ટેસ્ટ્સની ચકાસણી પણ કરી આપવામાં આવે છે. આ સિવાયના અન્ય ટેસ્ટ પણ રાહત દરે કરી આપવામાં આવે છે. આ હોસ્પિટલમાં તમામ જનરલ સ્પેશિયાલિટી સારવાર માટે નિઃશુલ્ક કન્સલ્ટેશન ઉપલબ્ધ છે અને નિઃશુલ્ક સર્જરી માટે આયુષ્માન ભારત યોજનાની સુવિધા પણ ઉપલબ્ધ છે.
સરનામું: GCS હોસ્પિટલ, ડી.આર.એમ. ઓફિસની સામે, ચામુંડા બ્રિજ પાસે, કાલુપુર બ્રિજ-નરોડા રોડ, અમદાવાદ. સમય: સવારે 9 થી સાંજે 4 વાગ્યા સુધી. વધુ માહિતી માટે www.gcsmc.org/ વેબસાઈટ પર જઈને મુલાકાત કરી શકો છો.
શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ p22.parth@gmail.com પર સંપર્ક કરો.