અમદાવાદ : ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અને બીજેપી નેતા ગોરધન ઝડફિયા (Gordhan Zadafia)ની હત્યાને ષડયંત્ર ગુજરાત એટીએસ (Gujarat ATS)એ નિષ્ફળ બનાવ્યું છે. હવે બીજેપીના બીજા એક નેતાની હત્યાની ધમકી મળી છે. મળતી માહિતી પ્રમાણે નરોડા વૉર્ડના પૂર્વ પ્રમુખ કિરપાલસિંહ છાડબા (Kirpalsinh Chhabada)ને ફોન પર જીવથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આ મામલે છાબડાએ અમદાવાદ શહેર પોલીસ કમિશનર, ક્રાઇમ બ્રાંચ અને સ્થાનિક પોલીસને અરજી કરી છે.
2002ના નરોડા પાટીયા તોફાન કેસમાં નિર્દોષ છૂટેલા કિરપાલસિંહ છાબડાને દુબઈ, દિલ્હી, મુંબઈથી ફોન કરીને જીવથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. છાબડાને જીવથી મારી નાખવાની તો તેની દીકરીનું સ્કૂલ ખાતેથી અપહરણ કરવાની ધમકી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કિરપાલસિંહ છાબડા ભાજપના વરિષ્ઠ નેતાઓ અને વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓ સાથે નજીકના સંબંધ ધરાવે છે.
ગુજરાત એટીએસ અને ક્રાઇમ બ્રાંચે બુધવારે બીજેપી નેતા ગોરધન ઝડફિયાની હત્યાનું ષડયંત્ર નિષ્ફળ બનાવ્યું હતું. અમદાવાદના રિલિફ રોડ ખાતે આવેલી વિનસ હોટલમાંથી એટીએસ અને ક્રાઇમ બ્રાંચ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને છોટા શકીલના એક શાર્પ શૂટરની ધરપકડ કરી લીધી હતી. એવી પણ માહિતી મળી છે કે ઇરફાન શેખ નામના ધરપકડ કરાયેલા શાર્પ શૂટર બાદ અન્ય એક શાર્પ શૂટર પણ અમદાવાદ આવવાનો હતો. ઇરફાન ફક્ત રેકી કરવા માટે આવ્યો હતો.
નીચે વીડિયોમાં જુઓ : ગુજરાત એટીએસને મળી મોટી સફળતા
" isDesktop="true" id="1014062" >
ઇરફાન શેખનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
ઉલ્લેખનીય છે કે એટીએસ અને ક્રાઇમ બ્રાંચને સંયુક્ત ઓપરેશનમાં ધરપકડ કરવામાં આવેલા ઇરફાન શેખનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ કોરોનાના કહેર ચાલી રહ્યો છે ત્યારે કોઈ પણ આરોપીની ધરપકડ બાદ તેનો કોરોના રિપોર્ટ કરાવવો ફરજિયાત છે. જે પ્રમાણે છોટા શકીલના શાર્પ શૂટર ઇરફાન શેખનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હવે તેની ધરપકડમાં સામેલ તમામ અધિકારીઓએ નિયમ પ્રમાણે હોમ આઇસોલેટ થવું પડશે. એટલું જ નહીં જો કોઈને કોરોના લક્ષણો દેખાશે તો તેમનો પણ કોરોના રિપોર્ટ કરાવવામાં આવશે. શાર્પ શૂટરનો રિપોર્ટ પોઝિટિવ આવતા હવે તેને સારવાર કેવી રીતે આપવામાં આવશે અને તેની પૂછપરછ કરવી કે નહીં તે અંગેનો નિર્ણય હવે લેવામાં આવશે.