Home /News /ahmedabad /China - Pakistanની ચાલનો ફરી ગુજરાતે કર્યો પર્દાફાશ, ઝડપી પાડ્યા ન્યુક્લિયર ફ્યુલના ખાલી કન્ટેનર
China - Pakistanની ચાલનો ફરી ગુજરાતે કર્યો પર્દાફાશ, ઝડપી પાડ્યા ન્યુક્લિયર ફ્યુલના ખાલી કન્ટેનર
પ્રતીકાત્મક તસવીર
Nuclear Fuel conteiner seinzed in Gujarat: ઇંધણનો ઉપયોગ કર્યા પછી પાકિસ્તાને સ્થાનિક કાયદાઓની અવગણના કરીને ખાલી કન્ટેનરને વાણિજ્યિક દરિયાઈ માર્ગે પાછા પરિવહન કરવાનો પ્રયાસ કર્યો.
અમદાવાદ : ગુજરાત ડીઆરઆઈની (Gujarat DRI) તપાસમાં એક ચોંકવાનરી ઘટના સામે આવી છે. જેમાં ચીનની એક મોટી ચાલનો પર્દાફાશ થયો છે. ચીન પાકિસ્તાનને (China to Pakistan) ન્યુક્લિયર ફ્યુલ (Nuclear fuel) મોકલતો હોવાનું સામે આવ્યું છે. આ વસ્તુથી પરમાણુ બોમ્બ (Nuclear Bomb) પણ બનાવવામાં આવે છે. જેથી સુરક્ષાને લઈ ખુબજ જોખમી હોવાનું સામે આવી રહ્યું છે.
18 નવેમ્બરના રોજ, ચોક્કસ બાતમીના આધારે ડીઆરઆઈ અધિકારીઓએ સિંગાપોરના ફ્લેગવાળા જહાજમાં માલસામાન જપ્ત કર્યો હતો. એવું જાણવા મળ્યું હતું કે, પાકિસ્તાનનો કરાચી ન્યુક્લિયર પાવર પ્લાન્ટ, K-2, શાંઘાઈમાં ચીનના ન્યુક્લિયર એનર્જી ઇન્ડસ્ટ્રીમાં માલની નિકાસ કરી રહ્યો હતો.
કન્સાઇનમેન્ટમાં સાત કન્ટેનર હતા. જેમાં પ્રત્યેકમાં ચાર બેરલ હતા. જોકે, કન્ટેનર "ખાલી" હતા અને તેનો ઉપયોગ ચીનમાંથી "પરમાણુ બળતણ"ના પરિવહન માટે કરવામાં આવ્યો હતો. ચીને થોડા મહિના પહેલા તેને સીધું પાકિસ્તાન મોકલ્યું હતું. ઇંધણનો ઉપયોગ કર્યા પછી પાકિસ્તાને સ્થાનિક કાયદાઓની અવગણના કરીને ખાલી કન્ટેનરને વાણિજ્યિક દરિયાઈ માર્ગે પાછા પરિવહન કરવાનો પ્રયાસ કર્યો.
કારણ કે, માલવાહકએ મુખ્ય ભારતીય નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું અને અમારી સુરક્ષાને નુકસાન પહોંચાડ્યું હતું, આ મોંઘા અને વિશિષ્ટ કન્ટેનર જપ્ત કરવામાં આવશે. ફોજદારી કેસ નોંધવા માટે પણ ચર્ચાઓ ચાલી રહી છે. મહત્વ નું છે કે, અત્યાર સુધી એ ખયાલ નથી કે, પરમાણુ ઇંધણનો ઉપયોગ વીજ ઉત્પાદન અથવા શસ્ત્રો બનાવવા માટે થયો હતો કે કેમ. તપાસના જાણકાર સ્ત્રોતે જણાવ્યું હતુ કે, પરમાણુ પ્રસારને નકારી શકીએ નહીં. કેસ હજુ તપાસ હેઠળ છે અને તાપસ ચાલી રહી છે.
અગાઉ ફેબ્રુઆરી 2020માં, કંડલા બંદર પર હોંગકોંગના ધ્વજવંદન જહાજમાંથી રૂ. 10 કરોડથી વધુની કિંમતની ઓટોક્લેવ, બેલિસ્ટિક મિસાઇલ પ્રોગ્રામ માટેનું માલસામાન મળી આવ્યો હતો. આ શિપમેન્ટ ચીનના જિયાંગિન બંદરેથી લોડ કરવામાં આવ્યું હતું અને કરાંચી તરફ રવાના થયું હતુ. કસ્ટમ્સ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, ઓટોક્લેવ એક સાધન છે જેનો બેવડો ઉપયોગ-ઔદ્યોગિક અને લશ્કરી બંને છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, માલસામાનને "હીટ ટ્રીટમેન્ટ ફર્નેસ કેસીંગ સિસ્ટમ" તરીકે ખોટી રીતે જાહેર કરવામાં આવ્યું હતું. ચોક્કસ ઇન્ટેલિજન્સ ઇનપુટના આધારે તેની જપ્તી પછી, એવું જાણવા મળ્યું હતું કે "તેમાં નાની મોટર્સમાં ઇન્સ્યુલેશનના વલ્કેનાઇઝેશનમાં અને મિસાઇલ એપ્લિકેશનો માટે લોન્ચર્સમાં ઉપયોગમાં લેવાતા ભાગોના રાસાયણિક કોટિંગ માટે મહત્વપૂર્ણ સંરક્ષણ એપ્લિકેશનો છે." ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન અથવા ડીઆરડીઓ દ્વારા સંપૂર્ણ તપાસ કર્યા બાદ આ નિષ્કર્ષ પર પહોંચ્યા હતા.