મણીપુર: ઓકારામ ઇબોબી સિંહનું રાજીનામું, ભાજપની સરકાર બનવી નક્કી

H
Updated: January 1, 1970, 5:30 AM IST
મણીપુર: ઓકારામ ઇબોબી સિંહનું રાજીનામું, ભાજપની સરકાર બનવી નક્કી
મણીપુરમાં કોંગ્રેસના મુખ્યમંત્રી ઓકરામ ઇબોબી સિંહે રાજ્યપાલ નજમા હેપતુલ્લાને પોતાનું રાજીનામું સોંપ્યું છે. રાજ્યપાલ ઓકારામ ઇબોબી સિંહને રાજીનામું આપવા કહ્યું હતું કે જેથી ભાજપ નવી સરકારની રચના કરી શકે.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
નવી દિલ્હી #મણીપુરમાં કોંગ્રેસના મુખ્યમંત્રી ઓકરામ ઇબોબી સિંહે રાજ્યપાલ નજમા હેપતુલ્લાને પોતાનું રાજીનામું સોંપ્યું છે. રાજ્યપાલ ઓકારામ ઇબોબી સિંહને રાજીનામું આપવા કહ્યું હતું કે જેથી ભાજપ નવી સરકારની રચના કરી શકે. ઇબોબી સિંહે પ્રારંભે રાજીનામું આપવા ઇન્કાર કર્યો હતો કે કોંગ્રેસની સ્થિતિ સારી છે અને સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી છે અને સરકાર બનાવશે. ઇબોબીસિંહે ઉપ મુખ્યમંત્રી ગાયખમગમ અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ટીએન હોકિપ સાથે ગઇ કાલે રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી. રાજ્યપાલ સાથેની મુલાકાત દરમિયાન ઇબોબી સિંહે રાજ્યમાં સરકાર બનાવવાનો દાવો રજુ કર્યો હતો અને પાર્ટીના 28 ધારાસભ્યોની યાદી બતાવી હતી. એમણે એ પણ દાવો કર્યો હતો કે, પાર્ટીને નેશનલ પીપલ્સ પાર્ટી (એનપીપી)ના ચાર ધારાસભ્યોનું સમર્થન પણ છે. એનપીપીના ચાર ધારાસભ્યોના કાગળ પર નામ જોઇ રાજ્યપાલે એમને કહ્યું હતું કે કે તેઓ એનપીપી પાર્ટીના પ્રમુખ અને એ પાર્ટીના ચૂંટાયેલા ચાર સભ્યોને લઇને આવે. નિયમો અનુસાર જ્યારે વર્તમાન મુખ્યમંત્રી પોતાના પદેથી રાજીનામું નથી આપતા ત્યા સુધી નવી સરકારની રચના પ્રક્રિયા શરૂ થઇ શકતી નથીય ભાજપના એન બિરેનસિંહને પાર્ટીના ધારાસભ્ય દળના નેતા પસંદ કરવામાં આવ્યા છે. કેન્દ્રિય મંત્રી પિયૂષ ગોયલે સોમવારે આ જાણકારી આપી હતી. બિરેને રાજ્યપાલ નજમા હેપતુલ્લાને મળીને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. આ દરમિયાન એમની સાથે 32 વિધાયકો છે બિરેને વર્તમાન સીએમ ઓકરામ ઇબોબીસિંહે વિવાદ બાદ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા.
First published: March 14, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर