અમદાવાદના વિવાદિત ડૉ. સોની સામે વધુ એક ફરિયાદ, સોલા પોલીસે તપાસ હાથ ધરી

અગાઉ સોલા અને ઘાટલોડિયામાં ત્રણ ફરિયાદ થઇ ચૂકી છે, ડો. રાજ સોનીએ પોલીસ કમિશનરને પણ કરી હતી અરજી

News18 Gujarati
Updated: August 14, 2019, 8:43 AM IST
અમદાવાદના વિવાદિત ડૉ. સોની સામે વધુ એક ફરિયાદ,  સોલા પોલીસે તપાસ હાથ ધરી
ડૉ. રાજ સોનીની ફાઇલ તસવીર
News18 Gujarati
Updated: August 14, 2019, 8:43 AM IST
હરમેશ સુખડિયા, અમદાવાદ : અમદાવાદના વિવાદિત ડૉક્ટર રાજ સોની સામે વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે. શહેરની એક મહિલાએ તેમની સામે બિભત્સ ગાળો આપવાની ફરિયાદ કરી છે. ડૉ. સોની સામે થોડા દિવસો પહેલાં જ સોલા પોલીસ મથકમાં એક તબીબે ફરિયાદ નોંધાવી હતી. શહેરના આ તબીબ સામે પ્રેમસંબંધમાં અનેક ફરિયાદો થઈ છે.

રશિયામાં એમબીબીએસનો અભ્યાસ પૂરો કરીને અમદાવાદ આવેલી યુવતીને 1 વર્ષ કરતાં પણ વધારે સમયથી હેરાન પરેશાન કરતા રોમિયો ડોક્ટર રાજ સોનીની સોલા હાઈકોર્ટ પોલીસે થોડા દિવસો પહેલા ધરપકડ કરી હતી. રાજ અને મહિલા તબીબ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા વિવાદ અંગે મહિલા તબીબે સોલા હાઈકોર્ટ અને ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ડો.રાજ સોની વિરુદ્ધ 3 ફરિયાદ નોંધાવી હતી. ત્યારે હવે મહિલાને મળીને ધમકી આપવા બદલ સોલા પોલીસસ્ટેશનમાં રાજ સોની સામે વધુ એક ફરિયાદ નોંધાઇ છે.

એમબીબીએસનો અભ્યાસ પૂરો કરીને આવેલી મહિલા તબીબ તેના પિતાના પરિચિત ડોક્ટર રાજ સોની સાથે તેમના ઘરે ગોતા વિસ્તારમાં રહેતી હતી. ત્યારબાદ મહિલા તબીબને અન્ય હોસ્પિટલમાં નોકરી મળી જતાં તે અલગ રહેવા જતી રહી હતી. તેમ છતાં ડોક્ટર રાજ તેને ફોન કરીને તેમજ રસ્તામાં રોકીને હેરાન કરી સંબંધ રાખવા દબાણ કરતો હતો.

આ પણ વાંચો : IAS દહિયાની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે, નોટિસનો જવાબ ન આપતા ફરિયાદ નોંધાવાની વકી

આ પછી મહિલા તબીબીના મેમનગર ખાતેના ઘરે જઈને પણ ડોક્ટર રાજ સોની તેને પરેશાન કરતો હતો. જેથી મહિલાએ સોલા હાઇકોર્ટ અને ઘાટલોડિયામાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જ્યારે થોડા દિવસ પહેલા મહિલા તબીબ એસજી હાઈવે ઉપર એડવોકેટને મળવા ગઇ હતી ત્યારે એડવોકેટની ઓફિસની નીચે ડો.રાજ સોનીએ મહિલા તબીબને રોકીને અગાઉના બંને કેસ પાછા ખેંચી લેવા ધમકી આપી હતી. આ અંગે પણ મહિલા તબીબે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે કેસમાં ડોક્ટર રાજ સોનીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ અન્ય એક ડોક્ટરે પણ ધમકી આપી હોવાની રાજ સોની સામે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે યુવતીને વધુ એક વાર ફરિયાદ બાબતે ધમકીઓ આપતા રાજ સોની સામે સોલામાં ફરિયાદ નોંધાઇ છે. ઉલ્લેખનીય છે કે પોતાને ભરાવી દેવા માટે ખોટી ફરિયાદો થતી હોવાની રાજ સોનીએ પોલીસ કમિશનરને પુરાવા સાથે અરજી પણ કરી હતી. ત્યારે હવે આ કેસમાં ફરી એક વાર ડો. રાજ સોની સામે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે.
First published: August 14, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...