મહીલા બુટલેગરને પકડવા ગયેલ પોલીસ પર હુમલો

VINOD LEUVA | News18 Gujarati
Updated: February 2, 2017, 2:21 PM IST
મહીલા બુટલેગરને પકડવા ગયેલ પોલીસ પર હુમલો
અમદાવાદઃઅમદાવાદમાં બુટલેગરોને પોલીસનો કાંઇ જ ડર ન હોય તેમ પોલીસ પર પણ હુમલો કરવામાં ડરતા નથી.શહેરના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વોન્ટેડ બુટલેગરને પકડવા માટે ગયેલ પોલીસને જ માર ખાવાનો વારો આવ્યો છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: February 2, 2017, 2:21 PM IST
અમદાવાદઃઅમદાવાદમાં બુટલેગરોને પોલીસનો કાંઇ જ ડર ન હોય તેમ પોલીસ પર પણ હુમલો કરવામાં ડરતા નથી.શહેરના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વોન્ટેડ બુટલેગરને પકડવા માટે ગયેલ પોલીસને જ માર ખાવાનો વારો આવ્યો છે.

અમદાવાદ શહેરમાં ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં વોન્ટેડ મહીલા બુટલેગરને પકડવા માટે ગયેલ પોલીસને જ માર પડ્યો છે.રાયખડમાં જુની પ્રસાદ મીલ કમ્પાઉન્ડમાં રહેતા પરચીઝ કિશ્ચન ગાયકવાડ પોલીસ સ્ટેશનના બે ગુનામાં વોન્ટેડ છે.જેથી પોલીસ દ્વારા તેના પર સતત નજર રાખવામાં આવતી હતી.જો કે ગઇકાલે તે ઘરે આવી હોવાની બાતમી મળતા જ પોલીસ તેને પકડવા માટે ગઇ હતી.જો કે આ દરમિયાન પરચીઝ તેની બહેન મરચીઝ અને તેમના મળતિયા એમ દશ લોકોએ 3 કોન્સ્ટેબલ સાથે ઝપાઝપી કરીને તેમને માર માર્યો હતો.


જો કે આ દરમિયાન ઝપાઝપીનો લાભ લઇને બંન્ને બુટલેગરો ફરાર થઇ ગઇ હતી.જ્યારે સમગ્ર ઘટનાની જાણ કરતાં જ પોલીસનો મોટો કાફળો ઘટનાસ્થળ પર પહોચ્યો હતો અને અશરફ નામના એક આરોપીને ઝડપી પાડ્યો હતો.પોલીસનું કહેવું છે કે આ બંન્ને બુટલેગરો સામે અગાઉ પણ અનેક ગુના દાખલ થયેલ છે.તેમજ પાસા પણ ભોગવી ચુક્યા છે.


પરંતુ સૌથી મહત્વની બાબત તો એ છે કે મહીલા બુટલેગર દ્વારા પોલીસ પર હુમલો અને એ પણ ક્રાઇમબ્રાન્ચના ખુબ જ નજીવા વિસ્તારમાં ખુબ જ ગંભીર ઘટના કહી શકાય.હાલમાં પોલીસએ 10 આરોપીઓ વિરુદ્ધમાં રાયોટીંગ અને સરકારી કામમાં રુકાવટ બદલ ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

 
First published: February 2, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर