Home /News /ahmedabad /

Ahmedabad Crime: અમદાવાદનો ચેતવણી રૂપ કિસ્સો, અકસ્માતનું તરકટ રચી ગઠીયાઓ કરામત કરી ગયા

Ahmedabad Crime: અમદાવાદનો ચેતવણી રૂપ કિસ્સો, અકસ્માતનું તરકટ રચી ગઠીયાઓ કરામત કરી ગયા

આરોપીઓ કારમાંથી રૂપિયા 15 લાખ ભરેલ બેગ લઈને ફરાર થઈ ગયા હતા.

ઓઢવ કઠવાડા જી આઈ ડી સી વિસ્તારમાં અક્ષર ઇન્ટરનેશનલ મેટલ કાસ્ટીંગ ધરાવતા હાર્દિક બાબુભાઈ જેઠવા આજે બપોરે બાપુનગર બેંકમાંથી રૂપિયા ઉપાડીને કારમાં તેમની ઓફિસ જઈ રહ્યા હતા. આ દરમિયાન વિરાટનગર ગાંધી પાર્ક સોસાયટી નજીક એક બાઈક ચાલકે તેમને રોક્યા હતાં.

વધુ જુઓ ...
અમદાવાદ શહેર (Ahmedabad)નાં ઓઢવ વિસ્તાર (Odhav Area)માં દસ દિવસમાં બીજી વખત પોલીસ (Ahmedabad Police)ની ઊંઘ હરામ કરતો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આંગડિયા પેઢી માં 53 લાખની લૂંટ (Ahmedabad Loot)ના આરોપીઓ પકડવામાં ક્રાઇમ બ્રાન્ચ (Ahmedabad Crime Branch)ને સફળતા મળી છે. ત્યાં આરોપીઓ પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય એમ કાર ચાલકની નજર ચૂકવીને રૂપિયા 15 લાખ ભરેલ બેગની ઉઠાંતરીનો બનાવ સામે આવ્યો છે.

આ બનાવમાં એક આરોપીએ અકસ્માતનું તરકટ રચીને ફરિયાદીને ઊભા રાખ્યા હતા તો બીજી તરફ મોટર સાયકલ પર આવેલા બે ઈસમો કારમાંથી બેગ લઈને ફરાર થઈ ગયા છે.

ઓઢવ કઠવાડા જી આઈ ડી સી વિસ્તારમાં અક્ષર ઇન્ટરનેશનલ મેટલ કાસ્ટીંગ ધરાવતા હાર્દિક બાબુભાઈ જેઠવા આજે બપોરે બાપુનગર બેંકમાંથી રૂપિયા ઉપાડીને કારમાં તેમની ઓફિસ જઈ રહ્યા હતા. આ દરમિયાન વિરાટનગર ગાંધી પાર્ક સોસાયટી નજીક એક બાઈક ચાલકે તેમને રોક્યા હતાં.

આ પણ વાંચો- અષાઢીબીજથી અંબાજી મંદિરની બપોરની આરતી બંધ, દર્શનના સમયમાં પણ ફેરફાર

બાઇકચાલકે તેમને રોક્યા બાદ અકસ્માત કેમ કર્યો છે તેમ કહીને કારની ડાબી બાજુથી વાત કરવા લાગ્યો હતો. જો કે કાર ચાલકે કારનો કાચ ખોલતા જ આરોપી ડ્રાઈવર સાઈડ આવ્યો હતો. અને ફરિયાદીને વાતોમાં રાખ્યા હતા. જ્યારે બીજી તરફ એક મોટર સાઈકલ પર અન્ય બે ઈસમો આવ્યા હતા. અને કારમાંથી રૂપિયા 15 લાખ ભરેલ બેગ લઈને ફરાર થઈ ગયા હતા.

આ પણ વાંચો- દમણના દરિયા કિનારે જતા સહેલાણીઓ સાવધાન, એક ભૂલ અને થશે મોટું નુકસાન

સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. અને આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. ઓઢવમાં માત્ર દસ જ દિવસમાં આ પ્રકારનો આ બીજો બનાવ સામે આવ્યો છે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad crime Ahmedabad News, Ahmedabad Crime latest news, Ahmedabad crime news, Ahmedabad police, Gujarati news

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन