અમદાવાદ: દિવાળીમાં (Diwali 2021) મોજશોખ કરવા પોતાની દિવાળી સુધારી કોઈકની દિવાળી બગાડી ચોરી કરનાર યુવકોની (thief boyes arrested) ધરપકડ કરવામાં આવી છે. વાસણામાં (vasana) થયેલ ઘરફોડ ચોરીના ગુનાનો પોલીસે (police) ભેદ ઉકેલી 3 લોકોને ઝડપી લીધા છે. રેકી કરનાર ફરાર આરોપીની પોલીસે શોધખોળ શરૂ કરી છે.
પોલીસ ગિરફતમાં રહેલ આરોપી ગણેશ ઉર્ફે બાવો દંતાણી અને સન્ની ઉર્ફે શૈલેષ દંતાણી સહિત કાયદાના સંઘર્ષમાં આવેલ એક સગીર ઘરફોડ ચોરીના ગુનામાં પકડવામાં આવ્યા છે. પકડાયેલ ચોર તહેવારના દિવસે બંધ મકાનોની રેકી કરી અને બાદમાં ચોરીના ગુનાને અજામ આપ્યો હતો.
ચોર ટોળકીએ 5 નવેમ્બરના રોજ વાસણામાં આવેલ ધારીણી સોસાયટીના નંબર 1 માં રહેતા કોન્ટ્રાક્ટર અર્પણ સેતલવાડ બંધ મકાન ટાર્ગેટ કરી 8.72 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે ગણતરી દિવસોમાં 3 આરોપીની ધરપકડ કરી છે. ઉલ્લેખનિય છે કે દિવાળી રજા હોવાથી અર્પણભાઈ પરિવાર સાથે 3 નવેમ્બરથી 6 નવેમ્બર સુધી બહારગામ ફરવા ગયા હતા.
પકડાયેલ આરોપી ન્યુ વાસણા કેશવાણીનગરના છાપરામાં રહે છે અને છૂટક મજૂરી કરે છે. પોલીસ તપાસમાં ચોરી કરનાર આરોપી તહેવારમાં મોજશોખ કરવા માટે ચોરી કરવાના રવાડે ચઢ્યા હોવાનું કબૂલાત કરી રહ્યા છે.
ત્યારે ચોર ટોળકીની મોડ્સ ઓપરેન્ડીની વાત કરીએ તો ચાર આરોપીઓ દિવસ દરમિયાન બંધ મકાન રેકી કરી બાદમાં રાત્રી દરમિયાન બંધ મકાન ટાર્ગેટ કરતા હતા. જેમાં બે આરોપીઓ મકાનની બહાર ધ્યાન રાખતા અને અન્ય બે આરોપી દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કરતા હતા.
જો કે આરોપીઓએ પહેલી વખત ચોરી કરી હોવાનું સામે આવ્યું છે પરતું પોલીસ તપાસ શરૂ કરી છે કે પકડાયેલ આરોપીઓ કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ? તેવું વાસણા પીઆઇ કે જે ઝાલાએ જણાવ્યું છે.
પોલીસે લગભગ ચાર લાખ જેટલો ચોરીનો મુદ્દામાલ કબ્જે કરી અન્ય એક આરોપીની શોધખોળ શરૂ કરી છે. ત્યારે કાયદાના સંઘર્ષમાં આવેલ એક સગીર અગાઉ મણિનગર પોલીસ સ્ટેશનના પણ પકડાઈ ચૂક્યો હોવાનું સામે આવ્યું છે.