1.46 કરોડના એમ ડી ડ્રગ્સના આરોપીએ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી
News18 Gujarati Updated: November 22, 2019, 7:30 PM IST

પ્રતિકાત્મક તસવીર
ક્રાઇમ બ્રાન્ચે ચાર આરોપીઓની ધરપકડ કરી હતી
- News18 Gujarati
- Last Updated: November 22, 2019, 7:30 PM IST
અમદાવાદ : ક્રાઈમ બ્રાન્ચે ઝડપેલા 1.46 કરોડના ડ્ર્ગ્સ મામલે ચાર આરોપીઓ પૈકીના આરોપી શહેઝાદ તેજાબ વાળાએ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી છે. ઉલ્લખનીય છે કે ગુજરાતના વરિષ્ઠ રાજનેતા શંકરસિંહ વાઘેલા ‘બાપુ’ની પાર્ટી જનવિકલ્પના ઉમેદવાર રહેલા તેજાબવાલા શેહજાદ હુસૈનને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે SG હાઈવે પર આવેલ એક ટ્રાવેલ્સના લક્ઝરી બસના ડ્રાઈવર પાસેથી કુરિયરમાં દોઢ કરોડનું એમડી ડ્રગ્સ લેતા ઝડપી પાડ્યો હતો.કરોડના ડ્રગ્સ કૌભાંડ શહેજાદ ખાન અને તેના સાથીઓ અન્ય રાજ્યના કેટલાક ડ્રગ્સ માફિયાઓ સાથે સીધા સંપર્કમાં હોવાની માહિતી મળી હતી. તમામ ઘટનાને જોતા ઉચ્ચ અધિકારીઓ તપાસમાં લાગી ગયા હતા અને કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી હતી.
પોલીસે ડ્રગ્સ માફિયા શેહજાદ હુસૈનના સાગરિતો તેમજ તેમના લાગતા વળગતા લોકો સામે તપાસ શરુ કરી હતી. પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા શેહજાદ હુસૈનની તપાસ કરતા શેહજાદ સાથે તેમના પિતા અને બીજા 2 લોકોની ધરપકડ કરાઇ હતી.પરંતુ પોલીસનું માનવુ હતુ કે શેહજાદ પોતે શાકભાજીના વેપારીના પડદા પાછળ ડ્રગ્સનું રેકેટ ચલાવતો હતો.
Loading...
આ પણ વાંચો - નિત્યાનંદ કેસ: પોલીસે ઝડપેલી સાધિકાઓ સાથે નિત્યાનંદ ડિજિટલી કનેક્ટ હોવાની આશંકા
ડ્રગ્સ સપ્લાય માટે એક મોટુ નેટવર્ક શેહજાદ દ્વારા ઉભુ કરાયેલુ હોય તેવી પુરે પુરી શક્યતાઓ પણ હતી. તેમજ મોટા પાયે ડ્રગ્સનું ફાયનાન્સ કરવા માટે પડદા પાછળ કોઇ મોટા માથા આ કારોબારમાં સંકળાયેલા છે તેવી પુરેપુરી આશંકા પોલીસને હતી.
Loading...