Home /News /ahmedabad /Ahmedabad: આ રક્તદાન કેમ્પમાં ડોનરોની લાગી લાઈન, આટલા યુનિટ બ્લડ એકત્રિત થયું
Ahmedabad: આ રક્તદાન કેમ્પમાં ડોનરોની લાગી લાઈન, આટલા યુનિટ બ્લડ એકત્રિત થયું
માત્ર 7 કલાકમાં 369 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું
અમદાવાદ નિરમા યુનિવર્સિટીના ઇન્સ્ટિટ્યૂટ ઓફ લો, NSS યુનિટ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.માત્ર સાત કલાકમાં 369 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.
Parth Patel, Ahmedabad: એક તારણ મુજબ ભારતમાં દરરોજ લગભગ 12,000 લોકો રક્તદાનના અભાવને કારણે મૃત્યુ પામે છે. દાન કરાયેલ રક્તના પ્રત્યેક યુનિટનો ઉપયોગ કેન્સર, સર્જરી, ઈજાના દર્દીઓ, બર્નમાં પ્રવાહી બદલવા અને અસ્થિ મજ્જા ટ્રાન્સપ્લાન્ટ તથા અન્ય સારવાર માટે રક્તદાન ઉપયોગી નીવડે છે.
અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ લો, નિરમા યુનિવર્સિટીમાં NSS યુનિટ દ્વારા સિવિલ હોસ્પિટલ અમદાવાદની બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિરનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પને યુનિવર્સિટી દ્વારા અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો.
માત્ર 7 કલાકમાં 369 યુનિટ રક્ત એકત્ર થયું
માત્ર સાત કલાકમાં 369 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં નિરમા યુનિવર્સિટીના ઈતિહાસમાં સૌથી સફળ રક્તદાન અભિયાન રહ્યું હતું. જેમાં આટલી મોટી સંખ્યામાં રક્તદાતાઓએ બીજાનું જીવન બચાવવા માટે પોતાના રક્તનું દાન કર્યું હતું. આ માટે નિરમા યુનિવર્સિટીના NSS યુનિટના પ્રોગ્રામ કોઓર્ડિનેટર દ્વારા સમગ્ર કેમ્પનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
અમદાવાદની નિરમા યુનિવર્સિટીએ સમાજના કલ્યાણ માટે શક્ય તેટલું યોગદાન આપવાનું નક્કી કર્યું છે. ત્યારે આવી જ એક પહેલ માટે યુનિવર્સિટીએ રક્તદાન ડ્રાઇવ શરૂ કરી છે. આ માટે યુનિવર્સિટી અને તેની અંગભૂત સંસ્થાઓ સાથે મળીને રક્તદાનનું આયોજન કરે છે. તેમજ જરૂર હોય તેવા લોકોના જીવન માટે સમયાંતરે રક્તદાન શિબિરનું આયોજન કરે છે.
નિરમા યુનિવર્સિટીના NSS યુનિટનું સન્માન કરવામાં આવ્યું
અમદાવાદ રેડ ક્રોસ સોસાયટી (બ્લડ બેંક) દ્વારા આયોજીત સ્ટાર બ્લડ ડોનેશન કેમ્પ માટે અને જેમણે દેશવ્યાપી રોગચાળો COVID-19 દરમિયાન જરૂરિયાતમંદ દર્દીઓના જીવન બચાવવામાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. તેના માટે નિરમા યુનિવર્સિટીના NSS યુનિટને સન્માનિત કરવામાં આવ્યું હતું.
50 થી વધુ રક્તદાન શિબિરમાં 7500 યુનિટ રક્ત એકત્ર
છેલ્લા 10 વર્ષોમાં નિરમા યુનિવર્સિટીએ 50 થી વધુ રક્તદાન શિબિરો યોજી છે. જેમાં કેમ્પસ યુનિવર્સિટીએ પાછલા વર્ષોમાં 7500 યુનિટ રક્ત એકત્ર કર્યું હતું. દર વર્ષે ભારતમાં 1લી ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ ઉજવવામાં આવે છે. જે વ્યક્તિના જીવનમાં લોહીની જરૂરિયાત અને મહત્વની સમજ આપે છે.