'મરને સે પહેલે મેરે બાલ ડાઇ કરા દેના, આઇ વોન્ટ ટૂ ડાઇ યંગ'

Haresh Suthar | Pradesh18
Updated: January 6, 2017, 2:23 PM IST
'મરને સે પહેલે મેરે બાલ ડાઇ કરા દેના, આઇ વોન્ટ ટૂ ડાઇ યંગ'
બોલીવુડ અભિનેતા ઓમપુરીનું આજે 66 વર્ષની વયે હ્રદય રોગના હુમલાને કારણે નિધન થયું છે. હ્રદય રોગનો હુમલો થવાથી દિગ્ગજ અભિનેતાએ મુંબઇમાં શુક્રવારે સવારે અંતિમ શ્વાસ લીધા.
Haresh Suthar | Pradesh18
Updated: January 6, 2017, 2:23 PM IST
મુંબઇ #બોલીવુડ અભિનેતા ઓમપુરીનું આજે 66 વર્ષની વયે હ્રદય રોગના હુમલાને કારણે નિધન થયું છે. હ્રદય રોગનો હુમલો થવાથી દિગ્ગજ અભિનેતાએ મુંબઇમાં શુક્રવારે સવારે અંતિમ શ્વાસ લીધા.

પોતાના દમદાર અભિયનથી એક્ટિંગમાં કેટલાય એવોર્ડ જીતનાર સારા અભિનેતા સાથે તે બહેતરીન ઇન્સાન પણ હતા. ઓમપુરીનું આખું નામ ઓમ રાજેશ પુરી છે. એમનો જન્મ 18 ઓક્ટોબર 1950ના રોજ હરિયાણાના અંબાલામાં થયો હતો.

ઓમપુરીનો અવાજ દમદાર હતો. એમના અવાજમાં એક મામુલી ડાયલોગ પણ શાનદાર અને પ્રભાવી બની જતો. ફિલ્મ ગમે તેવી હોય પણ એમાં ઓમપુરીનું પાત્ર જોવું ગમે એવું જ હોય, આ એમની કમાલ હતી. કોમેડી હોય કે પછી એકશન બધા જ પાત્રમાં જે ફીટ બેસતા. ઓમપુરીએ પોતાની કેરિયરમાં અનેક સુપરહિટ ફિલ્મો આપી છે.જે દિવસે પોલીસની વર્દી પહેરી, એ દિવસથી ડરનો સાથ છોડી દીધો (અગ્નિપથ)હું એવા લોકતંત્રમાં વિશ્વાસ નથી કરતો, જે ગરીબોની ઇજ્જત કરવાનું નથી જાણતો (ચક્રવ્યૂહ)

First published: January 6, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर