Home /News /ahmedabad /AMC મેટ મેડિકલ કોલેજ હવે “ નરેન્દ્ર મેડિકલ કોલેજ “ જાહેર , ભારત સરકારે સત્તાવાર મંજૂરીની મ્હોર મારી

AMC મેટ મેડિકલ કોલેજ હવે “ નરેન્દ્ર મેડિકલ કોલેજ “ જાહેર , ભારત સરકારે સત્તાવાર મંજૂરીની મ્હોર મારી

મણિનગર મેડિકલ કોલેજ - ફાઇલ તસવીર

મહાનગર પાલિકા સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં તાકિદ કામ લાવી નામાભિધાન કરવામાં આવ્યું હતું. ત્યારે હવે ભારત સરકાર દ્વારા નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજના નામની સત્તાવાર મ્હોર લાગી છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મેડીકલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા રજૂ થયેલ એ.એમ.સી. મેટ મેડીકલ કોલેજને “નરેન્દ્ર મોદી મેડીકલ કોલેજ” નામાભિધાન કરવાના કામને મંજૂરી મહાનગર પાલિકાએ આપી હતી. મહાનગર પાલિકા સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં તાકિદ કામ લાવી નામાભિધાન કરવામાં આવ્યું હતું. ત્યારે હવે ભારત સરકાર દ્વારા નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજના નામની સત્તાવાર મ્હોર લાગી છે. ભારત સરકારના આરોગ્ય મંત્રાલય દ્વારા અમદાવાદના એલજી કેમ્પલમાં આવેલ નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજને મંજૂરી અપાઇ છે

અમદાવાદ મહાનગર પાલિકા સ્ટેન્ડિંગ કમિટી તાકિદમા  પ્રસ્તાવ મંજૂર કર્યો


નરેન્દ્ર મોદીનો ૧૭ સપ્ટેમ્બરના રોજ જન્મ દિવસ હોવાથી તે પહેલા મહાનગર પાલિકા દ્વારા એએમસી મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એલ જી હોસ્પિટલ કમ્પાઉન્ડમાં આવેલ એએમસી મેટ મેડિકલ કોલેજમાં હાલમાં મેડિકલ યુ જી અને પીજીના અભ્યાસક્રમ ચાલી રહ્યા છે. સદર કોલેજની વહિવટી કામગીરી એએમસી મેટ દ્વારા કરવામાં આવે છે. સદર કોલેજનું નવું નામાભિધાન વડાપ્રધાન “ નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ “ કરાયું હતું. એએમસીની એક્ઝીક્યુટીવ કમિટીની મળેલી માહિતી પ્રસ્તાવ મુકાયો હતો . આખરે અમદાવાદ મહાનગર પાલિકા સ્ટેન્ડિંગ કમિટી તાકિદમા મંજૂરી કર્યો હતો.



એએમસી વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણ જણાવ્યુ હતું કે કોંગ્રેસ આ નામાભિધાન વિરોધ કર્યો હતો. પહેલા સરદાર પટેલ સ્ટેડિયમને નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કર્યું હતું . ફરી એકવાર એએસમી મેટ મેડિકલ કોલેજ નામ બદલી નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ કરાયું છે . પહેલા એલ જી હોસ્પિટલમાં મેડિકલ સુવિધા સારી કરવી જોઇશે. નામ આપવાથી કોઇ ફરક પડશે નહી. ભ્રષ્ટાચાર મુક્ત પહેલા તંત્ર બનાવું જોઇએ. નામ કરણ કરવાથી પ્રજાને પડતી મુશ્કેલીઓ , હેરાનગતિ માં કોઇ ફરક પડવાનો નથી..

કુલ ૨૦૦ એમ.બી.બી.એસ. વિદ્યાર્થીઓ તથા ૧૭૦ એમ.ડી./એમ.એસ. વિદ્યાર્થીઓને એડમિશન


AMC સંચાલિત શેઠ એલ જી જનરલ હોસ્પિટલમાં દર્દીઓના ઉત્તરોત્તર વધારાને ધ્યાનમાં રાખીને હોસ્પિટલમાં આવતા દર્દીઓને સઘન સારવાર મળી રહે તે હેતુથી તત્કાલીન મુખ્યમંત્રી અને હાલનાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જે તે સમયે મેડીકલ કોલેજની સ્થાપનાનો સ્વપ્નિય વિચાર તથા દીર્ઘદ્રષ્ટિને ધ્યાને લેતાં અ.મ્યુ. કોર્પોરેશન મેડીકલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એ.એમ.સી. મેટ મેડીકલ કોલેજની વર્ષ ૨૦૦૯માં તેઓના વરદ્હસ્તે સ્થાપના કરવામાં આવેલ હતી.

વર્ષ ૨૦૦૯માં વાર્ષિક ૧૫૦ એમ.બી.બી.એસ. સીટોથી શરૂ થયેલ એ.એમ.સી. મેટ મેડીકલ કોલેજમાં હાલમાં વર્ષ ૨૦૨૨માં કુલ ૨૦૦ એમ.બી.બી.એસ. વિદ્યાર્થીઓ તથા ૧૭૦ એમ.ડી./એમ.એસ. વિદ્યાર્થીઓ એડમિશન મેળવે છે, જેનો સીધો લાભ હોસ્પિટલમાં સારવાર લેવા આવતા ગરીબ દર્દીઓને મળી રહે છે. આ મેડીકલ કોલેજની સ્થાપનાનો શ્રેય તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓને રાજ્ય બહાર મેડીકલના અભ્યાસ માટે જવું ન પડે તેવા ઉમદા વિચાર, દૂરંદેશી, દીર્ઘદ્રષ્ટિ તથા તે માટેના અથાગ પરિશ્રમ ને જાય છે.
Published by:Bansari Gohel
First published:

Tags: Ahmedabad latest news, AMC latest news, Medical College, PM Modi પીએમ મોદી