Home /News /ahmedabad /ઓડિશાની આ માસ્ટર માઈન્ડ મહિલાની કરતુત જાણીને તમે ચોંકી જશો, આ રીતે લોકોને ઠગતી હતી
ઓડિશાની આ માસ્ટર માઈન્ડ મહિલાની કરતુત જાણીને તમે ચોંકી જશો, આ રીતે લોકોને ઠગતી હતી
માસ્ટર માઈન્ડ મહિલાની કરતુત
Master Mind Woman: અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ઓડિશાની એક 26 વર્ષીય મહિલાની ધરપકડ કરી છે. આરોપીની તપાસમાં અનેક માહિતી સામે આવી છે. આ મહિલાએ પોતાની ગેંગ બનાવીને એક કોલ સેન્ટર ખોલેલ છે, જેમાં તે gulf oil and minerals નામની કંપની ચલાવતી હોવાનુ કહીને મુંબઈથી વાત કરતી હોવાનુ કહીને લોકો સાથે છેતરપિંડી કરતી હોવાનુ સામે આવ્યું છે.
અમદાવાદ: અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ઓડિશાની એક 26 વર્ષીય મહિલાની ધરપકડ કરી છે. આરોપીની તપાસમાં અનેક માહિતી સામે આવી છે. આ મહિલાએ પોતાની ગેંગ બનાવીને એક કોલ સેન્ટર ખોલેલ છે, જેમાં તે gulf oil and minerals નામની કંપની ચલાવતી હોવાનુ કહીને મુંબઈથી વાત કરતી હોવાનુ કહીને લોકો સાથે છેતરપિંડી કરતી હોવાનુ સામે આવ્યું છે. આરોપી મહિલાએ અનેક લોકો સાથે આ રીતે છેતરપિંડી આચરી હોવાની વિગતો સામે આવી છે.
ફરિયાદીને કહ્યું હું મુંબઈથી બોલું છું
આ સમગ્ર ઘટનાની વિગતે વાત કરીએ તો ફરિયાદી બાયોડિસલનો વેપાર કરે છે અને જેમાં તેમને સોયા બેઝ ઓઇલની જરૂરિયાત હતી. જેથી તેમને ફેસબૂકમાં ‘used cooking oil supllier in India’ નામના groupમાં રજીસ્ટર મોબાઇલ નંબર ઉપર ફોન કરેલ જેથી આરોપી પોતે મુંબઈથી બોલે છે તેમ કહીને ફરિયાદીને અલગ અલગ ફોટો મોકલીને ફરિયાદીને વિશ્વાસમાં લઈને સોયા બેસ ઓઇલ માટે અલગ અલગ ચાર્જ પેટે રૂપિયા 20,50,000 મેળવીને છેતરપિંડી કરી હતી.
ઉલ્લેખનીય છે કે, આ મામલો સાયબર ક્રાઈમ બ્રાન્ચ પાસે આવતા સાયબર ક્રાઇમ બ્રાન્ચે જરૂરી ટેકનિકલ અભ્યાસ કરીને તપાસ કરતા આ ગેંગ ઓડિશાથી ઓપરેટ થતી હોવાનુ વિગતો સામે આવી હતી. જેથી પોલીસ દ્વારા એક ટીમ ઓડિશા જઈ આરોપી ચંદ્રમા સામલ નામની એક મહિલાની ધરપકડ કરી હતી. જેની તપાસમાં સામે આવ્યું કે, મહિલા કંપનીના propriter તરીકે બંધન બેંકમાં એક એકાઉન્ટ ખોલાવેલ અને જેમાં તે ફરિયાદી અને અન્ય ગ્રાહકોના રૂપિયા મંગાવીને અન્ય બેંકમાં ટ્રાન્સફર કરાવી દેતા હતા.
નોંધનીય છે કે, તેમાંથી રૂપિયા ઉપાડીને કોલ સેન્ટરમાં કામ કરતા લોકોને પૈસા આપતી હતી. સાયબર ક્રાઇમ હવે એ તપાસ કરી રહી છે કે, આરોપીએ આ સિવાય અન્ય કેટલા લોકો સાથે છેતરપિંડી કરેલ છે. આ ગેંગ આખરે કેટલા સમયથી આ રીતે લોકો સાથે છેતરપિંડી કરે છે? સાથે સાથે આરોપી મહિલાના બેંક એકાઉન્ટની તપાસમાં અન્ય ખુલાસા સામે આવી શકે તેમ જણાઈ રહ્યું છે.