Swine Flu: કોરોનાના કહેર વચ્ચે અમદાવાદમાં ખતરાની ઘંટી, સ્વાઇન ફ્લૂથી એક દર્દીનું મોત
Swine Flu: કોરોનાના કહેર વચ્ચે અમદાવાદમાં ખતરાની ઘંટી, સ્વાઇન ફ્લૂથી એક દર્દીનું મોત
પ્રતિકાત્મક તસવીર (Getty Images)
શહેરનમાં એક તરફ કોરોનાએ આજે કહેર વર્તાવ્યો છે અને આજે અમદાવાદમાં કોરોનાથી ત્રણ દર્દીઓના મોત નિપજ્યા છે ત્યારે બીજી તરફ આજે સ્વાઇન ફ્લૂથી પણ એક દર્દીનું મોત નિપજ્યું છે.
અમદાવાદ (Ahmedabad) માટે ખતરારૂપ સમાચાર સામે આવ્યા છે. એક બાજુ કોરોના વાયરસ (Corona Virus)ના કેસમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે ત્યારે શહેરમાં સ્વાઇન ફ્લૂ (swine flu)ની પણ એન્ટ્રી થઇ ગઇ છે. આજે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ (Sola Civil Hospital)માં સ્વાઇન ફ્લૂ (Swine Flu in Ahmedabad) થી એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. સોલા સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂના કુલ બે દર્દીઓ દાખલ થયા હતા. જેમાથી આજે એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. ત્યાં જ એક દર્દી હાલમાં સારવાર હેઠળ છે.
શહેરના નારણપુરા અને સરખેજ વિસ્તારના એક-એક દર્દીઓને સ્વાઇન ફ્લૂની અસર હતી. જેમાથી એક વ્યક્તિનું મોત નિપજ્યું છે ત્યારે સોલા સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂનો એક સ્પેશિયલ વોર્ડ પણ શરૂ કરાયો છે જેમા 80 બેટ તૈયાર રાખવામાં આવ્યા છે. સાથે જ 36 વેન્ટીલેટર બેડ પણ સ્વાઇન ફ્લૂના દર્દીઓ માટે તૈયાર રખાયા છે.
શહેરનમાં એક તરફ કોરોનાએ આજે કહેર વર્તાવ્યો છે અને આજે અમદાવાદમાં કોરોનાથી ત્રણ દર્દીઓના મોત નિપજ્યા છે ત્યારે બીજી તરફ આજે સ્વાઇન ફ્લૂથી પણ એક દર્દીનું મોત નિપજ્યું છે. આ સાથે જ ડોક્ટરોએ પણ લોકોને સાવધાની રાખવા અપીલ કરી છે.
આ મામલે સોલા સિવિલ હોસ્પિટલના RMO ડોક્ટર પ્રદીપ પટેલે નિવેદન આપતા જણાવ્યું કે, 27 જુલાઇના રોજ શહેરના બે વ્યક્તિના રિપોર્ટ કરાયા હતા. જેમાં બંને દર્દી H1N1 પોઝિટિવ આવ્યા હતા એટલે કે સ્વાઇન ફ્લૂ પોઝિટિવ આવ્યા હતા. જેમાથી એક પેશન્ટની હાલત સવારથી જ ગંભીર હતી અને તેઓ વેન્ટીલેટર પર હતા. ત્યાં જ ડોક્ટર પ્રદીપ પટેલે અન્ય લોકોને પણ સલાહ આપી છે કે કોરાનામાં જે પ્રકારે સાવચેતી રાખતા હતા તે પ્રકારે જ લોકોએ આ ફ્લૂથી બચવા સાવચેતી રાખવી જરૂરી છે સાથે જ જો કોઇ વ્યક્તિ હોસ્પિટલમાં જાય છે તો તેઓએ એન91 માસ્ક પહેરવું જોઇએ.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર