Home /News /ahmedabad /ભારતીય કોસ્ટ ગાર્ડ અને ATSનું સંયુક્ત ઓપરેશન; ઇરાની બોટમાંથી 425 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું, 5ની ધરપકડ

ભારતીય કોસ્ટ ગાર્ડ અને ATSનું સંયુક્ત ઓપરેશન; ઇરાની બોટમાંથી 425 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું, 5ની ધરપકડ

આરોપીઓની તસવીર

Gujarat Drugs: ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટ ગાર્ડે ઓખાના દરિયામાંથી 425 કરોડના ડ્રગ્સ સાથે ઇરાની બોટ ઝડપી પાડી છે. આ સાથે જ પાંચ ક્રૂ મેમ્બર્સની ધરપકડ કરવામાં આવી છે.

અમદાવાદ: ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) દ્વારા બાતમીને આધારે ભારતીય જળસીમામાંથી 5 ક્રૂ સાથે એક ઇરાની બોટને ઝડપી પાડવામાં આવી હતી અને તેમાંથી 61 કિલો જેટલું હેરોઇન જપ્ત કરવામાં આવ્યું છે. તેની અંદાજે કિંમત 425 કરોડ રૂપિયા જેટલી થાય છે.

સોમવારે ATS દ્વારા ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે, ICGએ વ્યૂહાત્મક રીતે તેના બે ફાસ્ટ પેટ્રોલ વર્ગના જહાજો, ICGS મીરા બેહન અને ICGS અભિકને અરબી સમુદ્રમાં પેટ્રોલિંગ માટે તૈનાત કર્યા. અંધારું થતાં જ ભારતીય જળસીમામાં લગભગ એક બોટ શંકાસ્પદ રીતે ફરતી જોવા મળી હતી. ઓખાના દરિયાકિનારાથી 340 કિમી (190 માઇલ) દૂર આ બોટ ફરતી હતી.

આ પણ વાંચોઃ સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદ, ખેડૂતોનો પાક બગડ્યો!

સઘન તપાસ કરતા હેરોઇન મળ્યું


ત્યારે ICG જહાજને આ વાતની ખબર પડતા કાર્યવાહી હાથ ધરી હતી. જેને લઈને બોટનો પીછો કરવામાં આવ્યો હતો અને તેને રોકી હતી. આ બોટ ઈરાની બોટ હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં ઈરાની નાગરિકતાના પાંચ ક્રૂ હતા. ICG બોર્ડિંગ ટીમે તપાસ દરમિયાન ક્રૂ શંકાસ્પદ વર્તન કરતા હોવાનું જણાયું હતું. ત્યારે સઘન તપાસ કરતા બોટમાંથી આશરે 425 કરોડ રૂપિયાનું 61 કિલો જેટલું હેરોઇન ઝડપાયું હતું.


તમામ આરોપીની ધરપકડ


હાલ આ મામલે બોટ જપ્ત કરી તમામ ક્રૂ મેમ્બર્સની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેમની વધુ પૂછપરછ માટે ઓખા લાવવામાં આવ્યા છે. છેલ્લા અઢાર મહિનામાં ICG એ ATS સાથેના સંકલનમાં આઠ વિદેશી જહાજોને પકડી લીધા છે અને 2300 કરોડ કરતાં વધુ કિંમતનો 407 કિલોગ્રામ માદક દ્રવ્યોનો જથ્થો જપ્ત કર્યો છે.
First published:

Tags: Gujarat ATS, Gujarat Drugs, Indian Coast Guard

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો